ઈડરિયાગઢની તળેટીમાં ધુળેટા દરવાજા અને ઇડર ટાવરની અંદર પ્રાચીનતમ ઇડરનગર અને આ નગરમાં પેઢીઓથી શૈક્ષણિ કરી તે તેમજ આર્થિક રીતે પણ અતિધનાઢય જૈન પરિવાર રહે. પરિવારમાં લગભગ દાદાથી લઈ પૌત્ર પણ એડવોકેટ અને લબ્ધપ્રતિષ્ઠિત પરિવારમાં ઝરણાબેન અને સતીષકુમાર દોશીના ઘરે પુત્રરત્ન બાદ પપ્પાની લાડકી દીકરીનો જન્મ તારીખ 14 / 6 / 1990 ના રોજ થયો. પરિવાર પૂર્ણ થવાની અપાર ખુશી સાથે દીકરીનું નામ રાખવામાં આવ્યું ઋત્વિ. બે મહિનાની થતાં માતા – પિતાને ખ્યાલ આવ્યો કે દીકરીને કંઈક તો તકલીફ છે. બધી તપાસોના અંતે ખબર પડી કે દીકરી બિલકુલ સાંભળી શકતી નથી. પરિવાર ભાંગી પડ્યો કારણ કે એ સમયે શ્રવણમંદ માટે આજના સમય જેટલી સગવડો ઉપલબ્ધ ન હતી.
દીકરીને સાંભળવામાં તકલીફ છે એ નક્કી થતાં માતાપિતાએ સાથે મળી આ પડકારને ઝીલી લીધો અને પછી થયો ખરાખરીનો જંગ. દરેક હોસ્પિટલ બહેરાં, મૂંગાશાળા, ઓડિયોલોજિસ્ટ, સ્પીચથેરાપિસ્ટ, એન. એ. બી ઈડર, ઇડરથી અમદાવાદ, નડિયાદ જેવાં શહેરો ની સંઘર્ષભરી સફર દરેક જગ્યાએથી મળતી માહિતી, માર્ગદર્શન, રેફરન્સ, તાલીમ અને હિયરિંગ એડના આધારે દીકરીની શૈક્ષણિક સફરના શ્રી ગણેશ થયા. દીકરી પણ સ્વભાવે સરળ, હોશિયાર અને તેજસ્વી કોઈ શાળામાંથી ક્યારેય પણ નાની સુઘ્ધાં ફરિયાદ પણ ન મળે.
2013 માં એસએસસી અને 2015 માં એચએસસી સારી ટકાવારી સાથે પૂર્ણ કર્યું. ત્યાર બાદ ઈડરની આંજણા પાટીદાર કૉલેજમાંથી બી.સી.એ. અને પી.જી.ડી.સી.એ.ની ડિગ્રીઓ મેળવ્યાં બાદ પોતાના પિતાની વકીલાતની ઓફિસમાં કમ્પ્યૂટરનું તમામ કામકાજ સુચારુરૂપે સંભાળતી. ત્રણ વર્ષ પિતાની છાયામાં બધું જ ઓફિસ વર્ક શીખી ગઈ પણ વિધિની વક્રતા તો જુઓ, અચાનક સતિષભાઈનું હાર્ટએટેકથી મૃત્યુ થતાં ફરીથી પરિવાર ભાંગી પડ્યો. પરિવારના મોભીના જવાથી કૌટુંબિક અણબનાવોના લીધે પરિવારે અમદાવાદ સ્થળાંતર કરવું પડ્યું અને ફરીથી એક નવો પડકાર. પિતાને ખોવાના દુ : ખ સાથે હિંમત હાર્યા વગર દીકરીએ પ્રાઇવેટ ઓફિસમાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે નોકરી કરવાની ચાલુ કરી. આ દરમિયાન તેમણે ભરત ગુંથણ, ઓર્નામેન્ટમેકિંગ, છાબડેકોરેશન, અવનવા ગિફ્ટ આર્ટિકલ બનાવવા, પોર્ટ બનાવવા, સિવણકામ, પેન્ટિંગ વગેરેની કળા હસ્તગત કરેલી અને ખૂબ સુંદર ઘરેથી જ ઓર્ડર ઉપર બનાવી આપે.
શારીરિક, માનસિક, પારિવારિક અનેક તકલીફોની વચ્ચે હિંમત હાર્યા વગર એટલા જ જોમ અને જુસ્સા સાથે સફળતાનાં શિખરો સર કરવાની, કંઈક નવું જાણવાની, શીખવાની ધગશ
117
સાથે દીકરી અમદાવાદમાં પોતાના પરિવાર સાથે રહીને હાલમાં ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ કરી રહી છે.
ધોરણ 1 થી સંસ્થા સાથે સંકળાયેલ છે. સંકલિત શિક્ષણ અંતર્ગત ધોરણ 5 થી ધોરણ 12 સુધી અભ્યાસમાં શ્રવણમંદ બાળકોનાં શિક્ષક તરીકે કામ કરવાનો મોકો મળ્યો એ જીવનની શ્રેષ્ઠતમ પળો હતી. ધોરણ 12 પછી પણ આગળ અભ્યાસ હોય, વ્યવસાયલક્ષી, સામાજિકીકરણ વગેરેને લગતા પ્રશ્નોનું વાલીને માર્ગદર્શન રૂબરૂ કે ટેલિફોનિક પણ હંમેશાં એક શિક્ષક તરીકે બાળકના વિકાસના ભાગરૂપે સંસ્થાના સહયોગથી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ બન્યાં છે.
સખત મહેનતનો કોઈવિકલ્પ નથી અને જો માતા – પિતા ઠાની લેતો અનેક મર્યાદાઓની
સાથે પણ પોતાના બાળકને સફળતાનાં શિખર પર લઈ જઈ શકે છે. ઋત્વીની આ સફળતાની સફરમાં તેમના માતા – પિતાનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. સાથે સાથે એન. એ.બી. ઇડર સંસ્થા, નવરંગપુરા શાળા આદર્શ પ્રાથમિક શાળા, શેઠ સી. કે. સરસ્વતી વિદ્યા મંદિર, ઇડર આંજણા પાટીદાર કૉલેજ તેમજ વિશિષ્ટ શિક્ષકો બધાના સાથ અને સહયોગથી આજે ઋત્વી દરેક શ્રવણમંદ વ્યક્તિ માટે ” પ્રેરણાત્મક ” બની રહીછે.
અને છેલ્લે ઋત્વીનાં શબ્દોમાં સફળતાની વ્યાખ્યા ” સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે કાળી રાત ગમે તેટલી લાંબી હોય પણ સવાર જરૂર અંધકાર હટાવે છે. ”
ચોથાણી અલ્પાબેન કાંતિભાઈ
વિશિષ્ટ શિક્ષક એન.એ.બી., ઈડર
