સમુદાય આધારિત પુનર્વસન યોજના

સીબીઆર સમુદાય આધારિત વિજ્ઞાન અખંડિત સાબરકાંઠામાં આપણે સૌ વ્યક્તિઓ સામાજિક પ્રાણી હોવાના કારણે આપણા સૌના સર્વાંગી પુનર્વસનની જવાબદારી આપણી છે સ્વાભાવિક છે કે શારીરિક રીતે અશક્ત કે નિર્બળ બનાવતા લોકોના પુનર્વસન નું કામ કઠિન હોવા સાથે વિશેષતાની અને ધ્યાન માંગી લે છે સમુદાયમાં વ્યક્તિ કુટુંબ પાડોશીઓ મિત્રો જ્ઞાતિબંધો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રચાર માધ્યમો તમામ સ્તરની સરકારી વ્યવસ્થા અને જોડાયેલ કર્મચારીવર્ગનો સમાવેશ થવો જ જોઈએ.

પુનઃસ્થાપનની આ પ્રક્રિયા પ્રગતિશીલ વિકાસશીલ પરિવર્તન લક્ષી અને લાભાર્થી દક્ષિ હોવા સાથે ઓછી ખર્ચાળ હોય તે વિકલાંગ સમાજ અને સમુદાય માટે ખૂબ આવશ્યક છે એક દ્રષ્ટિએ જોતા સમગ્ર જગત વિકલાંગ જ ગણી શકાય પરંતુ પુનર્વસનમાં અવરોધ રૂપ બનતી આંગી ક્ષતિઓને જ આપણે સામાન્ય રીતે વિકલાંગતામાં સમાવી લઈએ છીએ જેવી કે અંધત્વ બધીરત્ત્વ પંગુતા અને મંદબુદ્ધિ અને બહુ વિકલાંગતા આવી વ્યક્તિઓનું પુનર્વસન જ્યારે તન મન અને ધનના સતત અને નિષ્કામ સમર્પણથી સ્વેચ્છાએ થાય ત્યારે જ તે સફળ થાય વળી ઉપર દર્શાવેલ સમુદાયના અંગો પૈકી આરંભમાં દિવ્યાંગ શિષ્યોને ધ્યાનમાં લીધા સિવાય તમામ પરિબળો પ્રકાશની જેમ એક સીધી લીટીમાં ગતિ કરે તો વગર પંચરે કે અકસ્માતે તથા પાટા ઉપરથી ઉતર્યા સિવાય વિકલાંગ પુનર્વસન ની ગાડી સફળતા સાથે નિશ્ચિત લક્ષ પર પહોંચી શકે આ માટે તર્ક બુદ્ધિ લાગણી પરિશ્રમ અને નિરાભિમાનીતાનું પંચામૃત જરૂરી છે

પુનર્વસિત થયેલ દિવ્યાંગ વ્યક્તિઓ અન્ય દિવ્યાંગ વ્યક્તિના પુનર્વસનના જીવન દ્રષ્ટાંતરૂપ સાબિત થયેલ હોય સમગ્ર જાગૃત સમાજનું પથ દર્શન કરી પુનર્વસન કામના સક્રિય ભાગીદાર બનવા સાથે અજાગૃત સમાજને આ પ્રક્રિયામાં જોડી શકે આ પ્રક્રિયા સગર્ભાવસ્થાથી જન્મ જીવન મૃત્યુ અને ત્યારબાદ ચાલતી પ્રક્રિયા છે. આધુનિક યુગમાં એ જીવનમાં ગમે ત્યારે આવી શકે છે આથી ઉપરના તમામ પરિબળો આ દિશામાં જાગૃત રહે અને ભાવના સભર કામ કરે તે ખૂબ જરૂરી છે વળી આ માનવ સંચાલકો માટે અને કર્મચારીઓ માટે સંવેદન સવેતન કામ કોઈતે નિયમિત પ્રવૃત્તિ તરીકે ચાલે તે કેવળ આવશ્યક નથી પણ અનિવાર્ય પણ છે.

આર્થિક મુસીબતોનું બહાનું બનાવ્યા સિવાય સૌ લાગતા વળગતા પરિબળો અંદાજપત્રમાં આ માટે ક્રમશ આયોજન કરે આ માટે ઘડાતા કાયદાઓનો ભાવાત્મક અર્થઘટન કરે અને તેનો અમલ કરે તો વિકલાંગ વ્યક્તિની વિકલાંગતા તેના સહિત સૌ પરિબળો વિસ્તરી જાય આપણે એ યાદ રાખવું જરૂરી છે કે આત્મા અને પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ વિકલન કે શક્તિ નથી જે કહી શકતી કે વિકલાંગ છે તે ઇન્દ્રિયો અને શરીર છે આપણી શ્રદ્ધા આત્મલક્ષી પરમાત્મા કેન્દ્રી

બનાવીશું તો વિકલાંગજનો અને સકલાંગજનો વચ્ચેનો ભેદ દૂર થશે અને આપણા હૃદયમાં આવી વ્યક્તિઓ માટે પ્રીતિ અને ભક્તિ જાગતા તેના પુનર્વસનની જ્ઞાન જિજ્ઞાસા જન્મવા સાથે તેના કર્મયોગમાં આપણે સમત્વ અને સ્થિર બુદ્ધિથી સાચા અર્થમાં જોડાઈશકીશું

આ માટે વિશ્વમાં આરંભે સ્વૈચ્છિક સમાજ સંસ્થાઓએ સમાજ અને સંસ્કારની આંખ ખોલી આઈ ઓપનર બનવા સાથે સક્રિય ભાગીદાર બનવાનું રહે છે આ ભાગીદારીમાં સફળતાની સફળ પુનર્વસીત દિવ્યાંગજનોની ભાગીદારીને નિષ્કામ સમર્પણ ચાવીરૂપ સિદ્ધ થશે.

શરૂઆતમાં અંધજન મંડળ અમદાવાદ હેલ્પ પેજ ઇન્ડિયા તથા અન્ય સંસ્થાઓ આ દિશામાં ખૂબ સક્રિય બનતા દિવ્યાંગજનના પુનર્વસન માટેની નીતિ અને કાયદાઓ ઘડાયા તેનો અમલ શરૂ થયો અને આ પ્રક્રિયામાં થતા અન્યાયને ન્યાયતંત્ર એ દૂર કરવાની કોશિશ ના શ્રી ગણેશ કર્યા

ભારતમાં ગુજરાત રાજ્ય એવું પ્રથમ રાજ્ય હશે જેણે વિજ્ઞાન પુનર્વસન માટે સી.બી.આર નો કેવળ સ્વીકાર ન કરતા તેને માટે આર્થિક જોગવાઈઓ કરી તેનું ક્રમશઃ અમલીકરણ કર્યું. પરિણામે રાજ્યના અસંખ્ય દિવ્યાંગજનો પુનરર્વસીત થવા સાથે દિવ્યાંગ નેતૃત્વ વિકાસને પણ વેગ મળ્યો આનો સીધો લાભ દિવ્યાંગ જગત સાથે સમાજને પણ થયો.

વાત કરીએ આપણા અખંડિત સાબરકાંઠાની વર્ષ 1985 પહેલા દિવ્યાંગજનોએ તેમના પુનર્વસીત માટે શહેરી વિસ્તાર તરફ જવું ફરજિયાત હતું પરંતુ બધી જ અસ્થિ વિષયક ક્ષતિ ધરાવતા લોકો રક્તપિત પીડિત લોકોના પુનર્વસન માટે સાબરકાંઠામાં નિવાસી સંસ્થાઓ શરૂ થઈ વિકલાંગજનોની વધુ સંખ્યાને ધ્યાનમાં લેતા સેવાલક્ષી કાર્યક્રમની આવશ્યકતા inside આંતરદ્રષ્ટિ ધરાવતા દિવ્યાંગ નેતાઓના નેતાઓમાં જન્મી જેને પરિણામે આરંભમાં અન્ય ટ્રસ્ટીઓને નિવાસી સંસ્થા ઊભી કરવાને બદલે સમાજને આ પ્રક્રિયામાં જોડવાને કારણે થોડો વધારે શ્રમ સમય અને શ્રમ બંનેમાં ગયા. આ દિવ્યાંગ નેતાઓ એ સમજુ સર્વાંગી સંપન્ન મિત્રોની મદદથી હિંમત ગુમાવ્યા વિના સામે પ્રવાહે કરી જાગૃતિ લાવી કાર્યક્રમો ચાલુ રાખી જે પુનર્વસન દિવ્યાંગ સૃષ્ટિ જિલ્લામાં જોઈ તેનું અનુમાન પણ એક જમાનામાં કલ્પના તીર્થ હતું તે આજે નકર વાસ્તવિકતા છે યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય હોવું વિકલાંગ વ્યક્તિઓના માટેના કમિશનર તરીકે વિકલાંગજનનું હોવું એમ એ પીએચડી જેવી પદવીઓ પ્રાપ્ત કરી દિવ્યાંગજનનું પ્રાધ્યાપક શિક્ષક તરીકે નિમાવવું સ્વરોજગારમાં સક્રિય બનવું આ દિશાના સિદ્ધિ સિદ્ધિ શિખરો જ ગણી શકાય આ પુનર્વસન સાથે મહિલાઓ સાથે પુરુષોમાં પણ જે નેતૃત્વના વિકાસનો વિસ્તાર થયો એણે સિદ્ધ કર્યું કે સંસ્થાઓ પ્રવૃત્તિઓ શાશ્વત છે ભલે વ્યક્તિગત નેતાગીરી બદલાતી રહે સરકારી અનુદાનનો પછીથી આ પ્રવૃત્તિ માટે મળ્યું પરંતુ એક્સપામ ઇન્ડિયા મુંબઈના ધનપતિઓ અને દિવ્યાંગજન વાલીઓએ કાર્યની શરૂઆત જિલ્લાના ઈડર, પ્રાંતિજ, હિંમતનગર, ખેડબ્રહ્મા, ભિલોડા, માલપુર અને

મેઘરજમાં કરી જેનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ, આ માટે લોયર્સ માનદ્ કામ કરતા સંચાલકો સાથે આ કામનો પ્રવૃત્તિ તરીકે વેતન અને સેવા ભાવ સાથે કરતા ફિલ્ડવર્કસ સુપરવાઇઝર્સ અને પ્રવાસી અધ્યાપકોને સિમિત જાગૃત સમાજ અને વાલીઓને આપવો જ રહ્યો. માધ્યમોએ પણ તેની અવારનવાર નોંધ કરી લીધી એટલું જ નહીં પરંતુ પુનર્વસીત વિકલાંગજનોએ તેમના કર્મચારી વર્ગની સેવાઓને તેજસ્વી પરિણામો સાથે વધુ સફળ બનાવી સાથે સાથે આ માટે કામ કરતા કર્મચારીઓને રાજ્ય અને રાષ્ટ્રના પુરસ્કારઓ પ્રાપ્ત થયા.

નાટક, ગરબા, ક્રિકેટ, ફૂટબોલ, કોમ્પ્યુટર અને જુડો તથા કરાટે ની પ્રવૃત્તિઓ સાથે દિવ્યાંગજન ને જોડી સમુદાય આધારિત દિવ્યાંગ પુનવર્સનનો એક જમાનામાં કલ્પનાતીર્થ લાગતો ખ્યાલ આજે નક્કર વાસ્તવિકતામાં ફેરવ્યો તે સંભવ નહીં પણ ચમત્કારી ઘટના તો કહેવાય જ આ પુનર્વસન સિદ્ધ દિવ્યાંગજનો સાથે બહુ દિવ્યાંગ જનોના વૈવાહિત કુલર વસંત વિવિધ પ્રવાસોના આયોજનમાં સમાજને જોડવો અમારી દ્રષ્ટિ બાધી સુ શિક્ષિત હોમ મેનેજમેન્ટની તાલીમ મેળવેલ દીકરીઓના સદ્રષ્ટિ જીવનસાથી સાથે સંતાનો સાથે આરંભાયેલો સુખદ સંસાર આ પ્રક્રિયાના પરિણામે છે પાછલી વયે કે લગ્ન બાદ દિવ્યાંગતા આવવા સાથે વ્યક્તિઓ નાસીપાસ ન થાય તે રીતે તેમનામાં આત્મવિશ્વાસ જગાવી જરૂરી તાલીમ આપી તેમને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ લાવી એમને અન્ય સંસ્થાઓ સાથે સાંકળી એક કપરું લાગતું કામ આસાન બનાવી દિવ્યાંગ વ્યક્તિઓને તો લાભ કર્યો જ છે પણ આમ સમાજનો બોજ પણ હળવો કર્યો આવી વ્યક્તિઓના આર્થિક પુન : રચન માટે સ્વરોજગાર લોન પ્રાપ્તિમાં આપણી નાણાં ધીરજી સંસ્થાઓને જોડી તેમના ચાલુ વ્યવસાયમાં તેમનો દિવ્યાંગતા પ્રાપ્ત થયા પછી આરંભમાં સમજાવટથી અને જરૂર પડે અદાલતનો આશરો લઈ પુન : સ્થાપિત કરવાનું કામ પણ સમાજના સાથ વિના શક્ય ન બની શકે મેન્ટલીઈલ મિત્રોને ચકાસણી અને તબીબી સહાયની યોજના સાથે તેમની માનસિક બીમારી દૂર થતા આર્થિક સહકારનું કામ જાગૃત સમાજના સહકાર વિના દુષ્કર છે તેવા દાખલાઓ પણ આપણે બંને પક્ષે જોયા

ભારતીય સંસ્કૃતિ ‘ જીવો અને જીવવા દો ’ તથા બહુ જન સુખાય અને બહુજ લાભાય નો સિદ્ધાંત દિવ્યાંગજનોને પણ સંસ્થાએ સમાજના સહકારથી લાગુ પાડી હું માનવી માનવ થાવ તો ઘણું એ પંક્તિઓને હકીકતમાં સિદ્ધ કરી છે. ચાલો આપણે સૌ ભેગા મળી આપણા આ ઉમદા કર્તવ્યને ચાલુ રાખી માનવતા તરફથી શિવત્વની પ્રાપ્તિમાં વૈષ્ણવજન તરીકે જોડાઈ આપણું ઋણ અદા કરીએ.

‘ ભાસ્કર મહેતા ’