બાહોશ અમારો તાત/મનન, ઝરમર, હર્ષ

અમે ત્રણ મનન, ઝરમર અને હર્ષ અમારા મા-બાપનાં જન્મેલાં સંતાનો. મનન અને ઝરમર અમે બે ભણ્યા, પરણ્યા અને પપ્પાને દાદા-નાના પણ બનાવ્યા. હર્ષ હજુ ભણે છે. અમારા શૈશવથી અમારા પપ્પાના અંધત્વથી અમે ધીરે ધીરે પરિચિત થયા. પિરણામ એ આવ્યું કે નાનપણથી ઘરે આવતા અંધ વ્યકિતઓ સાથે અમારી આત્મીયતા કેળવાઈ પરિણામે અંધત્વને કારણે ઉભી થતી જુદાઈ બાળપણથી આજદિન સુધીમાં ગાયબ થઈ ગઈ.

અમે ઘણીવાર મમ્મીને પુછીએ “પપ્પાને દેખાય નહિ તો પપ્પા આ બધુ કરે કેવી રીતે એમને બ્રેઈલ લખતા-

વાંચતા જોયા. નાનપણથી એમને દાઢી કરતાં વાર લાગે પરંતુ વાગે નહિ.”

અમે ભણવામાં પ્રમાણમાં તેજસ્વી રહ્યા અમને તેઓ કરકસર કરી ભણાવે. અમને અવાર-નવાર તેમના ભૂતકાળની વાત કરે અમે નસીબને વાતચીતમાં આડું લાવીએ ત્યારે તે મૂંગા રહે પણ પછી અમને ખરી- ખોટી પણ સંભળાવે એ તેમના અંધત્વની અકળામણ અને અમારા પ્રત્યેની ભાવુકતા. અમને બહુ જુજ ચૌદમું રતન દેખાડે પણ કોઈ નજીકનું સજન તે દેખાડતું હોય તો તેનો વિરોધ કરે. અમે આગળ વધીએ તેવું તે ઈચ્છે તે તેમના પિતૃપણાની ભાવુકતા કહેવાય.

કપડાં, કોસ્મેટીક, બુટ વગેરેનાનો તેમને કોઈ શોખ નહિ પણ જરૂરીયાત મુજબના છુટકે તેઓ આવક હોવા છતાં સસ્તી કિંમતે લાવે, લાંબો ગાળો ચલાવે, તે તેમના કરકસરનું અને અમારા માટે કંઈક એકત્રીત કરવાની ઈચ્છા નથી તો શું છે?

નર્યા આદર્શવાદ પ્રત્યે દોરવાના બદલે અમને જીવનની વાસ્તવિકતા અને અનુભવ સાથે મેળવીને કયારેક ગુસ્સે થઇને તો ક્યારેક શાંતિથી ઉપદેશે. પણ પાછળથી સમજાય હિત અમારું તેમાં છે. વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી અમને સારા શબ્દો અને જરૂર પડે ત્યાં અપશબ્દોનો પ્રયોગ પણ કરતા.

અમને ચલાવી લેવાનું કહે અને જરૂરીયાતમંદ તેજસ્વી લોકોને અને આર્થિક સંકળામણવાળા લોકોને બદલાની અપેક્ષા વિના સહાય કરે તે તેમના પરોપકાર અને પ્રતિષ્ઠાના ગુણ અમને સ્પર્શી જતા. પણ આવા બધા તેમને જીવનમાં ઉપયોગી થાય અમારા પ્રસંગોમાં ભાગીદાર બને ત્યારે પપ્પાનું આ પરોપકારી વલણ અમને ફળતું લાગે.

વિકલાંગ પુર્નવસનના કાર્યમાં ઘર, પોતાની તબિયત, સમય વગેરે જોયા વિના તેમનું મુસાફરી સાથે પ્રસન્નચિતે મથ્યા રહેવું એ અમને એમની વધુ પડતી ભાવુકતા લાગતી. અમે ટોકીયે પણ ખરા પણ પપ્પા તો ઠેરના ઠેર. હોસ્પિટલમાં

પણ સલાહ આરામની હોય છતાં કચેરીનું કામ મંગાવતા. પપ્પા માટે લાગણીશીલતા સાથે ગુસ્સો આવે અને ક્યારેક તો તે લાવનાર મિત્રોને સખત શબ્દોમાં કહી પાછા વાળતા. પણ તેમને એવોર્ડ, પરિષદોના નિયંત્રણ, વિદેશ યાત્રાઓની તક પ્રાપ્ત થતી જોઈને એમ લાગે કે તેમની આ કામ પાછળની ભાવુકતા યથાર્થ છે.

અમને ભણવામાં, વિષય પસંદગીમાં, નોકરીની પ્રાપ્તીમાં કે જીવનસાથીની પસંદગીમાં અમારા પપ્પા ક્યારે

અવરોધક નથી બન્યા. મોટે ભાગે પોષક બન્યા છે. તો ક્યારેક મેરી ભી ચૂપ ઔર તેરીભી ચૂપ જેવું રાખ્યું છે.

હરહંમેશા હસતા અમને હસાવતા અમારી સાથે તોફાન, મસ્તી કરતા તેમના પુત્રવધુ, જમાઈ કે વેવાઇ સાથે

આત્મીયતા કેળવી તેમના અતિથી સત્કારમાં પણ ક્યારેક વધુ ઉત્સાહી દેખાય પણ આ તેમની માનવ સહજ વિશેષતા સમજે તો સમજાય કે આનામાં મોટાભાગના મિત્રોના મનમાં તેમજ હૃદયમાં તેમના પ્રત્યેનો આદરભાવ અને આત્મીયતાનો ભાવ છલકાય કે, કમાયા તેટલું ઉડાડવાની વાતનું તેમજ ભવિષ્ય માટે બને તેટલું બચાવવાની વાત કરતા પપ્પા અત્યારે ઈડરના વાણીયા લાગે પણ આર્થિક સલામતી, વધતી મોંધવારી, ભાવીના આકસ્મીક ખર્ચને પહોંચી વળવાની આ બચતમાં સૌની ક્ષમતાયે વિચાર કરીએ તો સ્પષ્ટ જણાય કે પપ્પા આવશ્યક ખર્ચ અને જરૂરી બચતના હિમાયતી છે અને તે પણ અમારા સુખદભાવી માટે.

અમારી સાથે ખુલ્લા મને મિત્રતાથી વાત કરતા પપ્પા ક્યારેય અંધ હોય કે પપ્પા હોય તેવુ લાગતું નથી આજ તેમના સંતાન પ્રેમનું જવલંત ઉદાહરણ છે. તેમની માતૃભક્તિ અને ભાતૃભક્તિ જોઈ ક્યારેક તેમની પરિવાર ભક્તિની ભાવુકતા માટે એટલે આદર્શ થાય કે કૌટુંબિક એકતા માટે તેમની મહેનત અમને પણ પારિવારીક એકતાનો સંદેશ આપે છે.

અમને અમારી ઈચ્છા મુજબ આત્મવિશ્વાસથી પોતાનો નિર્ણય પોતે લઈ સૌના હિતમાં જીવવાની જે તાલીમ

આપી તથા અમે પરિપકવ ન થયા ત્યાં સુધી કે તે પછી તેમનાં બન્ને વચ્ચેના કે પરિવારના વિપરીત અસરકરતા તત્વોની અમને વાત ન કરી. અમારું કુટુંબ વાત્સલ્ય યથાવત જાળવી રાખ્યાનું અમને ગર્વ છે. અમને લાગે છે કે અમારા પપ્પા-મમ્મી જે કરે છે તે કરવાનો આગ્રહ રાખે છે. અમારી સ્વતંત્રતાને વધુ પડતી અંકુશીત પણ નથી થવા દેતા જરૂર પડે અમારા જેવા થાય છે અમને તેમના જેવા બનાવવા માટે અમારા બાળકો માટે તે બન્નેનો પ્રેમ વ્યાજબી હોઈ તે ખૂબ સ્વાભાવીક છે. અમારા બાળકો માટે તેમના દિલમાં લાગણી છે. તેમની લાગણીમાં અંધત્વ વચ્ચે નથી આવતું એટલું જ નહિ અમારા બાળકો પણ

તેમને એટલો જ પ્રેમ આપે છે. એટલે તો કાલી-કાલી ભાષામાં તેમને એકવચનમાં સંબોધે છે, અને તેમને સૌને આ ગમે છે. અંતમાં એટલું જ કહીએ સ્વભાવગત વિશેષતાઓ, મર્યાદાઓ, આચરણ, અમલીકરણની દ્રષ્ટિએ અમારા પપ્પા અંધ છતાં ભણેલ, અનુભવી અને પ્રતિષ્ઠા સંપન્ન હોઈ અમારા માટે પ્રેમાળ હોય, અમને ક્યારેય તેઓ અંધ નથી લાગ્યા. અમારા સંબંધમાં અંધત્વ એ તીરાડ નથી પાડી અમે તેમના સારથી પણ બન્યા. નવમીવાર તેઓ જ્યારે વિદેશ ઝરમરના ઘરે ગયા ત્યારે તેમને જણાવેલ “બેટા ઝરમર તે અમને લંડન બતાવ્યું અમે તેને પુરું ભારત પણ ન બતાવ્યું.” છે ને તેમની આ મજાક કરવાની આવડત. અમારી જો કે આવડત ન હોવા છતાં અમારા આગ્રહથી લગ્ન પ્રસંગે ડાન્સ કરતા, પપ્પાની કલાની વાત કરીએ

કે કાવ્યમય સંગીતમાં અમારી સાથે તેમની મજાક યાદ કરીએ ત્યારે એમ કહેવાનું મન થાય કે, બાહોશ અમારો તાત તે પણ અમારી મમ્મી સાથે.

અજ્ઞાત