“પ્રજ્ઞાચક્ષુ પ્રાધ્યાપક”

મારા વિચારોની પ્રસ્તુતિ, સ્વ. આચાર્ય વસાવડા ના ભત્રીજા ભાસ્કર સાહેબ મહેતા ઈડર કોલેજમાં જોડાયા ત્યારે ભાસ્કરભાઈનાં પિતાશ્રી યોગેન્દ્રભાઈ વિશે તેઓ વાત કરતા કે, એક ખૂબ જ ઉદારદીલ અને ગરીબો પ્રત્યે સાચા અર્થમાં કરૂણાની મૂર્તિ હતા. તેઓ AMTS માં થી પગાર લઈને ઘેર પહોંચે ત્યારે રસ્તામાં ગરીબોને પગારની રકમ વહેંચી ને થોડી ઘણી રકમ સાથે તેઓ ઘેર પહોંચે. ભાગ્યે જ જોવા મળતા મહામાનવ પિતાના પુત્ર ભાસ્કરભાઈ સાચા અર્થમાં માતા પિતાના નામને રોશન કર્યું છે. વિકલાંગો પ્રત્યે તેમણે કરેલી કામગીરી બેનમુન અને નોંધનીય છે.

ઇડર કોલેજમાં તેઓ મારા સહૃદયી મિત્ર છે. કોલેજમાં સેનેટ મેમ્બરની રસાકસી ભરી ચૂંટણીમાં સૌ મિત્રોના સહકારથી સફળ થયા. યુનિ.માં વિદ્યાર્થીઓના અને અધ્યાપકોના પ્રશ્નોની સુંદર રજુઆત કરતા. અધ્યાપક મંડળના પ્રતિનિધી તરીકે તેઓની કામગીરી પ્રસંસનીય રહી છે.

વિકલાંગની પ્રવૃત્તિઓની સાથે કોલેજમાં તેમનું કર્મ સારી રીતે બજાવ્યું છે. વિદ્યાર્થીઓનાં ખૂબ જ મોટો વર્ગનાં તેમને ખૂબ જ સુંદર રીતે વર્ગો લીધા છે. વિદ્યાર્થી વર્ગમાં ખૂબ જ ધ્યાનપૂર્વક શાંતિથી અને રસપૂર્વક પ્રો. ભાસ્કર મહેતાના વ્યાખ્યાનને સાંભળતા હતા. હાજર જવાબી ભાસ્કરભાઈ પ્રશ્નોના સુંદર રીતે પ્રત્યુત્તર આપે, કારણ કે વિષયનું ઊંડુ જ્ઞાન ધરાવે છે કોલેજમાં ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પણ તેઓ એ બજાવી છે.

નોકરીના ગાળામાં તેઓશ્રીએ,

(1) પુરૂષોત્તમ પટેલ રોટરી કમ્યુનીટી સર્વીસ એવોર્ડ.

(2) રૂસ્તમજી મેરતાનજી અલ્પાઈવાલા એવોર્ડ.

(3) સ્વ. જગદીશ પટેલ પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા પારિતોષિક

(4) શ્રી બાબુભાઈ એ બાબવાણી પ્રેરણા એવોર્ડ.

(5) સ્વ. કાનજીભાઈ જે. પોપટ સ્મૃતિ પારિતોષિક

આ ઉપરાંત IFB એવોર્ડ, UGC એવોર્ડ, ઈડર રોટરી એવોર્ડ, લાયન્સ એવોર્ડ સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન થયાનું સ્મરણમાં છે. તદુપરાંત બેંગકોક, નેધરલેન્ડ, ઢાકાની આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પણ તેઓ પોતાની રજા મૂકી ગયાનું જવાનું મારા સ્મરણમાં છે. રાષ્ટ્રીય પરિસંવાદો, રાજ્ય પરિસંવાદોમાં જવાને કારણે મુસાફરી પ્રશ્ન થઈ ગયેલ પ્રો. ભાસ્કર મહેતાને કોલેજે આ કામ માટે સહકાર કર્યો છે. પરિણામે તેઓ NAB ગુ. ર. શાખામાં સચિવ અને NAB India માં કારોબારી સભ્ય થી પ્રથમ ઉપાધ્યક્ષના હોદ્દા સુધી પહોંચી શક્યા છે.

કોલેજમાં એક સફળ પ્રજ્ઞાચક્ષુ અધ્યાપક તરીકે રહેલ છે. સાબરકાંઠા-રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તેમને અંધભાઈઓ માટે Door to Door નાં શિક્ષણના નવા અભિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક નવો અધ્યાય ઉમેરેલ છે. વિદેશોમાંથી પણ આ પ્રયોગનો અભ્યાસ કરવા વિદેશીઓ ઈડર સુધી આવેલ છે.

આવા બહુમુખી પ્રતિભા સંપન્ન ભાસ્કરભાઈ ને હજુ સિધ્ધિના નવા શિખરો સર કરે અને વિકલાંગો માટે હજુ વધુ કાર્યો તેમના હાથે સંપન્ન થાય તે માટેની મારી હાર્દિક શુભેચ્છાઓ સાથે. ભાસ્કરભાઈની આ સફળતામાં પ્રવિણાબેનનો ફાળો સવિશેષ છે અને તેની પણ સાનંદ નોંધ લઉં છું.

-કા. પ્રિ. પ્રા. નરેન્દ્ર એન. શાહ
ઇડર કોલેજ
પ્રો. ભાસ્કર મહેતાના ષષ્ઠીપૂર્તિ ગ્રંથમાં લેખ લખતાં હર્ષની લાગણી અનુભવું છું.