વર્ષ 1983-84. ઈડર કોલેજમાં સંસ્કૃત વિભાગની શરૂઆત T Y. B. A. માં 12 વિદ્યાર્થીઓ સાથેની અમારી
પ્રથમ બેચ. શ્રી દેસાઈ સાહેબ અને શ્રી શાસ્ત્રી સાહેબ નવા પ્રોફેસરને દોરીને કલાસમાં લાવે છે. પરિચય કરાવે છે. અંતે ઉમેરે છે કે, ભાસ્કરભાઈ અંધ છે. અમે મૂંઝવણમાં પડયા, અંધ વ્યકિત કેવી રીતે ભણાવી શકે? એ પણ કોલેજમાં? પરંતુ આ મૂંઝવણ ઝડપથી દૂર થઈ. થોડીક ક્ષણોમાં જ ભાસ્કરભાઈએ સૌને જીતી લીધાં. ગણત્રીના દિવસોમાં જ તેઓ મારા Friend, Philosopher and Guide થઈ ગયા. એ પછી જે સંગતિ શરૂ થઈ તે અદ્યાવધિ પલ્લવિત થઈ રહી છે.
Class room teaching. અધ્યાપનની ઉત્કૃષ્ટ શૈલી, ઉમદા રીતભાત, છટાદાર વકતૃત્વ, જીવનોપયોગી
હકારાત્મક વલણ, વિદ્યાર્થીઓને પ્રેરક સતત Live Personality... આ બધું વિદ્યાર્થીપ્રિય અધ્યાપક તરીકે ભાસ્કરભાઈને મૂઠી ઊંચેરા સિદ્ધ કરે છે. બહુ ઝડપથી ઈડર કોલેજ અકાશે આ ‘ભાસ્કર’ ઝળહળવા માંડયા.
ઈડર કોલેજનો એ સુવર્ણયુગ. સ્વનામધન્ય આચાર્યશ્રી હરિહર શુકલના નેતૃત્વમાં શિક્ષણ અને શિક્ષણપૂરક પ્રવૃત્તિઓ પૂરજોષમાં ચાલે. N.S.D. કલાકારોનો કાફલો પણ આવેલો. અનેકવિધ પ્રવૃત્તિઓમાં ભાસ્કરભાઈની આગવી પ્રતિભા વિશિષ્ટ રીતે ઉપસી આવી.
નવા સવા ભાસ્કરભાઈને ઈડર કોલેજની ભૂગોળ પરિચિત ન્હોતી. સ્ટાફરૂમથી કલાસરૂમ સુધીના આવાગમનમાં હું સારથી બનું ‘સ્ટીક’ તો રાખે જ નહી. લાવવા-લઈ જવાના સમયમાં હું વધારે પ્રભાવિત થયો. એમનો Spirit અને Passion મારા પર છવાઈ ગયા. એ સમયે વિદ્યાર્થીઓ તેમની સામે આશ્ચર્યથી જોઈ રહેતા. માર્ગદર્શક બનવામાં વિદ્યાર્થીઓ અને ક્યારેક અધ્યાપકોમાં પણ સંકોચ નીહાળ્યો હતો!
અધ્યાપન સમયે વર્ગમાં અંગ્રેજી-સંસ્કૃત ધારાપ્રવાહ બોલે, બ્રેઇલલીપી ઉકેલે, વિષયને મઠારે, વર્ગમાં વિષય ઉપરાંત અનેકવિધ ક્ષેત્રોને આવરી લઈને મૂળ વિષયને પ્રાસાદિક શૈલીમાં રજૂ કરતા ભાસ્કરભાઈની
સ્મૃતિ અમીટ છાપ ધરાવે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અધ્યાપન કરાવતાં ન કેવળ ધાર્મિક પણ સાહિત્યિક, સાંસ્કૃતિક, રાજકીય અને સાંપ્રત ઘટનાઓને સાંકળી લે. નવીન અર્થઘટનો રજૂ કરે. વર્ગખંડમાં Two way Traffic રહે. વિદ્યાર્થી પણ પોતાના વિચારો રજૂ કરે, એવો એમનો અભિગમ આગ્રહ રાખે.
સંસ્કૃત વિભાગને પ્રગતિશીલ બનાવવામાં એમનો અનન્ય ફાળો રહ્યો છે. વિદ્યાર્થીઓને ઘરે આમંત્રિત કરવા, પીકનીકનું આયોજન ગોઠવવું, પુસ્તકાલય તરફ અભિમુખ કરવા.... આ બધું અમારા માટે નવીન હતું. એ રીતે એમણે અમને, અમારી કારકીર્દિને ઓપ આપ્યો.
T. Y. B. A. માં અભ્યાસ કરતાં મારામાં અધ્યાપક બનવાનું સપનું તેમણે Motivate કર્યું. સતત પ્રોત્સાહિત કર્યો. દક્ષા ઠાકર (કડિયાદરા) અને હું પ્રથમવર્ગમાં ઊત્તીર્ણ થયા ત્યારે એમના આશીર્વાદ લેવા ગયેલો. એમના ચહેરા પર આનંદ છલકાતો હતો. લગભગ ભેટી જ પડેલા. ભાષા ભવન, ગુજ. યુનિ. અમદાવાદ જવા
સૂચવ્યું. M. A. થઈને અધ્યાપક બનવાનું સપનું સાકાર થયું, એની પાછળ ભાસ્કરભાઈ જેવું પ્રેરણાદાયી વ્યકિતત્વ રહેલું છે.
સંસ્કૃત વિભાગ, ઈડરમાં અધ્યાપકની જાહેરાત આવેલી. ત્રણવાર ઇન્ટરવ્યૂ થયેલા. મારી નિયુકિત ન થવાથી ભારે નિરાશ થયેલો. આ અંગે રોષ ઠાલવતો પત્ર લખેલો. અલબત્ત, બીજા જ વર્ષે ખેડબ્રહ્મા કોલેજમાં મારી નિયુક્તિ થયેલ. જ્યારે ભાસ્કરભાઈને મળ્યો ત્યારે બહુ જ સહજતાથી એ ‘શલ્ય’ મારા મનમાંથી દૂર કરી દીધું. અમે બંને ત્યારે હળવાશ અનુભવતા હતા .
સંબંધ વ્યવહાર ઉષ્માભેર જાળવવો ભાસ્કરભાઈ પાસેથી શીખવા જેવો છે. મારા લગ્નપ્રસંગે હાજરી આપી, મારા યુવાન સાળાનું અકસ્માતે અવસાન થયેલું. ત્યારે સમય લઈને અમને આશ્વાસન આપવા ઘરે આવેલા. મારા પિતાશ્રીના નિધનના ખબર મળ્યા, ત્યારે કમિશ્નર જેવી વ્યસ્ત જવાબદારી વચ્ચે પણ મને ફોન કરેલો. આ વિલક્ષણતાઓ જ દર્શાવે છે કે ભાસ્કરભાઈનું વ્યકિતત્વ અજોડ છે.
ગુરૂ-શિષ્યના અમારા સંબંધમાં ક્યારેય ઓટ આવી નથી. મેં એમને સદેવ પ્રસન્ન મુદ્રામાં જ જેવા, જાણ્યા, અનુભવ્યા છે. અંધત્વ કદાપિ-બાધક બન્યું નથી. એક વ્યકિત આટલા વિશાળ ફલક પર જઈને બહુજનહિતાય સમુત્કર્ષનું આટલું અદ્ભુત કાર્ય કરી બતાવે, તે માન્યામાં આવતું નથી. વિદ્યાર્થીકાળમાં રોજનીશી લખતો હતો. પ્રત્યેક દિને ભાસ્કરભાઈ છવાયેલા છે. અત્યારે જે કાંઈ છું. એમાં એમની કૃપા છે. એકમેવ અદ્વિતીય ભાસ્કરભાઈને આ પીપૂર્ણ પ્રસંગે નિરામય આટલું અદ્ભુત કાર્ય કરી બતાવે, તે માન્યામાં આવતું નથી. વિદ્યાર્થીકાળમાં રોજનીશી લખતો હતો. પ્રત્યેક દિને ભાસ્કરભાઇ દીર્ઘાયુની પ્રાર્થના સાથે વંદન કરું છું.