વિચારું છું કે ક્યારે ક્યા ભવના ઋણાનુબંધ જાગ્યા અને મને મારો લાડકો ભાઈ ભાસ્કર મળ્યો. મારી ઊતરતી અવસ્થાએ મને ભાઈલાને ઓરતા જાગ્યા હતા અને અચાનક ભાઇલો મળી ગયો કે વડું મોટું મારું સદ્ભાગ્ય. એ વર્ષ હતું 2004નું મેં સાંભળ્યું કે ગુજરાત રાજ્યના વિક્લાંગ ડિપાર્ટમેન્ટના કમિશ્નર તરીકે પ્રજ્ઞાચક્ષુ ભાસ્કર મહેતા નિમાયા છે. જે જન્મથી દ્રષ્ટિવિહીન છે. મને ખૂબ જ નવાઈ લાગી કે દ્રષ્ટિવિહીન વ્યક્તિ પોતે જ પરાવલંબી હોય છે એ પરાવલંબીપણું એને ઉત્સાહવિહીન બનાવી દે છે. ત્યારે આ ભાસ્કરભાઈ જે જન્મથી જ દ્રષ્ટિવિહીન છે તે આવડા મોટા ગુજરાત રાજ્યનું અત્યંત જવાબદારીભર્યું વિકલાંગ ડિપાર્ટમેન્ટ સંભાળી શકશે? કેવી હશે આ માણસની આત્મશ્રદ્ધા? જેણે આ પડકાર ઝીલી લીધો છે.
ઇશ્વરે જેને પાંચેપાંચ જ્ઞાનેન્દ્રિયો ક્ષતિવિહીન આપી છે, શરીર અખંડ આપ્યું છે એને પણ જીવનમાં ક્યારેક
સંઘર્ષ કરવાનો આવે છે ત્યારે હાંફી જાય છે, હતાશામાં ગરકાવ થઇ જાય છે. ભગવાનમાંથી શ્રદ્ધા ગુમાવી બેસે છે અને જીવનમાંથી જાતમાંથી રસ ગુમાવી બેસે છે. જીવતે જીવત એ ક્ષણેક્ષણ મરતો જાય છે.
ત્યારે આ ભાઇ તો યાહોમકરીને વહીવટીક્ષેત્રમાં કૂદી પડે છે અને રાજ્યભરના વિકલાંગોનું હિત જોવા કટીબદ્ર
છે. “May what come” હમગભરાનેવાલે નહીં હૈ.
આજ સુધી વિકલાંગ ડિપાર્ટમેન્ટના કમિશ્નર પદે અનુભવી આઇ.એ.એસ. ઓફિસર બેસતા અને એ જગ્યાએ
ભાસ્કરભાઇ નિમાયા! અને જ્યારે મેં જાણ્યું કે સર્ચ કમિટિએ કેટલાય પ્રજ્ઞાચક્ષુઓની લાયકાતની વિગતો મંગાવી હતી અને એમાંથી ભાસ્કરભાઇનું નામપસંદ થયું હતું. કોઈની ય લાગવગ કે સિફારીશથી એ ઊંચ પદે આરુઢ ન હોતા થયા.
મારી કોલમના વાચકોને આ કર્મવીર ભાસ્કરભાઇનો પરિચય કરાવવા હું ઉત્સુક બની અને સમય લઇને હું એમના ઘેર જઇ પહોંચી. સરકારી અફસરો એમનો દમામબતાવવા મોટા ભાગ મુલાકાત માટે એમની ઓફિસમાં બોલાવે, પણ ભાસ્કરભાઇ બધાથી અલગ નીકળ્યા એમણે મને ઘેર બોલાવી. અને ત્યાંય હું
આશ્ચર્ય ચકિત થઇ ગઇ. કોઇપણ ઔપચારિકતા નહિ, સંપૂર્ણ હેતભર્યો ખુલ્લા દિલનો આવકાર. ભાસ્કરભાઇનું
ઘર એટલે પ્રેમથી છલકાતું ઘર. દિવાનખાનાનો એ હિંડોળો ઘડીભર હીંચી લેવાનું મન થાય. હીંચકામાં મારો રસ જોઇ ભાસ્કરભાઇએ હિંચકાની માહિતી આપી. ભાસ્કરભાઇની સરળતા જોઇને મને પ્રશ્ન થયો કે આ માન્નસ વહીવટમાં સંભળાતું રાજકારણ કાવાદાવા અને ઉપદ્રવો વચ્ચે કેવી રીતે રહી શકશે? એમને આ કાંટાળો તાજ માફક આવશે? મેં પૂછ્યું, “કેવું લાગે છે આ પદ?”
તરત ભાસ્કરભાઇ હસ્યા અને ખુલ્લા મનથી બોલ્યા, “અત્યાર સુધી એન.જી.ઓ. સાથે કામકરેલું હવે સરકારી રીતરસમથી કામકરવાનું આવ્યું છે મારે આંખ નથી પણ દિલ અને દિમાગ બરાબર કામકરે છે. વહીવટી કામમાં દિલ અને દિમાગ જોઈએ. કોઈનેય અન્યાય ના થવો જોઈએ હું બરાબર કામ કરું તો બીજા વિકલાંગો માટે દ્વાર ખુલ્લાં થાય.”
આપણા સમાજમાં જે વિકલાંગો સંઘર્ષ કરીને આગળ આવ્યા એમને સમાજે સાથે બેસાડયા પણ બીજા વિકલાંગોને અંડરસ્એસ્ટિમેન્ટ ના કરવા જોઈએ. દરેકે-દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ક્ષમતા તો હોય છે જ ભલે ને એનામાં શારીરિક ખામી હોય પણ એને સગવડ આપી, તક આપો તો એ જરુર આગળ આવશે. મારે
અપ્રિય બનીને પણ લોકોનું શ્રેય સાધવાનું છે. હું તો લોકોને કહું છું, શું કામગભરાઓ છો? શું કામદ્વિધા અનુભવો છો? તમે બોલો, વિવેક અને વિનયથી તમારા પ્રશ્નોની રજૂઆત કરો. તમારો પ્રશ્ન હલ થશે જ “કેવો પ્રબળ આત્મવિશ્વાસ!” તમારા પ્રશ્નો સાંભળવાની જિલ્લામાં કલેકટરોની જવાબદારી છે, તમે તમારા જિલ્લામાં તમારી તકલીફો જણાવો, ગાંધીનગર સુધી તમારે દોડી આવવાની જરુર જ ઊભી ન થવી જોઈએ.
આપણે ત્યાં સમસ્યાઓની રજૂઆત કરવામાં અને લડવામાં બહુ સમય બગડે છે. હું માનું છું કે કવોલીફાઇડવિકલાંગની રાજ્યસભામાં પણ નિમંણૂક થવી જોઇએ. વિકલાંગોને દયાની નહિ ન્યાયની જરુરત
છે.
આવું સાંભળીને મને આ નીડર, નિખાલસ, નિસ્વાર્થ અને ફરજનિષ્ઠ ભાસ્કરભાઇ માટે મને આત્મિયતાભર્યો
આદર જાગ્યો. શોષિત ભાડું માટે કેટલો સમભાવ!
પ્રથમમુલાકાતમાં ભાસ્કરભાઇએ ખૂબ સ્વભાવિકતાથી પોતાના શૈશવની વાતો કરી. તેઓ સરખેસરખી ઉંમરના છોકરાઓ સાથે ગિલ્લીદંડા અને લખોટી રમતા. મેં પૂછી કાઢ્યું, “જોયા વગર શી રીતે રમાય?” (
ભાસ્કરભાઈને નિ:સંકોચ કોઈ પણ સવાલ પૂછી શકાય.)
ભાસ્કરભાઈ હસતા હસતા કહે આજે આપણે જે સ્પેશિયલ ટ્રેનીંગની વાત કરીએ છીએ તે પ્રકારની ટ્રેનિંગ
મારા બાલદોસ્તો મને અજાણપણે આપતા અને તેથી જ મારામાં કોઇ લઘુતાગ્રંથી નથી આવી.. હું તોફાન કરતો, પડી જતો, વાગતું પણ હું ડરતો નહીં. બીજા છોકરાઓ જોઇ શકે છે ને પોતે જોઇ શકતા નથી એ બાબતે તેઓ સભાન ન હતા. તેઓ તોફાની છોકરા તરીકે પંકાયેલા હતા. શિક્ષકોનો માર ખાતા હતા એ વાત પણ એમણે મોજથી કહી.
પોતાની વિકલાંગતાના લીધે ઊભી થતી મુશ્કેલીઓની કોઇ ફરિયાદ એમના મોંએ ન હતી, કોઇ નિસાસો કે સેલ્ફ પીટી ન હતા.
બી.એ. ના ફાઇનલ યરમાં હતા અને એક્યુટ પ્લુરસી થઇ તો ય પરીક્ષા આપી અને પરિણામઆવ્યું ત્યારે કોલેજમાં પ્રથમ હતા.
પોતાના ઘર, કુટુંબ, કેરિયર અને સંઘર્ષની વાત એકદમખુલ્લા મનથી કરી અને એમના કહેવાની રીત પણ કેવી? જાણે વરસો પછી નાના ભાઈને એની મોટીબહેન મળી છે, અને પોતાના પુરુષાર્થની કથા ઉમંગથી એ કહેતો જાય છે. ક્યાંય કશું છુપાવવાનું નહિ દંભ નહિ, દેખાડો નહિ. કેટલા હેતથી મને મોટીબહેનના પદે સ્થાપી અને એ ક્ષણથી મને માત્ર ભાઇ જ નથી મળ્યો પણ પ્રવિણાભાભી અને વહાલી ઝરમર, મનન અને હર્ષ અને પછી તો દિશા અને ફલક તથા માહી માળ્યાં એક ભર્યું ભર્યું પિયર મને મળી ગયું, જ્યાં હું હક કરી શકું. કોઇ ભાગ્યશાળીને આવું પિયર મળે.
મુંબઇના દૈનિક પત્ર ‘મુંબઇ સમાચાર’, અઠવાડિક ‘આરપાર’, માસિક ‘અખંડ-આનંદ’, ‘નવચેતન’ અને ‘શિક્ષણ’ વિષયક મારા પુસ્તકમાં એમના વિવિધ પાસાં વિશે મેં લખ્યું અને હજી તો ઘણું લખવાનું બાકી છે.
પુરુષાર્થ જન્ય પ્રતિભાના સ્વામી ભાસ્કરભાઇમાં તીવ્ર બુદ્ધિ, ત્વરિત નિર્ણય શક્તિ અને સૌનું કલ્યાણવાંછતી ન્યાય બુદ્ધિ છે. તેથી તો તેઓ કહે છે, અંધાપાના અંધકારમાં સામા પ્રવાહે તરીને હું તો ઊંચો આવ્યો પણ બીજાનું શું? એમને મન માનવધર્મ શ્રેષ્ઠ છે. એમણે મુલ્યો કે સિદ્ધાંતો સાથે કદી બાંધ છોડ નથી કરી. માનવહક માટે કાયમલડયા છે. વિકલાંગ ધારો પસાર કરાવવા વીસ વર્ષ સુધી જહેમત ઊઠાવી હતી.
જીવનના સારા માઠા પ્રસંગોની વાત કરતા કરતા એટલી નિકટતા સધાઈ ગઈ કે અમારી વચ્ચે લોહીની સગાઇ નથી એ વાત જ સાવ વિસરાઇ ગઇ છે. વડીલો નાનાને દત્તક લે, મારા નાના ભાઈએ મને દત્તક લીધી છે. હા, પ્રવીણાભાભી તો સાથે હોય જ. બે વર્ષ પહેલાં સ્કૂટરનો મને એકસીડન્ટ થયો, ત્યારે ભાઇએ એમને થયેલા સંખ્યાબંધી એકસીડન્ટોની વાતો એટલી રસભરી વિગતો સાથે કરી કે હું મારા એકસીડન્ટની વાત જ ભૂલી ગઇ. નકારાત્મક વિચારોમાંથી હું બહાર આવી ગઇ.
મારા પતિ ગુણવંત અમેરિકા હતા અને મને એસિડીટીની તકલીફ ઊભી થઇ ત્યારે કહે ડોક્ટર લઇને હું આવુ? કેટલી ચિંતા? ફરજનો ટોપલો પોતાની જાતે સ્વેચ્છાએ ઊપાડી લીધો છે, તે ટોપલો કદી માથેથી નહિ ઉતારે એવો વિશ્વાસ છે. ગુણવંત પરદેશ જાય ત્યારે એરોડ્રોમમૂકવા અને તેડવા જવાની જવાબદારી એમના દીકરા અને મારા ભત્રીજા હર્ષે ઉપાડી લીધી છે. દીકરો હર્ષ પણ કેટલો સંસ્કારી અને સ્નેહાળ! રાત્રે અઢી વાગે ગુણવંતને એરોડ્રોમમુકીને અમે પાછા ફર્યા. ત્યારે મારા દરવાજે મને ઊતારીને જવાના બદલે હર્ષે ઘરમાં આવીને અડધો કલાક મારી સાથે વાતો કરી, વાતાવરણ હળવું બનાવ્યું અને પછી જ ગયા. ગુણવંતને મુકીને આવ્યા પછી હું તદ્દન એકલી, સૂના ઘરમાં માનસિક રીતે ગોઠવાઇ જાઉં માટે અડધો રાત થઇ હોવા છતાં ઘેર ઊંધવા જવાના બદલે હર્ષ મારો ખ્યાલ રાખીને મારી પાસે બેઠો. કેવા ઉદાત્ત સંસ્કાર,
મારો ભાસ્કરભાઇ અને એનું આખું કુટુંબ ઇશ્વરે મને આપેલી અમૂલ્ય ભેટ છે. વાર તહેવારે તેઓ મને રુબરુ મળવા આવે છે ને મને સાડી આપે છે. અને ના કહેવા છતાં સાંભળે તો એ મારો ભાઇ નહિ.
એક વાર મારા દીકરા મરાલને ગાંધીનગરમાં શિક્ષિણવિભાગમાં એક કામહતું. કામખૂબ અગત્યનું હતું. ઝટ પતે એ અતિ આવશ્યક હતું. ભાઇને વાત કરી. એનું એ ખાતું નહિ પણ ભાઇએ ત્વરીત કામઉકેલી આપ્યું. ખોટા વિલંબ અને અન્ય ખર્ચામાંથી મને બચાવી લીધી આવા સમયે ‘આભાર’ કહેવાની જરુર નથી. કહું તો તો ભાઇલો નારાજ થઇ જય. મરાલને એ કાયમ ‘મારો ભાણો’ જ કહે છે. એ અવાજમાં કેટલો ઉમળકો! અને મરાલ તથા પ્રશસ્તિના એ વહાલા મામા છે. હું કોલમિસ્ટ રાઇટર-મારે નિત નવી સ્ટોરી જોઇએ-સાચી અને પ્રેરક સ્ટોરી. મારા વગર કહે ભાઇલા મને જયશ્રી બહેન, માધવી બહેન, સોનલબહેન વગેરેનો પરિચય કરાવ્યો અને મને એમના પુરુષાર્થની વાતો લખવા મળી આજે સમાજને આવી પ્રેરક સત્યકથાની ખૂબ જરુર છે.
ભાસ્કરભાઇની ઇડરની સંસ્થા અને એની કામગિરીથી પણ હું પ્રભાવિત છું. ભાસ્કરભાઇ તદ્દન અનૌપચારિક રીતે વર્તે છે પણ એમનામાં એવી કોઇક ખૂબી છે કે એમના આસિસ્ટન્ટો શિસ્તથી કામકરે છે, દરેકની પાસેથી
એ ધાર્યું કામલઇ શકે છે. એ કોલેજમાં વિદ્યાર્થીઓને પણ કંટ્રોલમાં રાખી શકે છે. વિદ્યાર્થીઓના એ પૂજ્ય અને પ્રિય ગુરૂ છે.
ભાસ્કરભાઇ દેશવિદેશમાં ફર્યા છે, ત્યાંના રમૂજભર્યા પ્રસંગો વિગતે કહીને ગમ્મત સાથે જ્ઞાન એ દેશ પરદેશ જાય ત્યાંથી પરિવાર જનો અને સ્નેહીજનો માટે ખરીદી કરવાનું ભૂલતા નથી. પરદેશથી કોલ કરતાં ખર્ચની ગણત્રી કદી માંડતા નથી.
હેતપ્રેમએમના માટે સૌથી અગત્યની વાત છે અને સાથે-સાથે વ્યવહારિકતા પણ સાચવે છે-ખૂબ ઉદારતાથી સાચવે છે, નિરપેક્ષ ભાવે એ દરેકે-દરેકને પ્રેમથી સાચવે છે. આપણી અપેક્ષા કરતાંય વધારે સારી રીતે મારા
ભાઇલા પાસે અત્યારે ભૌતિક સંપત્તિ છે પણ ભોગ વિલાસ માં રાચવાની એની વૃત્તિ નથી. પોતાનું સમગ્ર જીવન એમણે વિકલાંગોના ઉત્કર્ષને સમર્પિત કર્યું છે છતાં પોતે કંઇક વિશેષ કરી રહ્યા છે એવું અભિમાન
કે દેખાયું કે કામનો તનાવ એમના વાણી વર્તન કે દિલમાં નથી. એ તો સદાબહાર પ્રસન્ન પ્રેમાળ જીવ છે તેથી જ એ બધાને પ્રિય છે. ગુણવંતનો એ પ્રિય સાળો છે. પ્રભુ, એને સો વરસનો કરે હેપ્પી બર્થ ડે.
મહારથી