અદકેરા માનવી

ફેસલા હોને સે પહેલે મૈ ભલા ક્યૂઁ હાર માનું જગ અભી જીતા નહી હૈ મૈં અભી હારા નહી હૂં.

પ્રવાસમાં જેમધર્મ ભળે તો યાત્રા બની જાય એમજીવવાના આરંભે મળેલી અંધત્વની ક્ષતીને નગણ્ય ગણીને

સમાજ માટે એક સિદ્ધીરુપ કામગીરી કરનાર નોખી માટી ના માનવી જેમણે શિક્ષણ ને જ્ઞાન અને ધડતરનું

માધ્યમબનાવી આ માધ્યમે સમાજ સમક્ષ એક સાચા સમાજ સેવક તરીકે પ્રસ્તુત કરી વિકલાંગ શિક્ષક અને સંકલિત શિક્ષણ માટે હંમેશાં ક્રાંતીકારી વિચાર આપનાર અને આ ક્ષેત્રમાં નિષ્ઠાથી સર્વોત્કૃષ્ઠ કામગીરી કરનાર અદકેરા માનવી પ્રો. ભાસ્કર મહેતા.

આજે જ્યારે છઠી પૃષ્ઠી મહોત્સવ ઉજવણી દ્વારા પ્રો. બી.વાય. મહેતાની કારકીર્દી અને કામગીરીને નવાજવાનો વિચાર સમગ્ર વિકલાંગ બાળકોના શિક્ષણ કાર્યનું કૃતજ્ઞ કાર્ય છે.

વિકલાંગ બાળકોના શિક્ષણની શરુઆતની સફરથી આજદીન સુધી શ્રી બી. વાય. મહેતા થકી વિકલાંગ બાળકોના સકારાત્મક વિકાસ માટે અનેકવિધ પ્રયત્નો કરાવાયા. જે પ્રયોગના રુપે ખૂબ સફળ અને નમૂનારુપ રહ્યા છે.

અહીં ખાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણ પ્રાંજક થી સર્વ શિક્ષા અભિયાન અને આજે મિશન સુધી સાબરકાંઠાના

વિકલાંગ બાળકોના શિક્ષણ માટે આપશ્રીનો સારા માર્ગદર્શક તરીકે વૈજ્ઞાનિક અભિગમરહ્યો છે.

યોજના દ્વારા તકવંચિત છેવાડાના ઉપેક્ષિત તાલુકા ઘર અને ગામડાઓમાં વિકલાંગ બાળકોના Heat to Heart અને સંલગ્ન સમુદાયના Hut to hut સુધી વિકલાંગ બાળકોની શૈક્ષણિક તથા સામાજીક પુનઃવર્સનની કામગીરીમાં જિલ્લો મોખરે રહ્યો છે.

જિલ્લાના BRC-CRC મુખ્યશિક્ષકશ્રી વિવિધ યોજના ના પ્રતિનીધીઓ વિકલાંગ બાળકો વિક્લાંગ બાળકોના વાલીઓ સંલગ્ન શિક્ષણ આલમને આપશ્રી સતત યોજનાની અનેક વિધ કામગીરીમાં આપના સમયનું

બલીદાન આપી યોજનાની વિકાસની પગદંડીમાં દિશાસૂચક કામગીરી કરતા રહ્યા છો.

અમારા જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રા.શિ. જી. એમરબારી અને કાર્યરત ડી.પી.ઇ.ઓ. પી. એફ. પારગી આપની

યોજના સાથેના નિકટત્તમસહયોગ તેમજ આપની તલસ્પર્શી કામગીરીને બીરદાવેલ છે.

જિલ્લાના આઇ. ઇડી. વિભાગ સાથે આપની ચિરસ્મરણીય કામગીરી સર્જનાત્મક યોગદાન વિષયક વાતને

અમારા રાજ્યના ડાયરેકટરશ્રી આરતી કરવર મેડમતથા એ.ડી. ડાયરેકટરશ્રી એમ. એન. ભાડ તેમજ સ્ટેટ

આઇ.ઇ.ડી. કો. રાજેશ મીસ્ત્રી દ્વારા અનુમતી સાથે શુભેચ્છાનો સંદેશ મળ્યો.

સાબરકાંઠામાં વિક્લાંગ બાળકોની વાતની જનજાગૃતિ વિષયક કાર્યક્રમોને સામાન્ય માનવી સુધી સંવેદના

પહોંચાડી આ કામગીરીને સમજાય તેવું પ્રત્યાપન કરયું હોય તો બી.વાય. મહેતાના નમૂનારુપ માર્ગદર્શન થકી શક્ય બન્યું.

વિકલાંગ બાળક શાળા એ ઓળખાતુ થાય સામાન્ય બાળક અને વિકલાંગ બાળક વચ્ચેની ભેદરેખા ભુંસાતી

જાય વિકલાંગ બાળકને નેતૃત્વ મળે, વિકલાંગ બાળકોને વધુ થી વધુ સામાન્ય બાળકો જેવા લાભો મળતા રહે, વિકલાંગ બાળકોને ઉપયોગી સાધનો મળતા રહે, ગુણવત્તા અભિવૃદ્ધિ શિક્ષણના નવા પ્રયોગો વિકલાંગ બાળકના વર્ગમાં સ્પર્શતા રહે છે. અહીં સાંપ્રત પ્રવાહો સાથે પહેલાં સર્વ શિક્ષા અભિયાન અને હાલ જીવંત યોજના સાથે બાળક વર્ગમાં ગામમાં સમાજમાં વિકસતુ રહે તે માટે યોજનાની પ્રવીધીઓમાં આપશ્રીનું સૂચન પણ સરાહનીય બની રહે છે.

આજે વિજયનગર અને ખેડબ્રહ્મા જેવા દુરવર્તી વિસ્તારમાં અમારી યોજનાની સાથે-સાથે આપે ડુંગરા ખુંદી-ખુંદીને શાળાઓ સુધી જાતસંપર્ક કર્યો છે. જ્યાં વિકલાંગ બાળકનું ફક્ત હોવા પણુ ન જણાય પણ વિકલાંગ બાળકનું સ્થાઇકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણની પૂરક કામગીરીમાં આપણે સૌ એ અથાક દોડ લગાવી છે.

જિલ્લાના વિવિધ પક્ષોના સાંસદ, ધારાસભ્યો, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, વિવિધ પાંખના દૈનિકના પત્રકાર મિત્રો વિવિધ સંસ્થાઓને વિકલાંગ બાળકોના સૌહાર્દમય એજ મંચ ઉપર રાખવાના નમ્ર પ્રયાસો જિલ્લામાં થયા જેમાં આપનો સહકાર અચૂક મળી રહ્યો. આ તમામવિશેષ સમાજ સેવાકો દ્વારા વિકલાંગ બાળકોની આગવી ઓળખ પ્રસ્થાપીત થાય તેમના અવાજ ને મંચ મળી રહે. આજના શિક્ષણની દશા

અને દિશામાં સુધારો આવતો રહેવાના પ્રયાસોમાં અમારી જોડે સર્વ શિક્ષા અભિયાન મિશનની કામગીરીમાં

અગ્રીમહરોળમાં રહ્યા છો.

સફળ વિકલાંગોને પોરસાવવાનું કાર્ય તેમજ ઘણા વિકલાંગ બાળકોના કાયમપ્રણેતા રહો છો. એ

આપના સંવેદનશીલ કર્મક સ્વભાનની તાસીર છે.

સામાન્ય શાળાના શિક્ષકો BRC-CRC ના જિલ્લાના તાલુકા અને જૂથ કક્ષાના સર્જનાત્મક કાર્યક્રમો તથા

વિકલાંગ બાળકોને અનુલક્ષીને યોજતી કામગીરીમાં હાલ આપ ચાવીરુપ કામગીરી કરી રહ્યા છો.

જિલ્લામાં સર્વશિક્ષા અભિયાને હંમેશાં વિકલાંગ બાળકો માટે સર્જનશીલ કામગીરી કરી છે. જેમાં અવનવા

પ્રયોગો થયા જે સફળ રહ્યા, જિલ્લામાં વાંચન, લેખન, રીડીંગ, રાઇટીંગ એનાઉસીંગ BRC-CRC તાલીમમાં

ગુજરાતના મૂર્ધન્ય કવીઓ, લેખકો, પત્રકારો દ્વારા તાલીમ, જનજાગૃતિ માટે ડોક્યુમંજુરી ફીલ્મકે ડોક્યુમેન્ટ્રી અહી આપની હાજરી તથા કોર કમીયેમાં આપની સામેલગીરી યોજનાના વિકલાંગ બાળકોની શૈક્ષણિક કામગીરીમાં આપ ઉપયોગી નિવડયા છો.

જિલ્લાના તમામકલસ્ટરમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી થાય, સફળ વિકલાંગ બાળક પોતાના અનુભવોની વાત કરી ત્યાં આપની પ્રત્યેક કલ્સ્ટરની ઉજવણીમાં હાજર હોય. પ્રેરણા માર્ગદર્શક સંદેશ હોય, એ અમારા વિશિષ્ટ ક્ષેત્ર માટે આપની રહેલી હાજરી ખૂબજ સકારાત્મક પરિણામો મેળવી રહી છે.

૪થી જન્યુઆરી કે 3 જી ડિસેમ્બરે જિલ્લાકક્ષાએ વિકલાંગ બાળકો સમુદાયોને ઉપસ્થિત રાખી એક અઘરો

પરંતુ સફળ પ્રયોગ જિલ્લા દ્વારા થાય છે. જેમાં રજુ થતાં સંવેદનશીલ વિષયો ની અસર એ રહેલી છે, કે આજે અમારા વિજયનગર તાલુકાના એક વય વિકલાંગ બાળકને શાળા એ લાવવા લઇ જવાની કામગીરીમાં મદદરુપ થઇ રહ્યા છે. જિલ્લાના એક તાલુકાના શિક્ષક વિક્લાંગ બાળકને પોતાના બાઇકઉપર શાળાએ લાવવા-લઇ જવાના કામમાં જોડાયા છે.

સાબરકાંઠાનું ગૌરવ સંકલિત શિક્ષણ યોજનાને સંમિલિત શિક્ષણ તનૂની આજની વર્તમાન અવસ્થામાં નિર્ણાયક દિવાદાંડી સમાન કામગીરી હજુ વધુ સફળ બનશે એવી અમને શ્રદ્ધા રહેલી છે.

હજુ તેમાં નવુ કરવાનું છે. જેમાં આપણો વિકલાંગ વિકલાંગ નહીં સકલાંગ બનીને સ્ટેજ ટેકાથી આવનારા

સમયને પહોંચી વળે.

આવો આપણે સૌ સાથે મળી આ વિચક્ષણ પ્રતીભાની સોનેરી સિદ્ધીને બિરદાવીએ.

આંખોનું તેજ ગુમાવનાર ભાસ્કર મહેતા વિકલાંગ બાળકોના શિક્ષણના મહાન દાર્શનિક બનેલા છે.

બી.વાય. મહેતાનું સાંપ્રત જીવન કવન પ્રત્યેક માનવીને ઝંકૃત કરી જાય તેવુ છે. તેમને સમાજ સેવા અલબત ફકત વિકલાંક બાળકોની સેવા એ સતત ચાલતી પ્રક્રિયા છે.

આનાનો પણ ઉત્તમપ્રયાસ સમાજમાં વડા લખાયેલા, વડા ખેડાયેલા વિસ્તારમાં એટલે કે વિકલાંગ બાળકોના

શિક્ષણને હજુ સુદ્રઢ બનાવવા સૌને એક ઇજત આપે છે.

અહી વાત એ પ્રતીત થાય છે કે જીવન એ યાત્રા છે. યાત્રા કેવી? માત્ર વ્યક્તિ એમને એમસ્વાર્થમાં પોતાનું

જીવન વ્યતીત કરે એમનહી, બલ્કે વ્યક્તિ કલ્યાણમાર્ગનો યાત્રી બને એવી.

પ્રો. બી. વાય મહેતા એ અમારી સાથે સર્વ શિક્ષા અભિયાન નિરાજમાં અગણીત સેવાઓ પૂરીપાડી છે.

આગળ પણ જમાનાને આવા માણસો મળતા રહે. એ આપણા સૌનું અહોભાગ્ય છે.

ડૉ. હર્ષીદાબેન પંડયા, અમિત કવિ