મહિલા સશક્તિકરણમાં યોગદાન

માનવશરીરમાં મહિલાપણું અને વિકલાંગતા આ બંને તત્વો વિકલાંગ મહિલાઓને વધુ અશક્ત બનાવે છે.

આપણાઆ સમાજમાં મહિલાઓને અબળા ગણીને તેની શક્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો થાય છે. તેને બદલે તેને માનસિક રીતે નબળી પાડવાના પ્રયત્નો થાય છે. આવા સંજોગોમાં વિકલાંગ મહિલાના સશક્તિકરણનો વિચાર કલ્પનાતીત લાગે છે. એકવીસમી સદીમાં પણ સવોઁગ સંપૂર્ણ સામાન્ય મહિલા પર અત્યાચારો થાય છે. કુવારી કન્યાના વાલીઓને દિકરીને પરણાવા માટે દહેજ આપવો પડે છે. મોટાભાગના કુટુંબોમાં મહિલાઓમાં દેખાતી ખુમારીને દબાવી દેવામાં આવે છે. અને જુના જમાનાના રિવાજો મુજબ દિકીરને અમુક રીતે જ જીવાય તેવી માન્યતાઓ અને વલણો દિકરીઓ ઉપર ઠોકી બેસાડવામાં આવે છે.

આવા કપરા સમયમાં વિકલાંગ કે અંધ બાળાનું ભવિષ્ય ધૂંધળુ હોય તે સ્વભાવીક છે. કારણ કે માતા પિતાને તો વિકલાંગ કે અંધ દિકરી બોજ બની જાય છે. તેવા સંજોગોમાં વિકલાંગ દિકરીઓમાં દિવ્યતા દેખાય અને વિકલાંગ મહિલાઓ સશક્ત બને તેવા પ્રયત્નો વિકલાંગ નેતાઓ દ્વારા થાય છે.

વિકલાંગ નેતાઓમાં એક એવા નેતાનું વિકલાંગ સમાજને નેતૃત્વ મળ્યું કે જેમણે માત્ર અંધ ભાઈઓ માટે

નહી, અંધ બહેનો માટે નહી પણ વિકલાંગ બહેનો માટે પણ છું જ. આ ત્રણેય બહેનોને શ્રી મહેતા સાહેબે યોગ્ય માર્ગદર્શન અને મદદ પુરી પાડીને તેમને અંધત્વનો સ્વીકાર કરતા કર્યા છે. આવા બહેનોમાં ઇડરની શ્રી માધવી બહેન,

સોલનબહેન તથા વાકોર્નરના શ્રીમતી ઇંદીરાબેન ઉનડકરનો સમાવેશ થાય છે.

અંધ મહિલાઓને રસોઈ અને ઘરકામની તાલિમઆપવાનું તો તેમની સંસ્થામાંજ સુંદર કામથાય છે. અંધ

બાળાઓને યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરી સંસાર જીવનમાં પ્રવેશવાનું પ્રોત્સાહન પણ તેમને પુરુ પાડ્યું છે. સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા આયોજીત એક લગ્નોત્સવમાં તો તેઓ મુકુંદ દરજીની જાન લઈને આવ્યા હતા. આ ઉપરાંત મારી જાણ મુજબ તેમણે મનોજબા નામની એક અંધ કન્યાનું કન્યાદાન પણ તેમના હસ્તે કર્યું છે. અંધ બહેનો સ્વતંત્ર રીતે હરતી ફરતી થાયતે ખૂબ જરુરી છે. તેવી માન્યતા ધરાવતા પ્રો. મહેતા અંધ બાળાઓને કોઇની મદદ વિના એકલી હરવા ફરવાનું પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરુ પાડયું છે.

ટૂંકમાં પ્રો. મહેતાનું મંતવ્ય એવુ છે કે અંધ મહિલાઓનું એવુ ઘડતર થાય કે જેને પરિણામે તે પુરુષની

સાથે કદમમિલાવીને ચાલી શકે. પુરુષ સમોવડી અંધ મહિલા બને તે માટે તેમને યથા સંભવ જે પ્રયત્ન કર્યો છે તે ખરેખર દાદ માગી લે છે.

મહિલાઓના સશક્તિકરણ માટે ભાસ્કરભાઇ મહેતાનું યોગદાન તો પ્રશંસનીય છે જ પણ પ્રો. ભાસ્કર મહેતાને સશક્ત બનાવવા માટે જ મહિલાઓએ મહેનત કરી છે. અદ્વિતીય કામગીરી કરીને વિકલાંગ મહિલાઓના

વિકાસમાં મહત્વની ભુમિકા ભજવી છે.

હિન્દી સાહિત્યમાં જેમસુરદાસ માટે એક કવિએ લખ્યું છે કે –

સુર સુર તુલસી શશી,

ઉડગણે કેશવદાસ

અન્ય કવિ અધ્યોન સમ,

જહ તક કરન પ્રકાશ

તેજ રીતે અંધ જગતના ગગનમાં પ્રો. ભાસ્કરભાઇ મહેતા નેતૃત્વની રુએ સૂર્યની જેમચમકી રહ્યા છે. આમતો

સૂર્યનો સમાનાર્થી શબ્દ ભાસ્કર જ છે. પણ નામધારણ કરીને નામને સાર્થક કરનાર લોકોની સંખ્યા ઓછી છે.ખરેખર ભાસ્કરભાઇ મહેતા એક એવો દીવો છે, જેને અનેક દિવડાઓમાં જયોત પુરી છે.

અંધ મહિલાઓના અને વિકલાંગ બાળાઓના સશક્તિકરણના સંસ્કારોનું સિંચન તેમનામાં નાનપણથી જ થયું

છે. કારણ કે તેમના માતૃશ્રી મેમનગરની અંધ કન્યા પ્રકાશ ગૃહમાં રીડર તરીકે આણમોલ સેવાઓ આપતા હતા. પ્રો. ભાસ્કરભાઇ અને ગગનભાઇ માતા રંભાબેનની આંગળી પકડી મેમનગરની અંધકન્યા પ્રકાશગૃહમાં જતા આ સંસ્થાના સ્થાપક સ્વ. વિનોદાબેન દેસાઇ તેમને ઘણો પ્રેમઅને પ્રોત્સાહન પુરુ પાડતાં. આ બંને બાંધવો અવશ્ય અંધબાળાની આ શાળામાં જતા અને અંધ બાળાઓ તેમને રાખડી બાંધતી અને ભાઇ બહેનના નાતાને દ્રઢ કરતી પ્રો. ભાસ્કરભાઈએ સ્વ. વિનોદાબેન દેસાઇએ આપેલ સ્નેહ સંસ્કારના બળે શિક્ષણ કાળથી આજ સુધી વિકલાંગ મહિલાઓને માર્ગદર્શન આપી તેમને પગભર બનાવવા પ્રયત્નો કર્યા છે.

શ્રી ભાસ્કરભાઇએ અંધ બહેનોના સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ, રમતગમત તથા અન્ય અનેક કાર્યક્રમોમાં

હાજરી આપી માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડતા રહ્યા છે. ગુજરાત રાજ્ય સીટી યોજના રમતોત્સવમાં તેમનું

નેતૃત્વ ધણા સમયથી જોવા મળ્યું છે. જે બાળાઓ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે તેમને રુબરુ મળીને પ્રોત્સાહન આપવાનું ક્યારેય પ્રો. મહેતા ચુકતા નથી. સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા આયોજીત અંધ મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ વખતે જુદી-જુદી સંસ્થાના પ્રતીનીધીઓની પ્રથમમિટીંગમાં ઉપસ્થીત રહી શ્રી ભાસ્કરભાઇએ યોગ્ય માર્ગદર્શન પુરુ પાડયું છે. અંધબાળાઓના વિકાસને લગ્તા શૈક્ષણિક સેમિનારમાં પણ તેમની ઉપસ્થીતિ જો મળી છે. જેમસૂર્ય સર્વત્ર વ્યાપેલ છે. તેમભાસ્કરભાઇ સર્વ વ્યાપી છે

તેમકહેવામાં સહેજ સંકોચ નથી.

અંધ બહેનોની રોજગારી માટેના તેમના પ્રયત્નો દાદ માગી લે તેવા છે. તેમના વિસ્તારની તેમજ તેમના આસપાસના વિસ્તારની અંધ બહેનો જયશ્રીબેન, વિશ્લેષાબેન જાની, જેવી અનેક બહેનોને તેમણે રોજગારી ક્ષેત્રે માર્ગદર્શન પુરુ પાડી પગભર કર્યા છે. અંધ બાળાઓ રોજગારીના ક્ષેત્રે કોમ્પ્યુટર શીખતી થાય જેમરાજ્યોમાં અંધ બાળાઓ વિવિધ કાર્યાલયમાં કોમ્પ્યુટર પર કામકરે છે. તેવુ ગુજરાતમાં પણ બને અંધ બાળાઓ સાથે મળી સંગીતના વર્ગો, નાસ્તાગૃહો, લઘુઉદ્યોગ શરુ કરે તેવી તેમની તીવ્ર ઇચ્છા છે અને આ સ્વપ્નાઓને સાકાર કરવા માટે તેવો સતત પ્રયત્નશીલ છે.

પ્રો. ભાસ્કરભાઇ અંધ બહેનોને નેતાગીરીના ક્ષેત્રે ઘડાય તે માટે ખુબ પ્રોત્સાહન પુરુ પાડયુ છે મને યાદ છે. ત્યાં સુધી માં દિલ્હીમાં મહિલા ક્ષેત્રે કામકરનાર સંગઠન AlCB નો વિવિધ પ્રચાર પ્રસાર કરી AICB ની એક કોન્ફરન્સમાં ગુજરાતની જેટલી અંધ બાળાઓને લઇ જવાનુ સાહસ કરવા માટેનું નેતૃત્વ બેન વિશ્લેષાને આપી નેત્રહીનોના ક્ષેત્રે મહિલાઓ નેતૃત્વ ધારણ કરતી કરી છે.

અંધ જનોના ક્ષેત્રે કામકરતી બહેનો સરસ્વતીબેન, રીના જસાણી અને મને પણ નેતૃત્વના ક્ષેત્રે તેમને પ્રોત્સાહન પુરુ પાડયું છે.

ઘણી બહેનોને મોટી ઉંમરે અંધત્વ આવતા નિરાશ અને ઉદાસ થઈ જય છે. આવા બહેનોને આશ્વાસન,

માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાનું જરુરી હોય છે. આવી બહેનોને જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો આ બહેનો જીવનથી હારી જાય આ બહેનોને તથા તેમના કુટુંબને યોગ્ય માર્ગદર્શન આપવું ખુબ જરુરી હોય છે. શ્રી મહેતા સાહેબે આ ક્ષેત્રે ઘણી બહેનોને માર્ગદર્શન પુરુ પાળ્યું છે. પણ ત્રણ બહેનોને હું જાણુ ને જે મહિલાઓને કોઇ કાળે ભુલી શકાય તેમનથી ઉપર દર્શાવ્યા મુજબ મહિલા સશક્તિ કરણના સંસ્કાર તેમના સ્વ. વિનોદાબેન દેસાઇ અને માતૃશ્રી રંભાબેન પાસેથી તો મળ્યા જ છે. પળે જીવનની દરેક પણ જેમણે સાથ આપ્યો છે. તેમની સાથે કદમમિલાવીને જેમણ અંધ સમાજને પોતાનો માની સ્વીકાર કર્યો છે અને સમાજ સેવાના ક્ષેત્રે પળે પળે ભાસ્કરભાઇ મહેતા સાથે રહીને જેમણે પોતાના તન, મન અને દ્રષ્ટિ વિકલાંગ સમાજ માટે વાપરી છે. તેવા ભાસ્કરભાઈના જીવનસાથી પ્રવિણાબેનને શી રીતે ભુલાય અંધ સમાજના સભ્યો કેટલાક આ પ્રવિણાબેનને ભાભી કહે કે બેન કહે તેમના પ્રેમને કારણે તેમની સંસ્થામાં રહેતી અંધ દિકરીઓ અને બાળકો મમ્મી પણ કહેતા હશે. પણ આ સઘળુ એક શિક્ષણ સુક્ષ્મઅને દ્રષ્ટિવાન મહિલાએ સહર્ષ સ્વીકાર્યુ છે. તેજ તેમના જીવનની સહજતા છે અને ભાસ્કરભાઇની દિવ્ય પ્રગતીમાં તે સહભાગી થાય છે તે વાત યથાર્થ છે.

મુકતા પી. ડગલી