વિરાટનો વામન ભાઈ ભાસ્કર

ભાઇ ભાસ્કરનો જન્મ23-09-1950 ના રોજ મધ્યમવર્ગના નાગરજ્ઞાતિમાં થયો ત્યારે આનંદ છવાયેલ હતો પરંતુ 1.5 મહીના પછી માશીના ધરે મુંબઇ ગયા ત્યાં સુધી તેની આંખની તકલીફ અંગે અજાણ હતા જે અમારા માશીની દિકરી ચપટી વગાડે ત્યાં આંખ માંડતી અને તેના જેવી જ ભાસ્કર આવી ક્રિયા કરતો નથી તેવું જોઇને અમારા માશીએ કીધું કે આ છોકરાની આંખમાં કાંઇક ઉણપ છે. શંકાનું સમાધાન કરવા તે માટેના આંખના સારામાં સારા ડોકટર બનાજને બતાડવા માટે 10 દિવસ પછીની એપોઇન્ટમેન્ટ મળેલ ત્યારના તે દિવસો અમારા કુટુંબ માટે વર્ષો જેવા લાગેલ અને ડોકટરે તપાસીને કીધું કે આ બાળકની આંખની પાછળની નસો સુકાઇ ગઇ છે અને તેનો કોઇ ઇલાજ શક્ય નથી સિવાય કે કુંદરતી રીતે કઇ ફેરફાર થાય આવું સાંભળીને કુટુંબ ઉપર પહાડ તૂટી પડ્યો હોય તેવી લાગણી થઇ પરંતુ કુટુંબીજનોની હુંફ અને સહાનુભુતીથી હિંમત રાખીને અમદાવાદ પરત આવ્યા અને અમદાવાદના તે સમયના ખ્યાતનામડોકટર વી.બી. માંકડ સાહેબને બતાવ્યું તો તેમનો પણ જવાબ ઉપર જેવોજ હતો છતાં તેમણે સામે ચાલીને ક્યું કે આ ફેરા માટે વિદેશમાં પણ તપાસ કરી શક્ય તેટલી બધા જ પ્રયત્નો કરીશ અને આ અંગે કોઇપણ ચાર્જ હું તમારા કુટુંબ પાસેથી લઇશ નહી-આ પ્રયત્ન ચાલુ હતા ત્યાં ચિ. ગગનનો જન્મ 1952 માં થયો અને તેને તો પહેલા દિવસથી જ તપાસ કરાવી તો તેને પણ ભાસ્કર જેવી જ તકલીફ હતી તેને ખ્યાલ આવતાની સાથે જ કુટુંબ વધારે શોકગ્રસ્ત બન્યું પરંતુ હિંમત હાર્યા વગર કુટુંબનું ભરણપોષણ માંડ થતું હતું આ લોકોના ભવિષ્યનું શું? આવી ચિંતા અમારા દાદા અને

નાનાને થતી હતી પરંતુ ઇશ્વર ઉપર ભરોસો રાખનાર અમારા મા-બાપને રસ્તો બતાડતા હોય તે અમારા પરથી પાંચજ બંગલા દુર અંધકન્યા પ્રકાશ ગૃહ નામની શાળા આવી અને તે વખતના સંચાલીકા સ્વ, વિનોદાબેન દેસાઇને માતૃકા મળ્યા અને તેમને આપેલી સમજથી ચિ. ગગન ભાસ્કરને ખાસ કિસ્સા તરીકે અંધશાળામાં આવવાની મંજુરી આપી અને અંધ વ્યક્તિ કઇ રીતે ભણી શકે તેનું તે બંન્નેને સમાવીને ભણવાનું ચાલુ કરાવ્યું અને બેન નથી તેવો ચંકોચ દુર કરવા રક્ષાબંધનના દિવસે બંધી જ અંધશાળાની છોકરીઓ પાસે રક્ષામંધન કરાવીને તેમનો રસ્તો સરળ કરી દીધો. અમારા માતૃશ્રી પણ અંધ બેનોનું વાંચવાનું ચાલુ કર્યું. જેથી તેમનું મનોબળ પણ દ્રઢ થતું ગયું કે અંધ છોકરીઓ આ રીતે

આગળ વધી શકે તો મારા દિકરા પણ આગળ નિકળશે.

થોડા સમયબાદ ભાસ્કરને નવરંગપુરા અંધશાળામાં દાખલ કર્યો ત્યારે હોસ્ટેલમાં રહેવાનું ફરજીયાત હોઇ

એકાદ વર્ષ ત્યાં રહ્યો અને સંખ્યા વધવાથી ધરેથી મોકલાવાની શરુઆત કરી કોઇવાર છેક સુધી મુકવા જવાનું થતું અને બે એક વર્ષ પછી બસમાં બેસાડીને એકલા જતા આવવાની હિંમત કેળવી અને સાથે ગગનને પણ લઇ જતો ધોરણ-7 સુધીનો અભ્યાસ સ્કૂલના શિક્ષક સ્ટાફને મિત્રોના સહકારથી પુરો કર્યો તે દરમિયાન અસંખ્ય વકૃત્વ સ્પર્ધામાં બ્રેઇલરીડીંગ કોમ્પીટીશન મુંબઇમાં થતા ત્યાં ભાગ લઇ સ્કૂલનું નામઆગળ લાવ્યો.

હવે આગળ ધોરણની વ્યવસ્થાન હોઇ દેખાતાની સ્કૂલમાં જવાનું નક્કી કરી નુતન ફેલોશીપમાં વિનંતી કરીને

ખાસ કેસ તરીકે એડમીશન આપવામાં આવ્યું અને બીજા દેખતા છોકરાની સાથે ફક્ત સાંભળીને પરીક્ષા આપી અને પરીણામબધા વિદ્યાર્થીઓ કરતા સારુ આવ્યું અને ચિ. ગગન માટે પણ રસ્તો સરળ બન્યો અને તેને એ.જી.હાઇસ્કૂલમાં એડમીશન મળવામાં ભાસ્કરનો દાખલો કામઆવી ગયો.

1966માં એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે મારી બદલી થતાં બન્નેના ભણતર ઉપર ધ્યાન આપી શકુ અને

અંગ્રેજી પર વધુ જોર આપી શકુ તે હેતુથી જામનગર ડી.સી.સી. હાઇસ્કૂલમાં મહામહેનતે એડમીશન શ્રી જયેશભાઇ દેસાઇની મદદથી મળ્યું.

તેજ વર્ષમાં નગર-જીલ્લા કક્ષાએ વકૃત્વ સ્પાર્ધામાં પ્રથમનંબર લાવી રાજ્ય કક્ષાએ રાજપીપળા ખાતે જવાનું

થયું ત્યારે શાસનાધિકારીએ કહ્યું કે તેની સાથે એટેન્ડન્ટની જોગવાઇ કાયદામાં નથી એટલે તે ખર્ચ તમારે ભોગવવાનું રહેશે જેથી કરીને ના પાડતા એવું એટેન્ડન્ટ સાથે મોકવાનું નક્કી થતા ત્યાં પણ રાજ્યકક્ષાએ પ્રથમનંબર મેળવ્યો અને તેના ગુજરાતીના શિક્ષકે પણ પ્રથમનંબર મોકલી રાજ્યકક્ષાએ સ્કૂલનું નામરોશન કર્યું. એસ.એસ.સી.ની પરીક્ષા જામનગરથી જ આપી અને અપંગોમાં રાજ્યકક્ષાએ પ્રથમઆવી સ્કૂલનું નામફરીથી રોશન કર્યું.

ત્યારબાદ કોલેજ કરવા માટે પાછા અમદાવાદ લાવ્યા અને ગગનને પણ સાથે એ.જી. હાઇસ્કૂલમાં દાખલ

કરાવી પોતે સેન્ટઝેવિયર્સ કોલેજમાં એડમીશન મેળવી સસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે બી.એ. ના ફાઇનલ વર્ગમાં બિમારીમાં સપડાયો તેને રાજરોગ (ટી.બી.) થયો હતો અને છ મહીના કોલેજ ન જઇ શકવાના કારણે પ્રિન્સીપાલે ઓછી હાજરીને લીધે ફોર્મ અટકાવવાની વાત કરી ત્યારે તેના પ્રોફેસર શ્રી ગૌતમભાઇ પટેલે જોરદાર રજુઆત કરી ત્યારે પ્રિન્સીપાલે કહ્યું કે હું પેપર કાઢું અને તેમાં 60 ટકા ઉપર માર્કસ આવે તો ફોર્મ મોકલીશ. આ ચેલેન્જનો પણ હિંમતપૂર્વક સામનો કર્યો અને 72 ટકા જેટલા માર્ક્સ લાવી ફાઇનલની પરીક્ષામાં કોલેજમાં પ્રથમનંબર લાવી પાસ થયો.

આંખથી જોઇ શખાતું નથી. કોઇક વાંચે અને સાંભળીને મગજમાં રાખી વાર્ષિક પરીક્ષા વખતે તેનાથી નીચેના કલાસવાળાને રાઇટર તરીકે રાખી પ્રશ્ન સાંભળી અને કડકડાટ જવાબ લખાવે અને તો રાઇટર દ્વારા થતી વ્યાકરણની

ભૂલો તેનામાં ગણાતી હોવા છતાં 70 ટકા માર્ક્સ લાવવા માટે તેની મહેનત હિંમત અને સમજશક્તિને દાદ આપવી પડે.

બી.એ. થયા પછી એમ. એ. કરવા માટે ગુજરાત યુનિ. ભાષા સ્કૂલનમાં એડમીશન મેળવ્યું અને સંસ્કૃત મુખ્ય અને અંગ્રેજી ગૌણ વિષય રાખીને એમ.એ. જ્યાં સ્વ. એસ્થેરબેનસોલોમનના માર્ગદર્શન નીચે ડીસ્ટીંકશન સાથે પાસ કરી ત્યારબાદ બી.એડ્. માટે વાસણા કોલેજમાં એડમીશન લીધું અને ત્યાં પ્રાંતિજ કોલેજમાં પાર્ટ ટાઇમલેક્ચરર તરીકે નિમણૂંક મળી ત્યારે તેને કુટુંબની આર્થિક પરીસ્થિતીમાં મદદરુપ થવાનો સંતોષ થયો. સવારે 4.30 વાગે ઉઠી 47 નંબરની બસ પકડી એસ.ટી. સ્ટેન્ડથી એસ.ટી. પકડી પ્રાંતિજ કોલેજ પહોંચી લેક્ચરો પુરા કરીને 9.30 વાગે અમદાવાદ પરત આવી કોલેજ પહોંચવાની હાડમારી પણ હસતા મોઢે સ્વીકારીને બી.એડ્. માં પણ ફસ્ટકલાસ ડીસ્ટીકન્શન સાથે પાસ કરી.

અથાગ મહેનતના અંતે જે કોલેજમાં અભ્યાસ કર્યો હતો ત્યાં લેકચરર તરીકે નિમણૂંક પામી ત્રણેક વર્ષનો

અનુભવ મળ્યો ત્યાં સરપ્લસ થતા મણિનગરની સરસ્વતી હાઇસ્કૂલમાં શિક્ષક કરીકે ફરજ બજાવવામાં પણ

પાછીપાની કર્યા વગર હાજર થઇ ગયો ત્યાં પણ સારી રીતે વિદ્યાર્થીઓને ભણાવી માનીતા શિક્ષક તરીકે નામના મેળવીને ફરી પાછા ઇડર કોલેજમાં પ્રાધ્યાપક તરીકે મુકાતા કુટુંબ સાથે ઇડર કોલેજમાં હાજર થયો જે તેના માટે બિલકુલ અજાણી જગ્યા હોવા છતાં વિના સંકોચે કાર્યભાર સંભાવ્યો જે આજ સુધી ચાલુ છે.

ઇડરના કોલેજના વર્ષો દરમિયાન ગુજરાત સરકાર તરફથી વિકલાંગ કમીશ્નર તરીકેની કમીટી સમક્ષ રુબરુ

મુલાકાત માટે બોલાવવામાં આવ્યો અને સપ્ટેમ્બર 2006 માં વિકલાંગ કમીશ્નરગુજરાત રાજ્યનો હોદો મેળવ્યો ત્યારે કુટુંબે તેની મહેનતે આગળ આવવા બદલ ખુબજ ગર્વ અનુભવ્યો અને જ્ઞાતિએ જ્યારે તેનું સન્માન કર્યું ત્યારે પરીવારરત્ન તરીકે ઉપસી આવ્યો.

આ સમય દરમીયાન 1979 માં અંધ કન્યા પ્રકાશ ગૃહ જ્યાં મારા માતુશ્રી વાંચવા જતા હતા ત્યાં સ્વ.

વિનોદાબેને ચિ. પ્રવિણા કે જે ત્યાં વાંચવા આવતા હતા તેને જો લગ્ન કરવા હોય તો એક હશિયાર છોકરાનું નામસુચવું તેમકહેતા હા પાડી ને વ.પૂ. માતૃશ્રીની આંખોટી હોઇ અંધ હોવા છતાં તેની પસંદગી ઉતારતી વખતે તેના (મારા પત્ની) ભાભી તેની સાથે રહ્યા અને બંન્ને એ બી.કોમ.ની પરિક્ષા આપ્યા બાદ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું જે પ્રવિણાના માતાપિતાને નહોતું ગમ્યું જે સ્વભાવીક છે કે કોઇપણ મા-બાપ પોતાની દીકરી અંધ સાથે લગ્ન કરે તે ગમે નહી.

અમદાવાદ-ગાંધીનગર ની વચ્ચે ગગનના ઘરેથી આવ જ કરવામાં પણ તેને કોઇ અડચણ ન લાગી અને કુટુંબ વાત્સ્યલતા મા-બાપ અને મોટાભાઇ ભાબીઓની આમન્યા આજ સુધી રાખે છે જે આજના સમયના છોકરા કરી ન શકે તેના કુટુંબમાં બે પુત્રો અને એક પુત્રી થયા જેમની આંખો પણ તાત્કાલીક ચેક કરાવતા તેઓ સામાન્ય હતા જેથી મા-બાપની ચિંતા દુર થઇ અને આજે તે દાદા તેમજ નાના બની ગયો છે અને પોતાની કમાણીમાંથી જરુરીયાતને વિદ્યાસહાય અને સંસ્થાઓને યોગ્યદાન આપી રહ્યો છે. જે અમે દેખતા ભાઇઓ ન કરી શક્યા તે તેણે કરી બતાવ્યું જે કુટુંબ માટે ગૌરવની વાત છે અને તેને પરીવાર રત્ન કહેવામાં જરાય ખોટું નથી અને આ સ્થિતીએ પહોંચવામાં તેની આવડત સમજણ સહનશક્તિ અને જે જમાનામાં આધુનિક સગવડો નહોતી છતાં મક્કમમનોબળે આવી સિદ્ધી હાસલ કરનાર ભાસ્કર હજી આગળ આવી જ રીતે સમાજની સેવા કરતો રહે તેવી શુભેચ્છા અને આશિષ સાથે આ લખવાની જવાબદારી મને સોપવા બદલ આભાર.

-વિરાટભાઇ વાય. મહેતા
અમદાવાદ