60 વર્ષ પૂર્વે સામાન્ય કુટુંબમાં પાંચમા સંતાન તરીકે ભાસ્કરનું જનમવુ બાદશાહખાનની (શરદના ગાંધીની)
યાદ આપાવે. અંધત્વ, ગરીબી અને બે વર્ષ બાદ નાનાભાઇનું અંધ જનમવું, ભાસ્કરના શૈશવના વાદળો હતાં.
સામાન્ય સમાજ સાથે રહેતો હોવાને કારણે તેને તેના અંધાપાનો ખ્યાલ પ્રમાણાં થોડો મોડો આવ્યો. પરંતુ તે પહેલા માતુશ્રી અને પરિવારે તેને દૈનમ્ દૈનની ક્રિયાઓ, સામાજિક પ્રસંગો માટે તૈયાર કર્યો.
અમદાવાદ નવરંગપુરા અંધશાળા માં શરુમાં છાત્રાલય પ્રવેશ સાથે તે દાખલ થયો. 1965 સુધી ચવળ,
મસ્તીખોર, બુદ્ધિશાળી ભાસ્કર અંધશાળામાં ભણ્યો પાછળથી ડેસ્કોલર થયો. પણ બ્રેલ વાંચન સિવાય તેની
સફળતાનો આંક થોડો નીચો રહ્યો. મસ્તીનો આંક ઊંચો રહ્યો.
સન્ 65-66ના વર્ષે ભાસ્કરની સ્વ.શાળામાં જવાની જીદે તેના ભાગ્યનું પાસુ પલ્ટયું. સૌના વિરોધ વચ્ચે
સ્વ.શાળામાં ગયેલો ભાસ્કર મસ્તી તોફાન કરે, સ્વ.બાળકો સાથે ધીંગા મસ્તી કરે, દોસ્તો વધારે અને આમકરતાં કરતાં 4 વર્ષમાં ભાસ્કરની વાચાળતા, તેજસ્વીતા, દોસ્તો અને અનુભવમાં જબરદસ્ત વધારો થાત તે વક્તૃત્વર્ધામાં રાજ્યમાં પ્રથમ અને એસ.એસ.સીમાં 68-69 માં જમનગર શાળામાં તૃતીય આવ્યો. વિજ્ઞાન પ્રવાહમાં અંધજનો નહીં જઇ શકતા હોવાને કારણે તેને મજબુરીથી વિનયનમાં જવુ પડયું.
1969 થી 73 દરમ્યાન સેન્ટ ઝેવિયર્સ આર્ટસ કોલેજમાં તે દાખલ થયો. વાકપટુતાને લીધે જુદી-જુદી
સ્પર્ધાઓમાં ભાગ લઇ રાજ્યસ્તરના વિજયપદમાં તેણે મસ્તીથી મેળવી લીડરશીપ કાર્યક્રમમાં મા-આબુ ભાગ લઇ વ્યક્તિત્વનો વિકાસ સાથે પ્રોફેસરોનો વિશ્વાસ સંપાદન કર્યો. ભાસ્કર બી.એ.માં આવ્યો અને 1972-73માં
ખુરસીમાં પટકાયો. સૌ વ્યથિત હતા. પણ ભાસ્કર હિંમતહાર્યા વિના નિશ્ચિત રહ્યો. સળ-સળ મારા પથારીમાં રહ્યા પછી તે વર્ષે ડ્રોપ ન લેવાની જીદે સૌને વ્યથિત કર્યા. ભાસ્કર અડગ રહી સૌએ મૂકેલ શરતો અને નિયંત્રણો સ્વીકારી બી.એ.માં જ્યારે સર્વ પ્રથમઆવ્યો ત્યારે સૌ સાથી મિત્રો આહ, ને બદલે વાહ રે ભાસ્કર બોલતા થયા.
1973-75 દરમ્યાન ભાસ્કરે નવનિર્માણ આંદોલનમાં ભાગ લીધો. પોલીસનો માર ખાઇ, જેલમાં પણ
ગયો. અભ્યાસ ને અસર કર્યા સિવાય તે વિદેશ પણ ગયો. સ્ટુડન્ટ વેલફેર ચૂંટણીમાં તે વિજયી બન્યો. સોની સાથે રહેવા તે ભલભલા પાછા પડે ત્યારે હડતાલ પણ પડાવે. ઉજૈનમાં રાષ્ટ્રીય યુનિ. સંસ્કૃત સ્પર્ધામાં તેનું ત્રીજ આવવું અને આં.રા. નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમઆવી-જર્મની જવું. તેના પરિણામની સર્વોચ્ચ ટકાવારીને ડગાવી ન શકી. માસ્ટર ડીગ્રીમાં ગુજ. યુનિ. માં બધાં જ વિષયોમાં ડીસ્ટીકશન મેળવનાર છ ઉમેદાવારોમાં તે એક રહ્યો. બી.એડ્. માં સન્ 1975-76માં ડીસ્ટીકશન મેળવનાર એક માત્ર અંધવિદ્યાર્થી ભાસ્કર હતો. સદ્રષ્ટિઓને સ્પર્ધામાં તેને પાછળ મૂક્યા. બી.એડ્. દરમ્યાન તેને પાર્ટટાઇમની વ્યાખ્યાતાની નોકરી મળી. તે બે ઘોડે સવાર થયો. અને બંને ઘોડા પર સફળતાપૂર્વક એક સાથે સવારી મુસીબતો સાથે અંધત્વ સાથે કરી તેણે સોને અચંબામાં નાખી દીધા.
બે આંખવાળા મિત્રોને નોકરી મેળવવાના ફાંફાં વખતે અને અંધજનોના વ્યવસાયિક પુર્નવસનના બારણઆ
ખુલુ-ખુલુ કરી રહ્યા હતા ત્યારે સેંટ ઝેવિયર્સ આર્ટ્સ કોલેજમાં 1976 માં ડો. ગૌતમભાઇના સહકારથી તે વ્યાખ્યાતા નિમાયો તેની વિન્રમતા, સાદગી, પ્રિયભાષિતા અને તેનો સ્વમાન સાથે પૂર્ણ પરિશ્રમકરી તેણે વ્યાખ્યાયતા પદની
કારકીર્દિ કરવા સાથે વિદ્યાર્થીકાળ થી હાથ ધરેલ સમાજસેવાનું બીડુ સતત સાથે ઝડપી રાખ્યું. N.A.I.B. ની રાષ્ટ્રીય પરિષદજ હોય, N.F.B. નું અધિવેશન હોય. સૌને સાથે રાખી નેતાગીરી સ્વીકારી. આર્થિક કટોકટી છતાં ક્યારેક ખિસ્સાના રોકી ભાકેર આ કામને પાર પાડયું. પ્રસંગો પાત અમને પણ સાથે જોડ્યા.
આ દરમ્યાન અખબારો, રેડિયો અને સામાયિકમાં ભાસ્કર ચમકવા લાગ્યો. સન્ 1974 માં જર્મની થી પાછો
આવ્યો ત્યારે મુંબઇ દુરદર્શનના સમાચારમાં તેની મુલાકાત તેણે સાંભળી અને જોઇ.
સૌએ સમજાવ્યો પણ ગુરૂભક્ત ભાસ્કર અંધત્વનું બહાનું વચ્ચે લખ્યા સિવાય બી.એડ્. થયો હોવાથી
સંખ્યાયિક થતા ઉ.મા. શાળા (સરસ્વતી મંદિર) મણીનગર, અમદાવાદમાં અધ્યાપક તરીકે જોડાયો. અહીં પણ તેણે વિદ્યાર્થીઓ, બલીઓ સહકાર્યકરો સાથે જવાબદારીપૂર્ણ રીતે કામલઇ પોતાનું એવું સ્થાન ઊભું કર્યું કે 1983 માં શાળા છોડયા છતાં ત્યાંના સૌ ભાસ્કરને અને ભાસ્કર આજે તેમને યાદ કરી અવારનવાર મળે છે. અહીં તેને 12-12 વિષયો બ્રેલપુસ્તક વિના ભરાવવાનો પ્રાપ્ત થયેલ પડકાર તેને તમામવિષયોના પ્રાથમિક જ્ઞાન પરત્વે સજાગ કરી ગયો. અને સંસ્કૃત કે અંગ્રેજી નો ન રહેતા ઓલરાઉન્ડર ભાસ્કર હાયર સેકન્ડરી ટીચર બન્યો. ફરી એકવાર 1983 માં ભાસ્કરે સમાનતાના ધોરણએ અંધત્વનું બહાનું આડુ લાવ્યા સિવાય અમારા સૌના આશ્ચર્ય વચ્ચે તે ઇડર કોલેજમાં પસંદ થતા જોડાવાનું નક્કી કર્યું. અજાણ્યો પ્રદેશ, અજાણ્યા લોકોથી ભાસ્કર અંધત્વને કારણે અકળાયો નહીં હોય અને માનતા અને સૌ તેનુ ઘર ઇડર સ્થાપવા પહોંચી ગયા. 27 વર્ષ માં ભાસ્કર સૌનો થયો. સૌ ભાસ્કરના થયા અને આજે તે હસ્તા- હસ્તા કહે છે કે સાબરકાંઠામાં ગયો તો કમીશ્નર બન્યો. સાબરકાંઠામાં ગયો તો સંચાલક બન્યો અને સફળ સંચાલક
બન્યો. તો સૌના દિલ જીતી ષષ્ઠીપૂર્તિનો અધિકારી બન્યો. આરંભના વર્ષોમાં આક્રમક, જીદ્દી, સ્પષ્ટ વક્તા તાર્કીક ભાસ્કર ધીરે-ધીરે ઘડાયો. વહીવટને હસ્તગત કર્યો. અને સંસ્કૃતે તેને સત્ય છતાં પ્રિય બોલતો કર્યો. તેના ઓદાર્ય અને કુટુંબ વત્સલતાનો પરિચય તેની શિષ્યવૃત્તિ માંથી અમને ભણાવવાની તેની વાત પરથી જ ખ્યાલ આવે છે. બદલો લેવાની જુવાનીના ભાવના ધરાવતો ભાસ્કર ક્ષમાવૃત્તિ તરફ ક્યારે વળ્યો તેની તો તેને જ ખબર નથી. તો અમને તો ક્યાંથી હોય?
15 એવોર્ડ જીતનાર ભાસ્કર એવોર્ડ માટે અરજી કરવાનો વિરોધી નોમીનેશનો હિમાયતી જગતના હિત માટે
અંગત લાભ જવા દેવાની તેની વાત તે આંતરીક રીતે અંધ નથી તે પૂરવાર કરે છે. 8 વાર વિદેશ ગયો પણ તેનું તેને અભિમાન નથી. વળી ત્યાં પણ કે દેશમાં પરિષદમાં સતત હાજર રહી તેની શીખવાની વૃત્તિ જર્મની થી મલેશિયા સુધીની તેની મુલાકાતોમાં પ્રતિબિંબીત થયા છે. પરિણામે ડેલીગયેટ થી શરુ કરી મુખ્ય વક્તા પરિસંવાદના અધ્યક્ષ અને ઉદ્ઘાટક સુધી પહોંચેલ ભાસ્કર અમારા પરિવાર અને આપણા સૌના આનંદનું કેન્દ્ર બનતાં આજે ષષ્ઠીપૂર્તિ ઉજવાય છે. સૌ સાથે સૌ જેવી બનતો ભાસ્કર બહુરુપી બાવો નહીં પણ સૌનો સુદ્ધ ચોક્કસ લાગે.
પરિવાર માં પણ પત્ની, બાળકો, પૌત્રો, દોહિત્રો અને સૌ સ્વજનો સાથે હંમેશ હસ્તો મળતો તેમને ઉપયોગી
થતો ભાસ્કર 60 નો થયો. તે વિચારતા આજે પણ રોમાંચ થાય છે. સ્વ. હિંમતરાય દોલતરાય મહેતા પરિવાર. સ્વ. દિનકરરાય પ્રતાપરાય ઓઝા પરિવાર પ્રતિ અમારા માતુશ્રી ગં.સ્વ. રંભાલક્ષ્મી મહેતાના ભાસ્કરને અઢળક આર્શીવાદ સાથે સૌના ઋણનો નતમસ્તકે સ્વીકાર કરતા ગૌરવ અનુભવી, વાદળો પાર કરી પ્રકાશિત પૂર્ણ ભાસ્કરને નિહાળવાનું નસીબ ઇશ્વર સૌ પરિવારજનોને અને સૌ માટે આવે તેવી શુભકામના.