ઉપરોક્ત મહાકાવ્ય મહાકવિ નાનાલાલે ઉપનિષદનો સહારો લઇ લખ્યું. અમારા છાત્રાલયમાં તે મહાકાવ્યનો પ્રભાવની પ્રાર્થના તરીકે સ્વીકાર થયો. તે પ્રાર્થના મારે ગવડાવવાની અને અન્ય છાત્રોએ ફરજિયાતપણે તે ઝીલવાની આવો નિયમ હતો. એ નાનાલાલની પ્રાર્થના માટે મેં જેટલી ગાળો ખાધી છે એટલી કોઇએ જ નહિ.
બાલ્યાવસ્થામાં નિંદાપ્રેમી ભાસ્કરે મને ખૂબ ભાંડયો છે. તે આજદિન સુધી તેને અને મને યાદ છે. આતો જાહેરમાં ભાસ્કર કહેવું પડે, પણ મારા હૃદયમાં તો તેનું નામતસ્કર જ છે. તેની સાબિતીઓ હું પછી આપીશ. હું સંસ્થાના છેલ્લા વર્ષમાં હતો ત્યારે ભાસ્કર પહેલા ધોરણાં દાખલ થયાનું મને યાદ છે. એકવાર નાસ્તા માટે અમે રસોડે ભેગા થયા ત્યારે નાસ્તામાં અપાતા વધારેલા મમરાનું મોટું તપેલુ જોઇ તે બોલી ઉઠયો કે આટલુ ટોપ ભરીને મમરા તો હું એકલો જ ખાઇ જાઉં. ત્યારે જ બાજુમા બેઠેલા મને વિચાર આવ્યો કે આ છોકરો ભવિષ્યમાં કંઇક નવું કરશે. અમારામાં સૌથી વાચાળ અને બટકબોલો એ છોકરો અમને બહુ ગમતો તેથી અમે સૌ તેને ખૂબ રમાડતા. તેના મા રંભાબેન જેમને ત્યારે પણ અમે મા કહેતા હતાં અને આજે પણ અમે મા કહી છીએ. તેઓ તથા ભાસ્કરના પિતાશ્રી યોગેન્દ્રભાઇ જ્યારે જ્યારે સંસ્થા ઉપર મળવા આવતા ત્યારે અમને સૌને મળતા. વર્ગમાં બધાં બાળકોને પાછળ રાખી તે પ્રથમઆવ્યો ત્યારે જ તેનું નામપડયું તસ્કર હું એને વિદ્યાની તસ્કરી ગણતો. તમામવિષયોમં ભાસ્કર અગ્રેસર રહેતો પરંતુ સંગીત શિક્ષકની નજરે તે ઠોઠ ગણાતો. અમારા સંગીત શિક્ષક કહેતા, “મહેતાનો છોકરો ભીખ માંગશે” જો કે ત્યારે હું માનતો અને આજે પણ માનુ છુ કે ભાસ્કર સંગીત માટે સારો એવો ચાલી શકે એમછે. પણ આજે વિચાર કરતા એમલાગે છે કે તે સંગીત ન શીખ્યો તે સારું થયું. નહિતો કંઇકની ગીલ્લી ઉડાડી દેત. જે આજે સંસ્કૃતની પંડિતાઇ છે તે જોવા ન મળી હોત. વાંચન સ્પર્ધામાં ભાસ્કર હંમેશા પ્રથમ આવતો છેવટે મુંબિણાં એવો નિર્ણય લેવાયો કે હવે તેને સ્પર્ધામં ભાગ ન લેવજાવતા નિર્ણાયક બનાવવો, પછી તો 1956 માં મે શાળા છોડી અને અંધકન્યા પ્રકાશગૃહમાં સંગીત શિક્ષક તરીકે સેવા સ્વીકારી. તેથી રોજબરોજના સંપર્કમાં ઓટ આવી.
થોડા સમય બાદ ભાસ્કરનું કુટુંબ ભાટિયાભુવનમાં રહેતુ તેની બાજુમાં આવેલ અચરત નિકુંજમાં હું ભાડે રહેવા ગયો. ત્યારે મારો જમવાનો પ્રશ્ન ઉભો થયો. તે વખતે રંભામા એ મને કહ્યું કે “દીકરા તુ આપણે ઘેર જમજે.” કેટલોક સમય હું તેમના હાથની મધુરી વાનગી પ્રેમથી જમ્યો. 1960 માં મારા લગ્ન થયા ત્યારથી આજદિન સુધી તેના કુટુંબ સાથેનો સંબંધ પ્રેમસભર જ રહ્યો છે. ભાસ્કરના વડિલબંધુ વિરાટમહેતા મારા ભાઇબંધ બની ગયા. તેઓ મને વાંચી સંભળાવતા તથા બ્રેઇલમાં લખાવી આજીવિકામાં મદદરુપ બનતા. વળી રોજ પ્રાયમસ ઉપર બાદશાહી ચ્હા બનાવી પીવડાવતા જ. મુ. યોગેન્દ્રભાઇ મને તથા મારી પત્ની ઉષાને ખુબ બિરદાવતા. અમારે કાંઇપણ સલાહ જોઇતી હોય તો તેમની પાસેથી મળી રહેતી ટૂંકી આવકામાં ઘર કેમચલાવવું એ ઉષા રંભામા પાસે શીખ્યા છે. અમે અંધકન્યા પ્રકાશગૃહમાં સેવા આપતા ત્યાં એક મીઠડી છોકરી બહેનોને વાંચી આપવા આવતી તે પ્રવિણા તથા ભાસ્કરને ક્યારે પ્રેમથયો અને પાંગર્યો તે ખુબ જ ગુપ્ત રહ્યું. આખરે તેણે અમારા ગામમાંથી પ્રવિણાની તસ્કરી કરી. ત્યારે જ બધાને
ખબર પડી અને ત્યારે જ મને થયું કે, મેં તેનું નામતસ્કર પાડયું છે તે જરાય ખોટુ નથી. અમારા વડીલ મિત્ર ડાહ્યાભાઇ
તુલસીભાઇ તથા બચુભાઇ દત્તાણી તેઓ તો ભાસ્કર નામપર જ ચોકડી લગાવી ચુકયા હતા. ઘણાં બધા વડીલોના દિલની પણ તેને તસ્કરી કરી છે.
ભાસ્કર જ્યારે ઉન્નતિના શિખરો સર કરી રહ્યો હતો ત્યારે સ્વ. પુ. જગદીશભાઇનો મારા પર આદેશ થયો કે તુ
ભાસ્કરને અંધજન મંડળમાં લઇ આવ અને હું લેવા ગયો તે આવ્યો પણ ખરો અને દ્રષ્ટિહીનોના કાર્યોમાં સક્રિય પણ થયો. હું ખાત્રી આપીને કહું છું કે, મારા સિવાયની કોઇપણ વ્યક્તિ તેને તેડવા ગઇ હોત તો તે ન આવ્યો હોત. પ્રતિભાશાળી વ્યક્તિત્વને લઇ તેણે ઉમદા કામકર્યા જ છે, છતાં ના ઇન્સાફી ભોગ બનતો મેં ભાસ્કરને જોયો છે. પરંતુ “હિંમત હારે તે હિંમતરાયનો પૌત્ર શાનો?” તેણે તો ગુજરાતમાં અને ગુજરાત બહાર પોતાની પ્રતિભાનોં પરિચય આપી દીધો છે.
દ્રષ્ટિહીન શિક્ષકોની ઘણી મૂંઝવણો જોઇને અખિલ ગુજરાત શિક્ષક સંઘની સ્થાપ્ના થઇ ત્યારે પણ તે
પ્રથમપ્રમુખ તરીકે નિર્વિવાદ સ્વીકારાયો. ઉપપ્રમુખ માટે ઘણાં નામો હતાં પરંતુ ભાસ્કરે મારા નામનો જ આગ્રહ રાખ્યો અને તે પદ પર હું નિવૃત્તિ સુધી રહ્યો. શિક્ષક સંધે ભાસ્કરની આગેવાની હેઠળ ઘણા શિક્ષકોની મૂંઝવણો દૂર કરી. અનેક ચીલા ચાતર્યા છે. જે ચીલે આજે પણ સંઘ પ્રગતિ કરી રહેલ છે, કોઇપણ અધિકારીને મળવા જતાં ત્યારે તેની વાક્પટુતા તથા ધારદાર રજૂઆતથી કેટલાય અધિકારીઓ તથા પ્રધાનો આકર્ષાતા મેં જોયા છે. તર્કબદ્ધ વેધકવાણીને કારણે ભાસ્કર તેજો દ્વેષનો ભોગપણ ક્યારેક બનતો. પરંતુ તેની પરવા કરે તો તે ભાસ્કર શાનો?
ભારતના ખૂણે ખૂણે ભાસ્કરનું નામજાણીતું થયું છે. રાષ્ટ્રિય અંધજન મંડળમાં વિવિધ પદ ભાંગવી હાલમાં
ઉપપ્રમુખ પદ શોભાવી રહ્યો છે. જ્યારે અમદાવાદથી ઇડર કોલેજમાં અધ્યાપક તરીકે તેની નિમણુંક થઇ ત્યારે ત્યાં પણ તેણે રાષ્ટ્રિય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા સ્થાપી. ઉત્તમનેતૃત્વ અને કાર્ય કુશળતા જોઇ ગુજરાત સરકારે તેને પ્રથમવિકલાંગની વિકલાંગોના કમિશ્નર તરીકે નિમણૂંક કરી. નિવૃત્ત થતાં સુધી તેણે એટલી સુંદર પ્રથા પાડી છે કે હવે પછી આવનાર વિકલાંગોના કમિશ્નરને માર્ગદર્શક નીવડશે.
આમતો ભાસ્કર માટે હું ઘણું બધું કહી લખી શકુ એમછું. પરંતુ સ્થળકાળના સંકોચથી વધુ લખવું ઉચિત
નથી લાગતું પરંતુ એટલુ જરૂર કહીશ કે મારા અને ભાસ્કર વચ્ચે કંઇક એવા સંબંધો છે કે અમે જ્યારે મળીએત્યારે દિલ ખોલીને વાત કરી શકીએ છીએ. દરેક વાતમાં રમૂજ તો આવતી જ હોય. તેને તો દ્રષ્ટિહીન સમાજ તથા સામાન્ય સમાજ પર ઓજસ પાથરવાનું નક્કી કર્યું જ છે. અમે ગાઢ મિત્રો હોવા છતાંય તેણે ક્યારેય વિવેકભંગ કર્યાનું મને સાંભળતું નથી કદાચ આ ગુણ તેને વારસામાં તથા ઉચ્ચ પદે બિરાજમાન વ્યક્તિઓને કારણે હોઇ શકે.
આવા ભાસ્કરની (તસ્કરની) ષષ્ઠીપૂર્તિ ઉજવાય તેમાં મને તથા ઉષાને ખૂબ ખૂબ આનંદ છે. વડીલ હોવાને
નાતે આશિષ પણ પાઠવીએ છીએ કે તે દીર્ઘાયુ, તંદુરસ્ત અને આબાદ જીવન જીવે તેમજ વધુને વધુ લોકહિતના કાર્યો કરતો રહે.