નોખી માટીનાં નોખા માનવી - ડૉ. ભાસ્કરભાઈ મહેતા

ડૉ. ભાસ્કરભાઈ મહેતાનેમારે પહેલીવાર મળવાનું થયું -૨૦૦૭ માં, જ્યારે અમેદિવ્યાંગજનો સાથેકામ કરવાનું શરૂ કર્યું અને અમેશ્રીમતી નંદિનીબેન પી. દિવેટીઆના નામેદિવ્યાંગ યુવક - યુવતી જેમનામાં આજીવિકા માટેકંઇકામ કરવાની એષણા હોય અનેતાલીમદત્ત ક્ષમતા પણ હોય. તેમના માટેશ્રીમતી નંદિની પી. દિવેટીઆ રૂરલ રિહેબિલિટેશન એવોર્ડ આપવાનું શરૂ કર્યું. આ એવોર્ડ યોગ્ય વ્યક્તિને જાય તેમાટે એક એવોર્ડ પસંદગી સમિતિની રચના કરી. જેમાં સભ્ય તરીકે ડૉ. ભાસ્કરભાઈને આમંત્રિત કર્યાં. તેમણે તરત આમંત્રણ સ્વીકાર્યું. મનેબરાબર યાદ છે, એ પહેલા દિવસ જ્યારેહું એમનેમળી. એમનું ખુલ્લું હાસ્ય અને સંગીન અવાજથી ખૂબ પ્રભાવિત થઇ હતી. એમનો અસ્ખલિત વાણી પ્રવાહ, એમની યાદશક્તિ અને એમની સમજનો પરિચય તો મને પહેલી મુલાકાતમાં જ થયો. એમના પત્ની પ્રવિણાબહેન મારા વિદ્યાર્થિની હતાં. એ સંબંધે ભાસ્કરભાઇએ મનેTeacher in Law નો હોદો આપી અમારા સંબંધને દૃઢ કર્યો. ત્યારથી એ મનેહંમેશાં આ જ રીતેસંબોધે છે અનેબધાના હાસ્ય સાથે અમારી બેઠક શરૂ થાય છે. એમની હાજરી સમગ્ર વાતાવરણને હળવું બનાવી દેછે.

દિવ્યાંગજનોની જરૂરિયાતો વિશે એમની સમજ બહુ જ સરસ અને સ્પષ્ટ એ લગભગ અરજી કરનાર બધાને ઓળખે. એમની પૃષ્ઠભૂમિ જાણે દિવ્યાંગજનોનો એનસાયક્લોપીડિયા. કેટલા ટકા રોગમાં કેવું / કેટલું કામ થાય, આ વિશે પણ એમના અવલોકનો અનેતારણો ખૂબ

સાચાં નીવડ્યાં છે. મારા માટેદિવ્યાંગજનોના વિશ્વનેતાદશ કરાવનારા મારા સારથિ એ જ. ભાસ્કરભાઈને અમેબ્રેલમાં બધા બેઠકના એજન્ડાના કાગળ તૈયાર કરી આપી શક્યા નથી. પણ મોટેથી વાંચી અમે એ ખોટ પૂરી કરીએ છીએ. દરખાસ્ત થયેલ નામ એક જ વાર વંચાયા હોય તો પણ નામનો ક્રમ અને એની વિગતો એમનેબરાબર ધ્યાનમાં રહેતી. કામ પ્રત્યેની નિષ્ઠા, બેઠકમાં થતી વાતચીતમાં એકાગ્રતા, યાદશક્તિ અનેકામમાં પૂરો રસ વિના આ શક્ય ન બને. એમનેછેક ઇડરથી આવવાનું પણ દરેક બેઠક માટે આવી જતાં અનેખૂબ આનંદથી આવતાં. પૂ. દિવેટીઆ સાહેબ અનેડૉ. ભાસ્કરભાઈને પણ એકદમ પ્રેમનો સંબંધ.

એમનું સંસ્કૃત જ્ઞાન પણ જબરદસ્ત. ઉચ્ચારણ અને અવાજ તો ખરા જ પણ ઘણું સંસ્કૃત સાહિત્ય એમનેકંઠસ્થ. એમની હાજરી નકારી ન શકાય એવી મજબૂત રહી છે. પોતાની શારીરિક મર્યાદાને વચ્ચેલાવ્યા વગર એ જ્યાં પોતેકંઈ કરી શકે એમ છે એ બધું જ કર્યુંછે અને કરેછે. કૉલેજ અનેવિદ્યા જગતની બધી પ્રવૃત્તિઓમાં એ સક્રિય રહ્યાં છે. ૧૯૮૫ માં એટલેકે ૩૫ વર્ષની ઉંમરે એમણેદિવ્યાંગો માટે એક સંસ્થા શરૂ કરી અને એ સંસ્થા ઘણી વિસ્તરી છે અનેસાબરકાંઠા અને

અરવલ્લી જિલ્લામાં એના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જાણીતી થઇ છે, અનેક લેખો લખ્યા અને સરકાર પાસેરજૂઆતો પણ કરી ગુજરાતનાં સહુ પ્રથમ એક દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગતા કમિશનર (Disability) બની, વિકલાંગોની વાત અનુભવથી જ સમજાય અને એટલેદિવ્યાંગોને લગતી બાબતોના નિર્ણાયક વિભાગોના વડા દિવ્યાંગ હોવા જોઈએ, એવું એમનું માનવું હતું. એમણે કમિશનર તરીકે ઘણાં કામો કર્યાં. એમણેદિવ્યાંગતાનેમર્યાદા નથી માની. એ વિશેક્યારેય ફરિયાદ પણ નથી કરી. ઇશ્વરની પ્રસાદીરૂપે એનો સ્વીકાર કર્યો છે. તેઓ એમના જીવનનેબધામાં વહેંચતા રહ્યાં છે અને જીવનના બધા રસ જીવ્યા છે. આવતા અનેક જન્મો સુધી ન ખૂટે એવું ભાથું આ જીવનમાં એમણેબાંધ્યું છે

આજે ભાસ્કરભાઈને ૭૫ વર્ષ પૂરાં થાય છે. એક વિશિષ્ટ વ્યક્તિ, અમારા માટે તો નોખી માટીનાં નોખા માનવી, એમને શુભેચ્છા આપવાની તક મનેમળી એ મારા માટેખૂબ આનંદની વાત છે.

એમનેમળનાર કોઈને પણ એમની ઉણપ દેખાય નહીં એ રીતે એ જીવ્યા છે. એમના પત્ની પ્રવિણાબેનનો એમનેસાથ મળ્યો છે. બંન્નેની જોડી અદ્ભુત છે, હું ઇચ્છું કે જીવનનો આ ચોથો તબક્કો પણ એટલો જ સુંદર રહે અને એમનું નામ એમનું કતૃત્વ વર્ષોવર્ષ અમર રહે. જેને જીવનમાં બધું જ છલોછલ છે, જેન પર ઈશ્વરની કૃપા છે એમનેમાટે આવનાર દિવસો શુભ બની રહે, મંગલમય બની રહે એથી વિશેષ શુંપ્રાર્થના થઈ શકે!

શુભ મંગલ હો શુભ મંગલ હો, નભ મંગલ હો ધન મંગલ હો, ધરતીકા કણ - કણ મંગલ હો, મતિ મંગલ હો પ્રીતિ મંગલ હો, જીવન કી હર કૃતિ મંગલ હો, ગતિ મંગલ હો સ્થિતિ મંગલ હો ; જીવન કા ક્ષણ - ક્ષણ મંગલ હો. ઈશ્વરના આશીર્વાદ આપના પર સદા રહે.

મંદા પરીખ
(મેનેજિંગ ટ્રસ્ટી)
રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (રૂડમી)