સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના જેનપુર ગામમાં એક નિર્દોષ બાળક કમલેશનો જન્મ થયો, ત્યારે તેના પરિવારની આંખોમાંઅનેક સપનાંઓ હતા. માતા - પિતાએ તેના ભવિષ્યનેસોનેરી રંગોથી રંગી નાખ્યું હતું, પરંતુવિધિની વક્રતા જુઓ ! જ્યારે કમલેશ માંડ બેવર્ષનો થયો, ત્યારે કોઈભયાનક બીમારીએ તેના જીવનમાં કાયમ માટેઅંધકાર પાથરી દીધો. આંખોની નસો સુકાઈ ગઈ અનેતેના જીવનનો ઉજાસ અદૃશ્ય થઈ ગયો. એક ક્ષણમાં, જેનપુરના એ ઘરની ખુશીઓ પર જાણેકાળો પડદો છવાઈ ગયો. માતા - પિતાના હૃદય ભાંગી ગયા, અનેપિતા, જેઓ દેશની સેવા માટેસીઆરપીએફમાં હતા, તેઓ પણ લાચાર બની ગયા.પરિવારેકમલેશનેલઈનેઅનેક હોસ્પિટલોના પગથિયાં ચડ્યા, પણ ક્યાંય આશાનુંકિરણ દેખાયુંનહીં. ડૉક્ટરોએ સ્પષ્ટ કહી દીધુંકે હવે કમલેશની આંખોમાંક્યારેય રોશની પાછી નહીં આવે. આ શબ્દોએ તેમના હૃદયમાં ઊંડી વેદના ભરી દીધી, પરંતુતેઓ હિંમત ન હાર્યા. તેમણેનક્કી કર્યું કેજો કમલેશની આંખોમાં પ્રકાશ નથી, તો તેના જીવનમાંજ્ઞાનનો પ્રકાશ ભરશે.
આ વિચાર સાથેજ તેમનો સંપર્ક ઈડરની જાણીતી અંધજન મંડળ સંસ્થા સાથે થયો. આ સંસ્થા કમલેશ માટેમાત્ર એક શાળા નહોતી, પણ એક નવજીવનનું પ્રવેશદ્વાર હતી. અહીં તેણે સ્પર્શની શક્તિથી બ્રેઇલ લિપિ શીખી અનેઅક્ષરોનેઆંગળીઓના ટેરવેઅનુભવવાનું શરૂ કર્યું.અંધજન મંડળના માર્ગદર્શન હેઠળ રહીને, કમલેશેધોરણ ૧ થી ૭ નો અભ્યાસ ગામની પ્રાથમિક શાળામાંઅને ત્યારબાદ ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પ્રાંતિજની હાઈસ્કૂલમાંપૂરો કર્યો. આ સમયગાળા દરમિયાન, તેનો આત્મવિશ્વાસ વધતો ગયો અનેતેણેપોતાનુંભવિષ્ય જાતેજ ઘડવાનુંનક્કી કર્યું. તેણેફિઝિયોથેરાપિસ્ટ બનવાનુંસપનુંસેવ્યું અનેઅમદાવાદની નવરંગપુરા ખાતેની અંધજન મંડળની સંસ્થામાં પ્રવેશ લીધો. અહીં તેણેત્રણ વર્ષસુધી મહેનત કરી અને પોતાના સપનાનેસાકાર કરવા માટે એક પગલું આગળ ભર્યું. અમદાવાદમાં રહીનેજ તેણેકોલેજ કરી અનેખર્ચકાઢવા માટે કોલ સેન્ટરમાંનોકરી પણ શરૂ કરી. દિવસ દરમિયાન કોલ સેન્ટરની નોકરી અનેરાત્રે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કમલેશનો સંઘર્ષ જાણેઅવિરત ચાલુ રહ્યો.
આ મહેનતનુંજ ફળ હતુંકેજ્યારે ગુજરાત ગ્રામીણ બેંકની પરીક્ષાનુંપરિણામ આવ્યું ત્યારે તેનુંનામ સફળ ઉમેદવારોની યાદીમાં ચમકતું હતું.આજેકમલેશ હિંમતનગરમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાંફરજ બજાવેછે. જેસમયેતેમની નોકરી લાગી, તેસમયેસાબરકાંઠા વિસ્તારમાંબેંકમાંનોકરી કરનાર કમલેશ કદાચ પ્રથમ પ્રજ્ઞાચક્ષુવ્યક્તિ હતા. શરૂઆતમાંબેંકના સ્ટાફ અનેગ્રાહકોનેશંકા હતી કે આ પ્રજ્ઞાચક્ષુયુવક બેંકના જટિલ કામો કેવી રીતેકરી શકશે? પરંતુકમલેશેકોઈને શબ્દોથી નહીં, પણ પોતાના કામથી જવાબ આપ્યો. તેમણે સ્કીન રીડર સોફ્ટવેરની મદદથી કમ્પ્યુટર ચલાવીને સૌનેચોંકાવી દીધા. તેમની કામ કરવાની કુશળતા અને આત્મવિશ્વાસ જોઈનેસહકર્મીઓ પણ ખુશ થયા.કમલેશ વણકરની આ જીવનગાથા એ વાતનો જીવંત પુરાવો છે કેશારીરિક પડકારો જીવનનો અંત નથી, પરંતુ એક નવી શરૂઆતનુંમાધ્યમ બની શકે છે. તેમનો સંઘર્ષ, હિંમત અનેસફળતા આજેઅનેક લોકો માટેપ્રેરણાનો સ્રોત છે. તેમનું જીવન એ સાબિત કરેછે કેજો મન મક્કમ હોય, તો અંધકાર પણ આશાનો સૂરજ બની શકેછે. (મયુર ચૌધરી)