સાબરકાંઠાનો શંકરાચાર્ય – સંદીપ રામી

આધુનિક યુગમાંજ્યાંકોમ્પ્યુટર ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પ્રભુત્વ દિન - પ્રતિદિન મજબૂત બની રહ્યું છે, ત્યાં દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો એક મોટો પડકાર બની શકેછે. સમાજમાં એવી પૂર્વધારણા પ્રવર્તેછે કે અંધ વ્યક્તિઓ આ પ્રકારની સુવિધાઓનો લાભ લઈ શકતા નથી. પરંતુ આ માન્યતાનેખોટી સાબિત કરી છે સાબરકાંઠાના તલોદ તાલુકાના મહીયલ ગામના વતની શ્રી સંદીપ કમલેશભાઈરામીએ. તેઓ માત્ર પોતાના માટેજ નહીં, પરંતુ ગુજરાતના અનેક દિવ્યાંગો માટે ટેકનોલોજીના જ્ઞાનનો પ્રકાશ પાથરી રહ્યા છે.સંદીપભાઈનું જીવન સામાન્ય બાળકની જેમ ચાલી રહ્યું હતું, પરંતુ જીવનમાંબેમોટા આઘાત આવ્યા. પહેલા, તેમની માતા અનિતાબેનનુંઅકાળેઅવસાન થયુંઅને ત્યારબાદ દિવાળીમાં ફટાકડા ફોડતા તેમની આંખોની દ્રષ્ટિ જતી રહી. ધોરણ નવમાંઅભ્યાસ કરતા એક સામાન્ય બાળક માટે આ આઘાત ખૂબ જ દુ : ખદ હતો અનેઅચાનક દુનિદુ યા અંધકારમય બની ગઈ. પણ સંદીપભાઈએ હિંમત ગુમાવી નહીં. આ બેવડા આઘાતથી ભાંગી પડવાને બદલે, તેમણેઅડગ મનોબળથી પરિસ્થિતિનો સામનો કરવાનો નિર્ણય લીધો.તેસમયે, રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા ખાતે વિશિષ્ટ શિક્ષકની ફરજ બજાવી રહેલા પ્રતાપભાઈ ઝાલાએ તેમને માર્ગદર્શન આપ્યુંઅને જીવનમાંનવી આશાનુંકિરણ પ્રગટાવ્યું. પ્રતાપભાઈની મદદથી સંદીપભાઈએ બ્રેઇલ લિપિ શીખી અનેઅભ્યાસ ચાલુરાખ્યો. પાછળથી અંધ થયેલા વ્યક્તિઓ માટેબ્રેઇલ લિપિ શીખવી મુશ્કેલ હોય છે, પણ સંદીપની મહેનત અને પ્રતાપસિંહના માર્ગદર્શને આ સમસ્યાને જલ્દીથી દૂર કરી. ધોરણ ૧૦ પૂર્ણ કર્યા બાદ, તેમણે કોમ્પ્યુટરના ક્ષેત્રમાં આગળ વધવાની પોતાની ઈચ્છા જીવંત રાખી. અંધજન મંડળ, વસ્ત્રાપુર ખાતે રણછોડભાઈસોનીના માર્ગદર્શન હેઠળ તેમણે " સ્ક્રીન રીડર " નો અભ્યાસ કર્યો. પોતાની કુશાગ્ર બુદ્ધિ અનેમહેનતથી, દૃષ્ટિહીન હોવા છતાં, તેઓ સામાન્ય વ્યક્તિની જેમ કોમ્પ્યુટર ચલાવતા શીખી ગયા. આ સફળતા તેમના માટે એક અદમ્ય ઉત્સાહનો સંચાર કરનારી બની રહી.આજે, સંદીપભાઈ દિવ્યાંગો માટે ટેકનોલોજીને સુલભ બનાવવાનુંભગીરથ કાર્યકરી રહ્યા છે. તેઓ અંધ વ્યક્તિઓને ઉપયોગી થતી નવી એપ્લિકેશન્સ અનેવેબસાઇટ્સના ડેવલપર્સસાથેસીધો સંપર્ક ધરાવેછે. મોડીરાત સુધી જાગીને, નવા સોફ્ટવેર અને ઉપકરણોનો પ્રયોગ કરીનેતેની વિશેષતાઓ અનેખામીઓ વિશેડેવલોપર્સનેસૂચિત કરવાનુંકામ તેઓ ખૂબ જ સહજતાથી કરેછે. તેઓ રાષ્ટ્રીય સ્તરના સેમિનારો અને તાલીમ કાર્યક્રમોમાંભાગ લઈનેપોતાનુંજ્ઞાન સતત અપડેટ કરતા રહેછેઅનેતેનો લાભ ગુજરાતના અન્ય દિવ્યાંગોને આપે છે. સરકાર દ્વારા ચાલતા કોમ્પ્યુટર તાલીમ વર્ગોમાંતેઓ

તજજ્ઞ તરીકેસેવા આપી ચૂક્યા છે.સંદીપભાઈ " ટેકનો ગુજરાત ' વોટ્સએપ અનેયુટ્યુબ ચેનલ ધરાવેછે. આ પ્લેટફોર્મ્સપર તેઓ ટેકનોલોજી સંબંધિત માહિતી, નવા ઉપકરણો અનેસોફ્ટવેરની સમીક્ષા, અને ટયુટોરિયલ વીડિયો પણ બનાવેછે. ખાસ કરીને, આ વીડિયો તેઓ દિવ્યાંગો માટે એક્સેસિબલ સ્વરૂપમાંતૈયાર કરે છે, જેથી દરેક દિવ્યાંગ વ્યક્તિ સરળતાથી ટેકનોલોજીનુંજ્ઞાન પ્રાપ્ત કરી શકે.તેઓ દિવ્યાંગો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનેડિજિટલ સ્વરૂપમાંપરિવર્તન કરી તમામ અંધ વ્યક્તિઓ માટે ઉપલબ્ધ કરાવે છે.તેમણે રાષ્ટ્રીય કક્ષાની પ્રજ્ઞાચક્ષુઓ માટેની ટેકનોલોજીની પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીનેસાબરકાંઠા અનેસમગ્ર ગુજરાતનુંગૌરવ વધાર્યુંછે. તેમની આ અદ્ભુત સિદ્ધિઓ બદલ રાજ્યપાલ અને સાબરકાંઠા કલેક્ટર દ્વારા તેમનેસન્માનિત કરવામાં આવ્યા છે. સંદીપભાઈનું જીવન આપણા સૌ માટે એક પ્રેરણાસ્રોત છે. તેઓ ખરા અર્થમાં" સાબરકાંઠાના શંકરાચાર્ય " છે, જેઓ ટેકનોલોજીના માધ્યમથી દિવ્યાંગોના જીવનમાં પ્રકાશ પાથરી રહ્યા છેઅનેતેમને આત્મનિર્ભર બનવા માટેપ્રેરણા આપી રહ્યા છે. તેમનું જીવન દર્શાવેછેકેઅડગ મનોબળ, દ્રઢ નિશ્ચય અનેશીખવાની ધગશ હોય તો કોઈપણ મુશ્કેલીનેસફળતામાંફેરવી શકાય છે.

લેખિકા : પ્રવિણાબેન મહેતા