અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા એક અંતરિયાળ ગામના રહેવાસી અદેસિંહ સોલંકી માટે તેમના પુત્ર ઝાલમસિંહનો જન્મ ખુશીઓ લઈને આવ્યો હતો. લગભગ ૨૫ વર્ષપહેલાંજન્મેલા ઝાલમસિંહના આગમનથી તેમનો પરિવાર આનંદથી છલકાઈ ઊઠ્યો હતો. પરંતુ, સમય જતાંપરિવારને ખ્યાલ આવ્યો કે ઝાલમસિંહનો માનસિક વિકાસ સામાન્ય બાળકો જેટલો નથી. આખરે, નિદાન થયુંકે તે એક મનોદિવ્યાંગ વ્યક્તિ છે અને આ જાણકારીએ પરિવારમાંદુ : ખની લાગણી ફેલાવી દીધી. પરિવારમાંઝાલમસિંહનાંત્રણ ભાઈ - બહેન હતાં, જેમાંથી એક બહેન પણ શ્રવણમંદ હતાં. આમ, બે દિવ્યાંગ બાળકો અનેબે સામાન્ય બાળકો વચ્ચેતેમના ઉછેર અનેવ્યક્તિત્વનાં ઘડતરમાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. પરિવારમાંશિક્ષણનો અભાવ અને આર્થિક સંકડામણ આ મુશ્કેલીઓનેવધુગંભીર બનાવી રહ્યા હતા. ઝાલમસિંહ જ્યારે ધોરણ આઠમા અભ્યાસ કરતા હતા, ત્યારે તેમના જીવનમાં એક આશાનો નવો સંચાર થયો. રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રવાસી શિક્ષક લાલસિંહનો સંપર્ક થતાં, ઝાલમસિંહના જીવનની દિશા બદલાઈ ગઈ. સામાન્ય રીતે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક સિદ્ધિઓની અપેક્ષા રાખવી અતિશયોક્તિભરી લાગી શકે છે, પરંતુકુદરત એક ક્ષતિની પૂર્તિ બીજી ક્ષમતાથી જરૂર કરેછે. ઝાલમસિંહના શિક્ષકોએ તેમનામાં રમતગમત પ્રત્યેની અસાધારણ પ્રતિભા જોઈ. સંસ્થા, શિક્ષકો અનેવાલીઓના સહયોગથી તેમનેમનોદિવ્યાંગ વ્યક્તિઓ માટેયોજાતી રમતોમાંભાગ લેવાનો અવસર મળ્યો. ઝાલમસિંહ દોડ, સોફ્ટબોલ, બાસ્કેટબોલ અને રસ્સાખેંચ જેવી શારીરિક કૌશલ્યની રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા લાગ્યા. તેમની આ પ્રતિભાનેકારણેતેમનેઅનેક ક્ષેત્રોમાંસફળતા મળી અનેતેમણેપરિવારનુંનામ રોશન કર્યું. સરકારશ્રીની સ્પેશિયલ ઓલમ્પિક સેવાઓ હેઠળ ઝાલમસિંહને બાસ્કેટબોલમાંવિશેષ તાલીમ આપવાનુંનક્કી થયું. સંસ્થાના વિશિષ્ટ શિક્ષકો, સ્પેશિયલ ઓલમ્પિકના કોચ અનેપરિવારના સતત સહયોગથી ઝાલમસિંહ રમતગમતની દુનિદુ યામાંખૂબ આગળ વધ્યા. મે ૨૦૨૩ માંરાષ્ટ્રીય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં જીત મેળવીનેતેમણેદિલ્હી ખાતેવિશેષ કોચિંગ લીધું. ઝાલમસિંહની લગન, મહેનત અને તેમના શિક્ષકોનુંસચોટ માર્ગદર્શન ફળ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે બાસ્કેટબોલની ટીમમાંતેમની પસંદગી થઈ. જૂન ૨૦૨૩ માંજર્મનીના બર્નિંગ શહેરમાંયોજાયેલી આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધામાંતેમણેશાનદાર પ્રદર્શન કર્યુંઅનેલગભગ ત્રણ લાખ રૂપિયાનું ઇનામ જીત્યું.
આર્થિક તકલીફો હોવા છતાં, ઝાલમસિંહના પરિવારેઅનેસંસ્થાએ હંમેશાંતેમને પ્રગતિના પંથે આગળ વધવામાંમદદ કરી. સ્પેશિયલ ઓલમ્પિકે તેમની રાષ્ટ્રીય અનેઆંતરરાષ્ટ્રીય રમતોનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો, જ્યારે ગુજરાત સરકારે પણ તેમની સિદ્ધિનેબિરદાવવા માટેપચાસ હજાર રૂપિયાનુંરોકડ ઇનામ આપ્યું. ઝાલમસિંહેધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પણ પૂર્ણકરીને પોતાની શૈક્ષણિક કારકિર્દીનેપણ આગળ ધપાવી. તેમની અદમ્ય મહેનત અને જીતવાની ભાવનાએ તેમનેજિલ્લા અનેરાજ્ય કક્ષાએ અનેક ઇનામો અપાવ્યા, જેનાથી તેમણેપરિવાર અનેસંસ્થાનેગૌરવ અપાવ્યું. અત્યારેઝાલમસિંહ તેમના મોટા ભાઈ સાથે રહેછેઅનેખેતીના કામમાંમદદ કરેછે, કારણ કેતેમના પિતાનુંઅવસાન થયુંછે. એક મનોદિવ્યાંગ વ્યક્તિએ પોતાના કૌશલ્ય અને મહેનતથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિજય મેળવીને પોતાનું, પરિવારનુંઅને સંસ્થાનુંનામ રોશન કર્યું, તેતેમની અડગ મહેનત અનેશિક્ષકોના સફળ માર્ગદર્શનનુંપરિણામ હતું. જોકે, તેમની સામેકેટલીક સમસ્યાઓ હજુ પણ ઊભી છે. ઇનામમાંમળેલી રકમ જીવનનિર્વાહ માટેપૂરતી નથી અનેતેમની પાસે આર્થિક ઉપાર્જન માટે કોઈ કાયમી કામ નથી. તેઓ પરિવાર પર બોજ ન બનેતેમાટેસતત પ્રયાસો થયા, પરંતુહાલ તેમની પાસે એવી કોઈ નોકરી નથી કેજેનાથી તેઓ પોતાનુંગુજરાન ચલાવી શકે. ઝાલમસિંહની જીવનગાથા સમાજને એ શીખવે છે કે શારીરિક ક્ષતિ હોવા છતાંદેઢ નિશ્ચય, કઠોર પરિશ્રમ અને સચોટ માર્ગદર્શનથી કોઈપણ સફળતાનાંશિખરો સર કરી શકાય છે. જો સરકાર આવા વ્યક્તિઓને આર્થિક લાભ અને તેમની ક્ષમતાનેઅનુરૂપ કાર્યપૂરું પાડે, તો તેમનું જીવન વધુ આનંદિત બની શકેછેઅનેતેઓ સમાજમાંસન્માનભેર જીવન જીવી શકે છે.ઝાલમસિંહ જેવા અનેક પ્રતિભાશાળી દિવ્યાંગો માટે આ એક નવી દિશા ખોલી શકેછે.