સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામ રેડામાંમનુજી ઠાકરડાના ઘરે જન્મેલી બીજી દીકરી નિરમા ઠાકરડા, જન્મથી જ આંખોની સમસ્યાથી ઝઝૂમતી હતી. માતા - પિતાનેસતત ચિંતા હતી કેતેમની એક દીકરી પ્રજ્ઞાચક્ષુછેઅનેતેમનું ઘર પણ કાચુંછે, આવી અનેક મુશ્કેલીઓ વચ્ચેતેમનો પરિવાર જીવી રહ્યો હતો.
પરંતુ, રાષ્ટ્રીય અંધજન મંડળના શિક્ષકોએ સર્વે દરમિયાન નિરમાની જાણ થતા તેનેસંસ્થા પર લાવ્યા. ત્યાંના ડૉક્ટરોએ તપાસ કરીનેતેને ‘ પ્રજ્ઞાચક્ષુ ’ જાહેર કરતુંસર્ટિફિકેટ આપ્યું. આ ઘટના નિરમાના જીવનમાં એક નવો વળાંક લઈને આવી અનેતેની શિક્ષણયાત્રા શરૂ થઈ.
પણ નિરમાની અંદર રહેલી અસાધારણ પ્રતિભાને બહાર લાવવાનો માર્ગપણ હતો. અભ્યાસની સાથેતેણેવિવિધ સ્પર્ધાઓમાં પણ પોતાની કમાલ બતાવી, જેમાંનાટક, ગરબા, રસોઈ સ્પર્ધા તેમજ ખેલ મહાકુંભ જેવી રમત - ગમતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેણેદોડ, ગોળાફેંક અને બરછીફેંકમાંભાગ લઈનેઅનેક ઈનામો જીતીનેપરિવાર અનેગામનુંનામ રોશન કર્યું.
નિરમાની લગ્નગાંઠ નાનપણમાંજ તેની બહેનના દિયર સાથેબાંધી દેવામાં આવી હતી. પણ નિરમા ભણવામાંહોશિયાર હતી અને રમત - ગમત પ્રત્યેની તેની રુચિનેસમજીને, પરિવારજનોની સંમતિથી તેલગ્નનો વિચ્છેદ કરવામાં આવ્યો. આ નિર્ણયે નિરમાના જીવનને એક નવી દિશા આપી. ત્યારબાદ તેસંસ્થાની મદદથી અમદાવાદ પહોંચી, જ્યાંતેણેગુજરાતી વિષય સાથે એમ.એ., બી.એડ.ની પદવી પ્રાપ્ત કરી.
અમદાવાદમાં રહેતા, નિરમાએ માત્ર અભ્યાસ જ નહીં, પરંતુફૂટબોલ રમતમાંપણ મહારથ હાંસિલ કરી. તેણેસખત મહેનત અનેદેઢ નિશ્ચયથી ગુજરાત ટીમમાંસ્થાન મેળવ્યું. તેણે ઇન્ડિયા લેવલ પર ઘણી સિરીઝમાંભાગ લીધો અને" ફૂટબોલર ઑફ ધ સિરીઝ " બની. આ સિદ્ધિઓએ તેનેઆંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી. ઇંગ્લેન્ડ અને જાપાનમાંઆંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમતાં, તેગુજરાત અનેભારતમાં પ્રથમ પ્રજ્ઞાચક્ષુખેલાડી તરીકે ઇતિહાસ રચી ચૂકી છે.
એક સમય હતો જ્યારેનિરમા તેના માતા - પિતા માટેચિંતાનુંકારણ બની હતી. આજેતેસાબરકાંઠાની બેંક ઓફ ઇન્ડિયા, હિંમતનગર શાખામાંગૌરવભેર નોકરી કરેછે. 2021 માંપિતાના અવસાન બાદ પણ તેણેહિંમત ન હારી અને આજેપોતાની માતાની જવાબદારી સ્વાભિમાનથી નિભાવે છે. નિરમા માત્ર એક નામ નથી, પરંતુસત્ય, સંઘર્ષઅનેસફળતાનું પ્રતીક છે. સાબરકાંઠાની આ દીકરી સાચેજ એક ચેમ્પિયન છે, જેણેપોતાના પ્રજ્ઞાચક્ષુહોવાનેક્યારેય પોતાની મર્યાદા બનવા દીધી નથી.