આજના પવિત્ર પુનિત દિવસે પ્રાત: સ્મરણીય શ્યામ સુંદરદાસજી મહારાજ નવિન મકાન ઉપર પધાર્યા હતા. અને ત્યાર બાદ કર્મઠ શ્રી ભાસ્કર મહેતા ના ઘરે પધારી મહેતા સાહેબને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ સંસ્થાના મકાનમાં પધાર્યા હતા. ત્યાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મા.સા. મંત્રી શ્રીમતિ સોનલ બેન દોશી, સહમંત્રી શ્રીમતી પ્રવિણાબેન મહેતા તથા ખજાનચી શ્રી બિપીનભાઈ ઉપાધ્યાય, મુરબ્બી શ્રી જે. બી. દવે સાહેબ, શ્રી ઓ. જી. વ્યાસ સાહેબ તેમજ કર્મચારીગણ હાજર રહ્યા હતા. અને સર્વે એ મહારાજશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.
સ્મરણીય શ્યામ સુંદરદાસજી મહારાજ
