-
ચેમ્પિયન નિરમા અંધકારમાંથી અજવાળે
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામ રેડામાં મનુજી ઠાકરડાના ઘરે જન્મેલી બીજી દીકરી નિરમા ઠાકરડા, જન્મથી જ આંખોની સમસ્યાથી ઝઝૂમતી હતી. માતા – પિતાને સતત ચિંતા હતી કે તેમની એક દીકરી પ્રજ્ઞાચક્ષુ છે અને તેમનું ઘર પણ કાચું છે, આવી અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમનો પરિવાર જીવી રહ્યો હતો. પરંતુ, રાષ્ટ્રીય અંધજન મંડળના શિક્ષકોએ સર્વે દરમિયાન નિરમાની જાણ…
-
અદમ્ય ઝાલમસિંહ સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા એક અંતરિયાળ ગામના રહેવાસી અદેસિંહ સોલંકી માટે તેમના પુત્ર ઝાલમસિંહનો જન્મ ખુશીઓ લઈને આવ્યો હતો. લગભગ ૨૫ વર્ષ પહેલાં જન્મેલા ઝાલમસિંહના આગમનથી તેમનો પરિવાર આનંદથી છલકાઈ ઊઠ્યો હતો. પરંતુ, સમય જતાં પરિવારને ખ્યાલ આવ્યો કે ઝાલમસિંહનો માનસિક વિકાસ સામાન્ય બાળકો જેટલો નથી. આખરે, નિદાન થયું કે તે એક મનોદિવ્યાંગ વ્યક્તિ…
-
ડૉ. પૂર્વેશ પંડ્યા સંઘર્ષથી સન્માન સુધીની પ્રેરણાદાયી યાત્રા
જિંદગી હંમેશાં પડકારો લઈને આવે છે અને સાથે જ તેનાં સમાધાનો પણ પૂરાં પાડે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ સમસ્યાથી ક્યારેક ને ક્યારેક પરેશાન થાય જ છે, પણ ડૉ. પૂર્વેશ પંડ્યાની આ જીવનગાથા વાંચવાથી એ ચોક્કસ સમજાશે કે સંઘર્ષ, સમય અને સન્માન એકબીજા ની સાથે સંતાકૂકડી રમતાં હોય છે. સાબરકાંઠા જિલ્લાના રાયગઢ ગામના…
-
પ્રેરણાત્મક સફર – ઋત્વિ દોશી
ઈડરિયાગઢની તળેટીમાં ધુળેટા દરવાજા અને ઇડર ટાવરની અંદર પ્રાચીનતમ ઇડરનગર અને આ નગરમાં પેઢીઓથી શૈક્ષણિ કરી તે તેમજ આર્થિક રીતે પણ અતિધનાઢય જૈન પરિવાર રહે. પરિવારમાં લગભગ દાદાથી લઈ પૌત્ર પણ એડવોકેટ અને લબ્ધપ્રતિષ્ઠિત પરિવારમાં ઝરણાબેન અને સતીષકુમાર દોશીના ઘરે પુત્રરત્ન બાદ પપ્પાની લાડકી દીકરીનો જન્મ તારીખ 14 / 6 / 1990 ના રોજ થયો.…
-
આંતરરાષ્ટ્રીય મનોદિવ્યાંગ રમતવીર – દિવ્યા ડામોર
વિજયનગરના અંતરિયાળ એવા ગામ ભાંભુડી વસાહત ગામમાં હરેશભાઈ ડામોર જેઓ વ્યવસાયે ખેતી કરે છે, અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચેના અંતરિયાળ વિસ્તારમાં હરેશભાઈ ના ઘરે દીકરીનો જન્મ થયો નામ રાખ્યું દિવ્યા. ‘ દીકરી વહાલનો દરિયો ’ એમ ખૂબજ વહાલથી દીકરીનો ઉછેર શરૂ કર્યો પરંતુ સમય જતા માતા – પિતાને ખબર પડી અમારી દીકરી દિવ્યાની બુદ્ધિક્ષમતા ઓછી છે ઉંમર…
-
ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટનો સોનેરી મોરપીંછ એટલે (ભલાજી મોહનજી ડામોર)
સાબરકાંઠા જિલ્લાના અંધજન મંડળ ઇડરની પ્રજ્ઞા ચક્ષુ ક્રિકેટ ટીમ 1993 માં પ્રથમવાર અખિલ ગુજરાત અંધજન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની. જે સમગ્ર અંધજન ક્રિકેટ ચાહકોમાં ચમત્કાર સમાન ઘટના હતી કારણ કે આપણા જિલ્લાની પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમ અગાઉની ટુર્નામેન્ટોમાં ક્યારેય ક્વોલિફાઈ કરી શકતી ન હતી તે જ ટીમ અચાનક એક જ ટુર્નામેન્ટમાં અગાઉ ચેમ્પિયન રહી ચૂકેલી બધી…
-
સંસ્થા અહેવાલ
કોઈપણ શુભ કાર્ય ની શરૂઆત શિવ અને શક્તિના સમન્વયથી થાય છે સૃષ્ટિના સર્જન માટે શિવ અને શક્તિ બંને સ્રોત ભેગા થઈ માનવ જીવન સંભવ બન્યું હતું. તેવી જ રીતે રાષ્ટ્રીય અંજન મંડળ ની શરૂઆત માટે એવું કહી શકાય કે ભાસ્કરભાઈ મહેતા સાહેબ નું શિવત્વ પ્રવિણાબેન મહેતા ના શક્તિ સ્રોત સાથે સમન્વિત થઈ સંસ્થા રૂપે અવતારિત…
-
રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા દ્વારા સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટર
આપણા ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે, ” શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ ” એટલે કે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પુરુષાર્થો સિદ્ધકરવા માટે શરીર એક સાધન છે. જ્યારે શરીર સ્વસ્થ અને સક્ષમ હોય, ત્યારે જ વ્યક્તિ જીવનના દરેક પડકારનો સામનો કરી શકે છે અને પોતાનું જીવન સંપૂર્ણ રીતે જીવી શકે છે. પરંતુ જ્યારે કોઈ…
-
વાત્સલ્ય ડે કેર સેન્ટર દિવ્યાંગ બાળકોનાં જીવનમાં નવસંચારનું કિરણ
માનવી એક સામાજિક પ્રાણી છે અને તેની વિચારશીલતા એ તેનું સૌથી મોટું આભૂષણ છે. આપણા વિચારો આપણા જ્ઞાન થકી પ્રેરિત થાય છે અને જ્ઞાન એ સૌથી મોટી મૂડી છે. જીવનને સુપેરે ચલાવવા માટે જ્ઞાન અનિવાર્ય છે. જોકે, માત્ર પુસ્તકિયું જ્ઞાન આપણને ડિગ્રી આપે છે, જ્યારે વ્યાવહારિક જ્ઞાન આપણને આજીવિકા કમાવવાના વિકલ્પો શોધી આપે છે. દરેક…
-
ગરબા સ્પર્ધા

રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડર પ્રજ્ઞાચક્ષુ બહેનોએ રાજ્યકક્ષાની ગરબા સ્પર્ધામા પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો ગરબા સ્પર્ધા વિડિઓ
