સાબરકાંઠા જિલ્લાના અંધજન મંડળ ઇડરની પ્રજ્ઞા ચક્ષુ ક્રિકેટ ટીમ 1993 માં પ્રથમવાર અખિલ ગુજરાત અંધજન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની. જે સમગ્ર અંધજન ક્રિકેટ ચાહકોમાં ચમત્કાર સમાન ઘટના હતી કારણ કે આપણા જિલ્લાની પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમ અગાઉની ટુર્નામેન્ટોમાં ક્યારેય ક્વોલિફાઈ કરી શકતી ન હતી તે જ ટીમ અચાનક એક જ ટુર્નામેન્ટમાં અગાઉ ચેમ્પિયન રહી ચૂકેલી બધી જ ટીમોને ધડાધડ પરાસ્ત કરી ટુર્નામેન્ટમાંથી બહાર ધકેલી ગૌરવપૂર્વક ચેમ્પિયન બની હતી. બીજા વર્ષ 1994 માં જ્યારે અખિલ ગુજરાત અંધજન ક્રિકેટ ટુર્નામેન્ટ રાજકોટ ખાતે યોજવા જઈરહી હતી ત્યારે રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠાની ટીમનો | સિલેક્શન ઈડર કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લગભગ 30 થી 40 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ ટીમમાં સ્થાન મેળવવા સિલેક્શન કેમ્પમાં આવ્યા હતા. જિલ્લાની ટીમને પસંદગી પણ ખૂબ જ ચીવટ પૂર્વક કરવાની હતી કારણ કે આપણી સામે ગત વર્ષની ચેમ્પિયનશીપ જાળવી રાખવા માટેનો પડકાર હતો.
આ સિલેક્શન કેમ્પમાં ઘણા બધા પ્રજ્ઞાચક્ષુઓમાં દેખાવે ખૂબ જ સામાન્ય શારીરિક બાંધો ધરાવતા સંપૂર્ણ અંધ ભલાજી પણ સામેલ હતા. આખો દિવસ પ્રેક્ટિસ ચાલી અને અંતે બોલિંગ, ફિલ્ડિંગમાં ગજબનું કૌવત ધરાવતા ભલાજી ઓલ રાઉન્ડર તરીકે 14 સદસ્યની પ્રજ્ઞાચક્ષુટીમમાં સ્થાન પામ્યા.
માલપુર તાલુકાના પીપરાણા ગામમાં જન્મેલા અને ગામની જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ભલાજી અભ્યાસમાં ખૂબ જ સામાન્ય હતા. માતા – પિતા ઘરની થોડીક જમીનમાં ખેતીવાડી કરી વગડામાં બકરીઓ ચરાવી પોતાના પરિવારનો ભોજરામ ચલાવતાં નાની ઝૂંપડી સમાન ઘરમાં વસવાટ કરતાં હતાં. પરિવારમાં બે સંતાનોમાં મોટો દીકરો ભલાજી સંપૂર્ણ અંધ હતા અને નાનો દીકરો સામાન્ય હતો. બરાબર આ જ સમય દરમિયાન સંકલિત શિક્ષણ યોજના ની ગુંજ માલપુરના ગામડાઓમાં પણ ગુંજતી હતી આપણી સેવા સંસ્થાના કર્મયોગી શિક્ષક મિત્રો શ્રી કાંતિભાઈ રાવળ, દાનાજી ડાભી બાલાજીના પિતાજી અને પરિવાર સાથે આત્મીયતા ધરાવતા હતા તેઓએ ભલાજી અને તેમના પરિવારને અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા દ્વારા ચલાવતી શૈક્ષણિક યોજનાઓ, રમતગમત, ક્રિકેટ, વગેરે પ્રવૃત્તિઓ, વિશે માહિતગાર કર્યા પરિવારનો વિશ્વાસ સંપાદન કરી ભલાજીને ક્રિકેટની રમત
114
રમવા પૂરતો સમય અને વાતાવરણ આપવા સહમત કર્યા. ભલાજી ક્રિકેટ ટીમ સાથે જોડાવા અને ઈડર કૉલેજ ખાતે દિવાળી વેકેશન દરમિયાન થી ચાલતા ક્રિકેટ કોચિંગ કેમ્પમાં 20 થી 25 દિવસ માટે ઇડર આવ્યા. ઘણા દિવસો સુધી ક્રિકેટનું કોચિંગ મેળવી ભલાજી જિલ્લાની ટીમ માટે સાચે જ ઓલરાઉન્ડર તરીકે ઉભરી આવ્યા. આપણી સંસ્થાને પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમ રાજકોટ ખાતે 1994 માં અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા રાજકોટ પહોંચી ત્યાં પણ આપણી ટીમ એ ચેમ્પિયનને છાજે એવી અદ્ભુત રમત રમી ઘણી ટીમોને હારનો સ્વાદ ચખાડ્યો. આ ટીમમાં સંપૂર્ણ અંત તરીકે સ્થાન પામેલા ભલાજી ડામોર પોતાની બોલિંગ અને ફિલ્ડિંગ દ્વારા સૌને અચંબામાં મૂકતા જોવા મળ્યા. ગજબની ફાસ્ટ બોલિંગ ઘણીવાર સ્ટમ્પને અથડાઈઅવાજ કરે ત્યારે જ બેસ્ટમેનને ખ્યાલ આવતો હતો કે પોતે આઉટ થયા છે.
આમ ભલાજી દરેક ટુર્નામેન્ટમાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ અને ઓલ રાઉન્ડર તરીકે દેખાવ કરતા. તેઓનું સિલેક્શન ગુજરાતની ઝોનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં થયું. ત્યાં પણ ભલાજીનું પ્રદર્શન ઓલ રાઉન્ડર તરીકે સર્વોચ્ચ રહ્યું અને ભલાજીને રમતની નોંધ ઝોનલ અને રાષ્ટ્ર કક્ષાએ સિલેકટરો દ્વારા લેવામાં આવી અને ભલાજીને મુંબઈ, બેંગલોર, દિલ્હી ખાતે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓના કોચિંગ | કેમ્પમાં લઈ જઈ કોચિંગ આપવામાં આવ્યું. બાલાજી પોતાની રમતના કારણે સૌ કોઈની આંખોમાં વસી ગયા હતા અને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન માટે કડો પ્રજ્ઞાચકશુ ખેલાડીઓ પ્રયત્નશીલ હતા પરંતુ ભલાજી આ સ્પર્ધામાં સૌથી મોખરે રહી તેમનું સ્થાન પામ્યા.
આપણી સેવાભાવી સંસ્થા રાષ્ટ્રીય જન મંડળ ઈડર દ્વારા ભલાજીને ક્રિકેટની રમતરમવા ઘરેથી અમદાવાદ, મુંબઈ, બેંગલોર, દિલ્હી તેમજ અન્ય ટુર્નામેન્ટોમાં અને કોચિંગ કેમ્પમાં જોડાવા માટે કોઈ કચાશ રાખ્યા વગર હંમેશાં ભલાજીની જરૂરિયાતો પૂરી કરી તેમને પ્રોત્સાહિત કરી તેમનો આત્મવિશ્વાસ વધારવાનું કાર્ય કર્યું. ભલાજીને આર્થિક જરૂરિયાતો ક્રિકેટનાં સાધનો યુનિફોર્મ વગેરે જરૂર મુજબ પૂરા પાડવામાં આવ્યાં.
ભારતમાં 1998 માં દિલ્હી ખાતે કનિષ્ક અંધજન વિશ્વ કપનું આયોજન કરવામાં આવ્યું ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા કેવા દેશોની પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમો આટુર્નામેન્ટમાં ભાગ લેવા આવી હતી. ભારતીય ટીમ?
કેતન શાહ
