આંતરરાષ્ટ્રીય મનોદિવ્યાંગ રમતવીર – દિવ્યા ડામોર


વિજયનગરના અંતરિયાળ એવા ગામ ભાંભુડી વસાહત ગામમાં હરેશભાઈ ડામોર જેઓ વ્યવસાયે ખેતી કરે છે, અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચેના અંતરિયાળ વિસ્તારમાં હરેશભાઈ ના ઘરે દીકરીનો જન્મ થયો નામ રાખ્યું દિવ્યા.

‘ દીકરી વહાલનો દરિયો ’ એમ ખૂબજ વહાલથી દીકરીનો ઉછેર શરૂ કર્યો પરંતુ સમય જતા માતા – પિતાને ખબર પડી અમારી દીકરી દિવ્યાની બુદ્ધિક્ષમતા ઓછી છે ઉંમર પ્રમાણે એનો વિકાસન થયો.

નસીબની બલિહારી થી વિશિષ્ટ શિક્ષક જિગ્નેશભાઈ પંડ્યાની આ બાળકી ઉપર નજર પડી અને તેઓ સમજી ગયા કે આ દીકરીની બૌદ્ધિક ક્ષમતા ઓછી છે. તેમને આ બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવી મેડિકલ સર્ટી કરાવી તેને વિશિષ્ટ શિક્ષણ આપવાની શરૂઆત થઈ.

બુદ્ધિઆંક ઓછો અને એમાંય દીકરીનો અવતાર પણ જિજ્ઞેશભાઈએ એનામાં જે ક્ષમતા હતી એ શોધી કાઢી. દીકરી દોડમાં ખૂબ જ અવ્વલ હતી જેથી તેને સ્પેશિયલ ઓલમ્પિકમાં લઈ જવાની શરૂ કરી દર વર્ષે હરીફાઈમાં જાય અને જીતે આમ તેની શરૂઆત ખૂબ જ સારી થઈતેની ક્ષમતાઓ સ્પેશિયલ ઓલમ્પિકને પણ દેખાઇ અને આ બાળકીને તાલીમની શરૂઆત કરી તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ દીકરીએ મેડલ લાવવાની શરૂઆત કરી. આમ કરતાં કરતાં આ બાળકીની ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થઈ.

ડુંગરાળ વિસ્તાર, ગરીબ પરિવારની દીકરી જેની પસંદગી અમેરિકામાં લોસએન્જેલસ ખાતે ઇન્ટરનેશનલ ઓલમ્પિકમાં થઈ. જેમાં ગોળાફેંકમાં અને ૨૦૦ મીટર દોડમાં ભાગ લીધેલ. જેમાં

ગોળાફેકમાં દ્વિતીય ક્રમ અને ૨૦૦ મીટર દોડમાં ત્રીજો નંબર મેળવેલ. અહીંથી આ દીકરીનું નસીબ ચમક્યું આ દીકરીની પ્રગતિમાં વિશિષ્ટ શિક્ષકોએ તો મદદ કરેલ છે પરંતુ રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડરના મંત્રીશ્રી પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતા સાહેબ અને શ્રીમતી પ્રવિણાબેન મહેતા જેઓએ બાળકીને વિદેશ જતાં પહેલાં આશીર્વચન આપ્યા અને તેને હૂંફ આપી કે તેને જ્યાં જરૂર પડે ત્યાં સંસ્થા તેની સાથે છે.

દિવ્યાનું વિશેષ સન્માન સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૬૯ મા સ્વાતંત્ર દિન નિમિત્તે માનનીય મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું.

રાજ્યકક્ષાએથી પણ દીકરીને રોકડ પુરસ્કાર દ્વારા અને ભારત સરકાર દ્વારા ૭ લાખ રૂપિયા જેટલી રોકડ રકમ આપવામાં આવી હતી.

સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત દ્વારા દિવ્યાનાં પર્ફોર્મન્સના આધારે રાજ્યના કોચ તરીકે તેની પસંદગી કરવામાં આવી હતી.

જીજ્ઞેશ પંડ્યા