શ્રદ્ધા સુમન લેખ

સ્વ. સોમાભાઈ પુંજાભાઈ તરાર

સ્વ. સોમાભાઈ પુંજાભાઈ તરાર

સાબરકાંઠાના ભિલોડામાં જન્મેલ જીલ્લા બહારની અંધ શાળાઓમાં સામાન્ય શિક્ષણ અને સંગીતનું વિશિષ્ટ શિક્ષણ મેળવ સંકલીત શિક્ષણ યોજનાના લાભાર્થી તરીકે અને ત્યારબાદ સંસ્થાના આજીવન પ્રક્ષાચક્ષુ સભ્ય તરીકે સ્વ. સોમાભાઈ જોડાયા. સ્વભાવે હસમુખા, પોતાના હક માટે જાગૃત અને સ્વ. સોમાભાઈને શ્રીમતી પ્રવિણા બી.મહેતા અને સંસ્થા પરિવાર સતત સહિયારો આપતા રહ્યા. સંસ્થાના અંધ બાળકો માટે યોજાતાકાર્યક્રમમાં સંગીત શિક્ષકની ભૂમિકામાં સોમાભાઈને લાવતા રહ્યા. સ્પષ્ટ વકતા અને પ્રકૃતિએ યોગ

પ્રમાણમાં વધારે જીદ્દી સોમાભાઈ માત્ર અંધ શાળામાં જ કામ કરવા ઈચ્છતા. કુદરતીની લીલા કંઈક

ન્યારી સૌએ ભેગા મળી સ્વ. સોમાભાઈ ને અરજી કરાવી. ઈન્ટરવ્યુ માં લઈ ગયા અને સ્વ. સોમાભાઈ

ભિલોડા તાલુકાની આંતરીયાળ પ્રાથમિક શાળામાં સંગીત શિક્ષક તરીકે નિમાયા. નવા વાતાવરણમાં

તેમને અપડાઉન સાથે કામ કરતા કરવામાં પણ સંસ્થાના હોદ્દેદારો પ્રવાસી અધ્યપાકો સ્વ. સોમાભાઈ

ના સ્વજનો અને તેમની પ્રાથમિક શાળના આચાર્ય અને અધ્યાપક સાથી મિત્રોએ ધૈર્યથી જરૂરી સાથ

આપી સોમાભાઈને પગભર કર્યા પરિવાર પણ પ્રસન્ન સાથે જોડાયેલા.કિંતુ કુદરતને જાણે કે આ અમાન્ય હોય તેમ થોડા સમયમાં સ્વ.સોમાભાઈ અસાધ્ય બિમારીનો શિકાર થયા. તેમના દવા લેવાનો ઈન્કાર અને કોઈક ગેબી તત્વ દ્વારા તેમની થતી સતામણીની માન્યતાને આધારે ટૂંક સમયમાં જ સ્વ. સમાભાઈ સૌને ઘારતમાં ડૂબાડી, વિલાપ કરતા કરી અંતિમ યાત્રાએ નીકળી પડ્યા.

સ્વ. સોમાભાઈએ વિદ્યાર્થી અને શિબીર અધ્યાપક તરીકે સંસ્થાને આપેલી સેવાઓ સાદર સ્વીકારી સંસ્થા ઋણમુકિતનો પ્રયાસ શ્રદ્ધાંજલિ દ્વારા કરે છે. સ્વ. સોમાભાઈ જેવી પરીસ્થિતિમાંથી પસાર થતા સૌ સ્વજનો તેમના આ લેખનમાંથી પ્રેરણા મેળવી પોતાનું અને અન્યનું જીવન ઉજાળી

ઈતહાસનને આગળ વધારે અને તે પણ અમરા જેવી સંસ્થાના સથવારે, તેવી શક્તિ સૌને પરમ કૃપાળુ પરમાત્મા આપે તેવી પ્રાર્થના સાથે શ્રધ્ધાં સુમન અર્પતાં આત્મીય આનંદનો અનુભવ થાય છે.

મનોજકુમાર જે.

પ્ર. અધ્યાપક

એન.એ.બી. અરવલ્લી - સાબરકાંઠા

જિલ્લા શાખા,

ઈડર

શ્રીમતી પ્રવિણાબેન ભાસ્કર મહેતા

સહમંત્રી,

એન.એ.બી. અરવલ્લી - સાબરકાંઠા જિલ્લા શાખા,

ઈડર

ફોન. ૦૭૮૭૪૩૨૩૫૨૩