શિક્ષણને વ્યકિતની અમીરી, ગરીબી, સામાન્યપણું કે વિકલાંગતા સાથે ન્હાવા નીચોવાનો પણ સંબંધ નથી. આ વાત જાગૃત ટ્રસ્ટી મંડળના દિમાગમાં સ્થાપનાથી હતી. વળી શિક્ષણ વિના વિકલાંગ વ્યકિત આત્મા વિનાનું શરીર બને. સાથે સાથે ખર્ચાળ અને ઓછા વિકલાંગોને શિક્ષણ આપતો યોજના સંસ્થાને ન પોષાય, તેવું દૃષ્ટીહીન છતાં આંતરદૃષ્ટિ ધરાવતા સંચાલકોને સમજાયું. આથી વિકલાંગ બાળકોની સંકલિત શિક્ષણ યોજના ચલાવતા વિસનગર અને વીરમગામની મુલાકાતના આયોજ બાદ સૌ કોઈ સંમત થયા કે વિકલાંગ બાળકનું શૈક્ષણિક હિત, સમાજનું તેમાં ઉત્તરદાયિત્વ જનજાગૃતિ વગેરેના સંદર્ભમાં શાખાએ ઘણી લાગતી મર્યાદાઓ છતાં સંકલિત શિક્ષણનો સ્વીકાર કરવ જેથી ખાસ શિક્ષણ છતાં સંકલિત શિક્ષણનો સ્વીકાર કરવો જેથી ખાસ શિક્ષણ છતાં વિકલાંગ બાળક પરિવાર સમાજથી અલગ ન પડે અને તેને સમાન તક મળે, વિકાસનું વ્યાપક ક્ષેત્રે મળે. તેના ન્યાયિક હકકોનું જતન થાય. તે સમાજને ઓળખે અને સમાજ તેની શકિતઓને ઓળખે . આ નવો અભિગમ મુંઝવણવાળો હતો. પણ પણ તેને પાર કરવાના દૃઢ સંકલ્પે આજે સંખ્યા, ગુણવત્તા અને સિધ્ધિની દૃષ્ટિએ શાખાના આ શિક્ષણ કાર્યક્રમને ભારતમાં સર્વશ્રેષ્ઠ બનાવ્યો અને તે સંદર્ભે રાજય રાષ્ટ્ર અને આંતર રાષ્ટ્રીય પરિષદોમાં સંસ્થાના શોધપત્રો રજુ થયા, સરકારની સમિતિઓમાં તજજ્ઞ તરીકે સંસ્થાને પ્રતિનિધિત્વ મળ્યું . સુસજજ રિસોર્સ રૂમનો આદર્શ વાસ્ત-વિકતામાં પરિણમ્યો, સમાજ જાગૃતિ, વાલી જાગૃતિનો પ્રબળ જુવાળ આવતાં પહેલાં સંસ્થા અંધ બાળક પાસે જતી હવે વિકલાંગ બાળકો વાલીઓ અને સમાજ સંસ્થા પાસે આવે છે.
શિક્ષક એ કોઈપણ શિક્ષણ પ્રણાલીનો પ્રાણ છે. તે તાલીમ પામેલો હોયતો સોનામાં સુગંધ ભળે. વિકલાંગ શિક્ષણમાં ખાસ. આરંભમાં તાલીમી શિક્ષકોની સાથે બિનતાલીમી શિક્ષકોની નિમણુંક કર્યા બાદ આવા બિનતાલીમી શિક્ષકોને તાલીમ લેવડાવી સંસ્થાએ સૌનું ભલું કર્યું. આજે સંસ્થાના ૭૧ અધ્યાપકો તાલીમી છે. અને શિક્ષણના હિતમાં બિનતાલીમી શિક્ષકો ન લેવા સંસ્થા કૃતનિશ્ચિયી છે . ભરતી પ્રસંગે પણ શિક્ષક પ્રતિનિધિ સમિતિના સભ્ય હોય છે. પરિસંવાદો, તાલીમ કાર્યક્રમોમાં પણ સંસ્થા સ્વ ખર્ચે શિક્ષકોને મોકલી શિક્ષકોના કાર્યઅહેવાલની ચકાસણી કરી. જરૂરી માર્ગદર્શન આપી ના છૂટકે શિક્ષાત્મક પગલાં લઈ વિકલાંગ શિક્ષણ હિતનું જતન કરે છે. વિકલાંગ બાળકોની શિક્ષકોને માસ્ટર ટ્રેઈનરમાં પરિવર્તિત કરવાનું કાર્ય પણ સંસ્થા હાથ ધરે છે. પરિણામે સંસ્થાના શિક્ષણ અને અધ્યાપકોની સૌએ નોંધ લેવી પડે છે.
સુસજજ બેલ પુસ્તકાલય, કેસેટ લાયબ્રેરી, વિજ્ઞાન પ્રયોગશાળાના સતત ઉપયોગ સાથે તે પણ જિલ્લાના વિકલાંગ બાળકો દ્વારા, સંસ્થા રિસોર્સરૂમ્સ અને આ સૌનો સમૃધ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. ફ્લ સ્વરૂપે પ્રતિવર્ષ ૯૫ થી ૧૦૦ ટકા શિક્ષણના પરિણામો તેમજ સામાન્ય શાળા, કોલેજ અને યુનિવર્સીટીમાં વિકલાંગ બાળકો કેવળ પ્રથમ સ્થાન નથી મેળવતા સામાન્યબાળકોના નેતા પણ બને છે. દફ્તર, પુસ્તકો, શૈક્ષણિક સાધનો, યુનિફોર્મ, રીડર્ડ્સ એલાઉન્સ મર્યાદા છતાં સંસ્થા ભોગવે છે . વિકલાંગ બાળકોનું તબીબી ખર્ચ, સહઅભ્યાસ પ્રવૃત્તિ તાલીમ ખર્ચ, સ્પર્ધાખર્ચ, સંસ્થા ભોગવે છે. પોતાને આંગણે આવી વિવિધ સ્પર્ધાનું રાજયકક્ષાએ આયોજન કરે છે. જે પણ વિકલાંગ શિક્ષણનો એક ભાગ છે.
સંસ્થા શિક્ષણમાં વિકલાંગને શું જોઈએ છે. તેનું સતત નિરિક્ષણ કરે છે અને આયોજન સાથે અમલીકરણ કરવા ઉત્સુક છે. વિદ્યાર્થી સુવિધાની વ્યવસ્થા સંસ્થા કરે છે. સંસ્થાની શિક્ષણ સમિતિ, તેના
સભ્યમિત્રો આ કામ અંગત રસ લઈ ખૂબ જહેમતથી કરે છે.જેને કારણે શિક્ષણની ગુણવત્તા ઉંચી આવે છે.
સ્નાતક થયેલ જિલ્લાનો કોઈ વિકલાંગ વ્યવસાય વગરનો નથી. સંસ્થાની ૫૦ ટકા કારોબારી સુશિક્ષિત વિકલાંગોથી રચાય છે અને સંસ્થાના વિવિધ કાર્યક્રમોમાં આવા વિકલાંગોનું પ્રતિનિધિત્વ અને યોગદાન સંસ્થાની આગવી વિશેષતા છે. “આપણે સાથે પ્રયત્ન કરીએ” સૂત્રથી પ્રેરાઈ સંસ્થા સુશિક્ષિત વિકલાંગોને પૂરી તક આપી શિક્ષણના મહત્વના અંગ નેતૃત્વનો પણ તેમનામાં વિકાસ કરે છે.
વિકલાંગોના આ શિક્ષણમાં સામાન્ય શાળા, તેના અધ્યાપકો, અધ્યાપકોને તૈયાર કરતું તંત્ર, ડાયેટ, આઈ.ઈ.ડી.સી.સેલ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર ડી.પી.ઈ.પી. તેના પ્રકાશનો સરકારી વિવિધ શિક્ષણને સંકલિત કરી શાખાએ સંકલિત શિક્ષણનો સાચો અભિગમ અપનાવ્યો . આ માટેના ખાસ તાલિમ કાર્યક્રમોનું સંચાલન કર્યું . શિક્ષકોના સામાન્ય તાલીમ કાર્યક્રમોમાં વિકલાંગને સ્પર્શતો ભાગ સંસ્થાએ સંભાળ્યો, ઘરે ઘરે ફરી, ઘડિયાળ જોયા વગર સમર્પિત થઈ વિકલાંગ બાળકોને ભણાવતા ખાસ અધ્યાપકોના પગાર ધોરણ, નોકરીની શરતો વગેરેના નિર્ધારણમાં પણ સંસ્થાએ પોતાની ભૂમિકા અદા કરી. જાગૃત વિકલાંગ વાલી સન્માન ખેડબ્રહ્મા ખાતે સંસ્થાએ યોજયો. પ્રતિવર્ષ તેજસ્વી વિકલાંગ છાત્ર સન્માન કાર્યક્રમ યોજી સંસ્થા શિક્ષણને અને તેજસ્વીતાને સાથે સાંકળે છે. પ્રવાસી અધ્યાપકોના મંડળના રાજયકક્ષાના નિર્માણ અને વિકાસમાં સંસ્થાએ યથાશકિત ફાળો આપ્યો. પુસ્તક પ્રકાશન ક્ષેત્રે પણ સંસ્થાએ બે પુસ્તકો ઈમ્પ્રીન્ટ અને બેલમાં ગુજરાતીમાં પ્રકાશિત કરી, વિતરિત કરી માત્ર જિલ્લાનું નહીં સમગ્ર રાજયના વિકલાંગ શિક્ષણ હિતની માવજત કરી. નવાં સાધનો, મોડેલ્સ, ચાર્ટ્સ વગેરેમાં પણ રાષ્ટ્રિય સ્પર્ધામાં ભાગ લઈ શાખા વિકલાંગ શિક્ષણ વિકાસમાં આગળ વધે છે . રાજયશાખા શિક્ષણસમિતિનું અધ્યક્ષપદ તેમજ એ.આઈ.સી.બી. અખિલ ભારત શિક્ષણ સમિતિનું અધ્યક્ષપદ શાખાને પ્રાપ્ત થયેલ, એન.એ.બી. ઈન્ડીયા મુંબઈની શિક્ષણ સમિતિ મુંબઈમાં પણ શાખા પ્રતિનિધિ બની. આ તમામ સિધ્ધિઓ શાખાની વિકલાંગ શિક્ષણનિષ્ઠાનું પરિણામ છે. શિક્ષણ મેળવ્યા બાદ નોકરી કે સ્વરોજગાર માટે પણ શાખા સતત ચિંતિત રહે છે . પરિણમે વિકલાંગ લાભાર્થીઓ આ દિશામાં પણ સંસ્થાનો સાથ મેળવી આગેકૂચ કરે છે. વળી સુશિક્ષિત વિકલાંગ અન્ય વિકલાંગને શિક્ષિત કરે ત્યારે શાખા તેને બિરદાવે છે. “જયોત સે જયોત જલે”
ટૂંકમાં શિક્ષણ સાથે સંલગ્ન તમામ પાસાઓના ક્રમિક સર્વાંગી વિકાસ માટે આરંભમાં શાખા, ત્યારબાદ અદ્યાપકો અને પછી લાગતા વળગતા સૌ અને છેલ્લે સતાં સુશિક્ષિત વિકલાંગ લાભાર્થી અંગત રસ લઈ પ્રગતિ કરે છે. શાખાની સફળતાનું રહસ્ય સમૂહભાવના છે. સહપ્રયત્ન છે. કારણ શાખાનો પ્રગતિમંત્ર છે. “ ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈજા " વિકલાંગના વિકલાંગતાની અંધારાને સમજી વિકલાંગ દ્વારા સૌના અંધારાને દૂર કરવાનો પ્રયત્ન આપણું કર્મ છે. પરિણામમાં સરસ્વતિનો હાથ છે.
વિકલાંગ શિક્ષણની વાત નીકળી છે ત્યારે અંધ થી શરૂ થયેલી અમારી શિક્ષણ યાત્રા આગળ જતાં જિલ્લાના આંશિક બધિર, મંદબુધ્ધિ ધરાવતા, અસ્થિવિષયક વિકલાંગો તેમજ સ્વભાવિક રીતે બહુ વિકલાંગોને પણ સાથે લઈ શકી તેનો અમને આનંદ છે .કારણ માનવનું શિક્ષણ આપણું કર્મ છે . તેજ આપણો ધર્મ છે . તમામ વિકલાંગો માટે શિક્ષણનું લક્ષ હાંસલ કરવામાં આપણો આ પ્રયત્ન આપણને સિધ્ધિ સુધી લઈ જશે .
ઢાકામાં યોજાનાર પશ્ચિમ એશીયા અંધજન શિક્ષણ પરિષદમાં શાખાના સંચાલક, શિક્ષક,સફ્ળ વિકલાંગ લાભાર્થીનું સંયુકત પ્રતિનિધિ મંડળ જનાર છે. જે હવે પછીની પંચ વાર્ષિક આંતરરાષ્ટ્રિય અંધજન શિક્ષણ પરિષદમાં જવાનું બીજ બનશે .
આછે અમારું વર્તમાન વિકલાંગ શિક્ષણનું જિલ્લા ચિત્ર
વિકલાંગતાનો
પ્રકાર
વિદ્યાર્થીઓની સંખ્યા
પ્રવાસી અધ્યાપકની સંખ્યા
એસ.ટી. પાસ તથા રેલ્વે કન્સેશન
શૈક્ષાણિક સાધનો તથા અન્ય જરૂરી સાધન સહાય
અંધ
ફ્રી પાસ
બ્રેલ પુસ્તકો, પાટી, બ્રેલ પેપર, દફતર, યુનિફોર્મ, ટેપ રેકોર્ડર, કેસેટ, બ્રેઇલ,
રીડર, રાઇટર અને માર્ગદર્શન.
શારિરિક ખોડ ખાંપણ
ફ્રી પાસ
ટ્રાઇસિકલ, વ્હીલચેર, ગ્રાઉન્ડ મોબીલીટી ડિવાઇસ, ઘોડી, કેલીપર્સ, કૃત્રિમ
હાથ - પગ, દફ્તર, પુસ્તક, નોટબુક, યુનિફોર્મ,
મંદ બુધ્ધિ
ફ્રી પાસ
યુનિફાર્મ, દફ્તર, પુસ્તક, નોટબુક તથા અન્ય શૈક્ષાણિક સાધનો
બહેરા મૂંગા
ફ્રી પાસ
હીઅરીંગ એઇડ, યુનિફોર્મ, દફ્તર, પુસ્તક, નોટબુક,
બંધીરાંધ તથા બહુ વિકલાંગ
ફ્રી પાસ
વિકાસ માટે જરૂરી તાલીમ,સાધનો અને વ્યક્તિગત માર્ગદર્શન
કુલ સંખ્યા
શ્રીમતી પ્રવિણા બી,મહેતા