વિકાસયાત્રા લેખ

૧૪ - આપ અચૂક અમારી વ્હારે , કયા માર્ગે ?

માનવતા પ્રેમી અને વિકલાંગોના હમદર્દ આપ સંસ્થાકીય રીતે અમને મદદરૂપ થવા અચૂક તત્પર છો . આવો અમે આપને બતાવીએ આપ વિકલાંગોને કેવી રીતે મદદરૂપ થઈ શકશો .

બાળકો અને યુવા વર્ગ વિકલાંગ મિત્રોના આપ રીડર, કસોટીમાં રાઈટર, પ્રવાસમાં માર્ગદર્શક અને દસ્તાવેજો તૈયાર કરવામાં સહાયક બની શકો . આપે માત્ર આપનો સ્ફુરસદનો સ્નેહ આપવાના છે . આપનો ખિસ્સા ખર્ચ બચાવી અપંગોના શિક્ષણમાં આપ અચૂક આપો . વિકલાંગોના જવા - આવવામાં સહાય કરો . વિકલાંગ સંસ્થાના સંપર્કમાં રહો .

આપ વ્યવસાય કરતા વ્યક્તિ, ધંધાદારીવ્યક્તિ, ટ્રસ્ટી છો ? આપ અમને કરરાહત મેળવી દાન આપી, અપાવી સહાયરૂપ અચૂક બનો .

સંસ્થાની પ્રવૃત્તિઓની મુલાકાત લઈ આપ આપના મિત્રમંડળમાં અમારા સંદેશાને અચૂક પહોંચાડો .

આપના વિદેશમાં વસતા કે દેશમાં વસતા સંપન્ન સગાવ્હાલાને અમારી પ્રવૃત્તિઓની જાણ કરી મળતી કરરાહતો જણાવી અમને અચૂક આર્થિક સહાય આપો અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય લો . આપ જરૂર મુજબ અન્નદાન, વસ્તુદાન, વસ્ત્રદાન દ્વારા અમને સહાયરૂપ બની શકો જેનો ઉપયોગ વિકલાંગો માટે થતાં તેનો વિકાસ સરળ બને . અમે આ માટે નવી નક્કોર વસ્તુઓનો સાનંદ લઈએ છીએ . વપરાયેલી વસ્તુઓ પણ પ્રેમથી સ્વીકારી યોગ્ય કાર્યવાહી કરી વિકલાંગને આપીએ છીએ .

અનુદાન વિના ચાલતા અમારા વિકલાંગ મહિલા ગૃહ સંચાલન કેન્દ્રમાં તિથિ ભોજન, Rs. ૭૫૦ /- અથવા ૭૫00/- ની એફ.ડી. કરાવો અને વિકલાંગ મહિલાના અભ્યાસમાં હાથ લંબાવો .

ગરીબ જરૂરીયાતવાળા તેજસ્વી વિકલાંગ બાળકોને દત્તક લઈ તેમના શૈક્ષણિક, તબીબી, પ્રવાસ અને ટ્યુશન તથા કપડાંનો પ્રતિ વર્ષ થતો ખર્ચ Rs. ૧૫00 /- આપ ઉદાર હાથે આપી શકો આપ ઈચ્છો ત્યાં સુધી Rs. ૨,00,000/- આપી આપ સૂચવો તે નામ આપવાની શરતે વિક્લાંગોના શિક્ષણ માટેના રીસોર્સ રૂમના આપ દાતા બની શકો છો. સંસ્થાને આવા ત્રણ રીસોર્સરૂમની જરૂર છે .

જ્ઞાન વૃધ્ધિ માટે બ્રેલ પુસ્તક નિર્માણ, રેકોર્ડેડ કેસેટ અને અન્ય સામગ્રી તૈયાર કરાવવા નામ આપવાની શરતે આપ ચોક્કસ રકમનું દાન સંસ્થાને અચૂક આપો તેવી વિનંતી .

સંસ્થાના મકાન બાંધકામમાં અને તેના ફર્નીચર માટે આપનો ઉદાર સહકાર સંસ્થા ઝંખે છે . આ તમામ જરૂરીયાતો ખર્ચાળ છતાં આવશ્યક છે . સરકાર બધી પૂરી કરી શકે તેમ નથી . આથી સહયોગ માટે આપને વિનંતી .

સંસ્થાને કરેલ દાનની રકમ 5૦ % એ.ટી.જી. હેઠળ કરરાહત પાત્ર છે . આપના મોટી રકમના દાન

પર સંસ્થા ૧૦૦ % કરરાહતની સવલત પણ આપે છે .

વિદેશમાંથી આવતા આર્થિક રાહકાર માટે સંસ્થાનું અલગ બેંક એકાઉન્ટ અને હિસાબ કિતાબો રાખવામાં આવે છે, આપ આ માટે અચૂક રૂબરૂ સંપર્ક કરો અને નીચે દર્શાવેલા નામે આપનો આર્થિક સહકાર રોકડ, ચેક કે ડ્રાફ્ટ રૂપે મોકલાવી વિકલાંગ સેવામાં સહભાગી બનો .

રાષ્ટ્રીય અંધજન મંડળ,

સાબરકાંઠા જિલ્લા શાખા,

સત્યમ્ ઓટો ગેરેજની પાસે,

શ્રીનગર રોડ નં. ૧૦,

ઈડર - ૩૮૩ ૪૩૦ ( સાબરકાંઠા )

ઉત્તર ગુજરાત

ભારત

ફોન નંબર : ૦૨૭૭૮-૨૫૦૨૯૮

૦૨૭૭૮-૨૫૦2૭૬

ફેક્સ નંબર : ૦૨૭૭૮-૨૫૦૫૯૮

મોબાઈલ નંબર ૯૪૨૬૦-૬૦૬૫૯

સંપર્ક માટેની વ્યક્તિઓ : -

પ્રો . ભાસ્કર યોગેન્દ્ર મહેતા

શ્રીમતિ પ્રવિણા ભાસ્કર મહેતા

શ્રીમતિ હર્ષાબેન એ . ભટ્ટ

શ્રી વિષ્ણુભાઈ કે . સ્વામી

આર્થિક સહકાર પહેલા બે કાર્યો અચૂક કરો .

અમને આપના અનુકૂળ સમયે આપની રૂબરૂ મુલાકાત માટે અગાઉથી જાણ કરી બોલાવો .

આપ આપને અનુકૂળ સમયે સંસ્થાની રૂબરૂ મુલાકાત માટે અચૂક પધારો .

“આપનો આર્થિક સહકાર સાબરકાંઠાના વિકલાંગનો વિકાસ“

જયંતિલાલ જયચંદ - પ્રા. ભાસ્કર ચોગેન્દ્ર મહેતા માનદ્ સામાન્ય

પ્રમુખ - માનદ્ સામાન્ય મંત્રી

રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખા, ઇડર - ૩૮૩ ૪૩૦