વિકાસયાત્રા લેખ

3 - “ક્રિકેટ ફોર ધ બ્લાઈન્ડ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે”

આપણા દેશમાં નેત્રહિન વિદ્યાર્થીઓ ૧૯૭૭ થી ક્રિકેટની રમત રમે છે, પ્રથમ રાષ્ટ્રીય ટુર્નામેન્ટ ૧૯૯૦ માં દિલ્હી ખાતે રમાયેલ જેમાં ગુજરાતની ટીમ વિજયી થઇ હતી. ૧૯૯૩ માં નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ અમદાવાદમાં રમાઈ હતી.

દિલ્હીની સંસ્થા સ્કોર તથા તેના ડાયરેક્ટર શ્રી જ્યોર્જ અબ્રાહમના અમારા પ્રયત્નોથી ૧૯૯૬ માં એસોસીએશન ફેર ક્રિકેટ ફોર ધ બ્લાઈન્ડ ઈન ઈન્ડિયાની સ્થાપના થઈ અને તેમાં વેસ્ટ ઝોન કોર્ડીનેટરનું પદ ગુજરાતને ફાળે આવ્યું. ૧૯૯૮ માં પ્રથમ વર્લ્ડકપ દિલ્હીમાં રમાયો જેમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, ઈંગ્લેંડ, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશોએ ભાગ લીધો હતો.

ઓસ્ટ્રેલીયામાં નેત્રહિનોના ક્રિકેટની શરૂઆત ૧૯22 માં થઈ. ઈગ્લેંડમાં શરૂઆત ૧૯૪૦ માં થઈ, ન્યુઝીલેન્ડમાં ૧૯5૦ અને ૧૯૬૦ વચ્ચે આ પ્રકારની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. પાકિસ્તાનમાં ૧૯૬૩ માં શરૂઆત થઈ. ૧૯૮૪ માં શ્રીલંકાથી એક ટીમ ભારતના પ્રવાસે આવેલી અને તેમણે અંધજન મંડળની મુલાકાત લીધી હતી. તે સમયે ત્રણ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ વર્લ્ડકપમાં ભારતની ટીમમાં ત્રણ ખેલાડીઓ ઉપરાંત ટીમ મેનેજર પણ ગુજરાતના હતા. ત્યાં આયોજન સમિતિમાં બીજા ચાર સભ્યો ગુજરાતના હતા. સાબરકાંઠા જિલ્લાના સંપૂર્ણ અંધ ખેલાડી ભલાજી ડામોરને બેસ્ટ બોલર ઓફ ધી ટુર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત કપની મેચો પણ અવાર-નવાર રમાઈ છે

એ.સી.બી.આઈ. ની સ્થાપના પછી પણ ઝોનલ, નેશનલ વગેરે મેચોનું આયોજન દર વર્ષ થતું જ રહ્યું છે.

ગયા વર્ષે ડીસેમ્બર–૩ થી ૧૪ સુધી બીજા વર્લ્ડ કપનું આયોજન ચેન્નાઈ મુકામે થયું હતું. તેમાં છ દેશોએ ભાગ લીધો હતો. ભારતની ટીમમાં ત્રણ ખેલાડીઓનો સમાવેશ ગુજરાતમાંથી થયો હતો. શ્રી પુરષોત્તમ પટેલ જેઓ સાબરકાંઠાના વતની છે. તેઓ બીજા વર્લ્ડ કપ માટેની ભારતની ટીમના સભ્ય હતા.

ભારતમાં વસતા નેત્રહીનોમાં રહેલી અનેકવિધ શક્તિઓનો વિકાસ થાય ત્યાં તેમનામાં આત્મવિશ્વાસ વધે અને સાથે સાથે વ્યકિતત્વ વિકાસ થાય ત્થા સમાજમાં તેમને યોગ્ય સ્થાન મળે તે હેતુથી, નેત્રહીનોના ક્રિકેટનો વધુને વધુ વિકાસ થાય તે ખૂબ જરૂરી છે. આ માટેની વર્લ્ડ કક્ષાએ પણ સમિતિની રચના કરવામાં આવેલી છે અને શ્રી જયોજ અબ્રાહમ તેના ચેરમેન છે.

ત્રીજો વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ અથવા ઓસ્ટ્રેલીયામાં રમાશે તેવું વિચારવામાં આવ્યું છે.

ગુજરાત કપની ટુર્નામેન્ટ આપણે ૧૯૮૧ થી કરતા આવ્યા છીએ અને તેના આયોજન દ્વારા સમગ્ર ગુજરાતના ખેલાડીઓને સ્પધાત્મક પ્રોત્સાહન મળ્યું છે. તેને માટે આ ક્ષેત્રમાં કામ કરતા દરેક ભાઈ-બહેને ગર્વ લેવો જોઈએ.

એન.એ.બી. સાબરકાંઠા જિલ્લા શાખાને ગુજરાત કપના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે આ રમતનો વિકાસ દિન પ્રતિદિન થતો રહેશે.

ડો. બી.કે.પંચાલ

માનદ્ સામાન્ય મંત્રી

9, 10, 11