“નહીં આવો મનુષ્ય જન્મ વારંવાર” ના સતત ચિંતન તથા સ્વ અને રાર્વના રાહવિકાસ માટે શૈશવથીજ પ્રયત્નશીલ એવા અમને સૌને વિકલાંગ જન સેવામાં ઝંપલાવવાના આપેલા વિચારનું મૂર્ત પરિણામ એટલે રાષ્ટ્રીય અંધજન મંડળ સા.કાં. જિલ્લા શાખા .
આનંદ એ વાતનો છે કે આરંભે ગુજરાતી શુરો એવું શાખાના સંદર્ભમાં ન બન્યું. સ્થાપનાથી આજ સુધી સતત વિકસતી, વિસ્તરતી અને અવનવા પ્રયોગોહાથ ધરતી સિધ્ધિ સભર ગાથા અલબત શાખામાં સમૂહકાર્યની આપની સામે મુકતાં આનંદ થાય છે.
વિકલાંગ શિક્ષણ, શિક્ષિત વિકલાંગ બને જવાબદાર નાગરિક એ ન્યાય ઓછા ખર્ચે શરૂમાં ઝાઝા અંધ બાળકો અને પછી તમામ વિકાલાંગ બાળકોને ઘરે બેઠાં શિક્ષણ ગંગા પહોંચડવાનું કામ આરંભે સ્વપ્ન હતું જે આજે એક વાસ્તવિકતા છે. જિલ્લાના ૮૦૦ અંધ બાળકોને શિક્ષણ આપી, રોજગાર આપી અરે ! પ્રભુતામાં પગલાં મંડાવી આ કાર્યમાં સાથે જોડાવાનું ભગીરથ કામ કર્યાનો આજે આત્મ સંતોષ અનુભવીએ છીએ. જાગૃત વિકલાંગ જનતાને જગાડે તેમજ શિક્ષણની તક મળતાં વિકલાંગ સમગ્ર યુનિવર્સીટીમાં સામાન્ય વિદ્યાર્થીઓને બાજુ પર રાખી પ્
સ્થાન મેળવે (પૂર્વેશ પંડ્યા ઉ.ગુ. યુનિ .પાટણ બી.એ. સંસ્કૃતમાં સર્વ પ્રથમ) તેમજ ટીંટોઈનો અંધ રતિલાલ શિક્ષણ બાદ પ્રોફેસર રતિલાલ બને વિશ્લેષા જાની એક સફળ અંધ મહિલા લીડર બને તે કામ આ શિક્ષણ ગંગાનું છે ખાસ અઘ્યાપકો અને સામાન્ય અઘ્યાપકોની મહેનતનું છે . શિક્ષણ સાથે નાટકની સાત ટ્રોફીઓ, રમતગમતની ૧૨ ટ્રોફીઓ, કારરેલીના કરિશ્માથી અંધજનોએ જીતેલા અર્ધો ડઝન ઇનામ, બ્રેઇલ વાંચન-લેખન કે કવીઝમાં મેળવી સફળતાઓ, સાથે સાથે આંતર રાષ્ટ્રીય અંધજનની ક્રિકેટમાં જવલંત સફળતા પ્રાપ્ત કરતો ભલાજી ડામોર શિક્ષણ સાથે સહ અભ્યાસ પ્રવૃત્તિઓની તાલીમની મહત્તાને સદૃષ્ટા સમજાવે છે. શાખા પરિવારે આ ક્ષેત્રે કરેલી આગેકુચ સંગીતને પણ સ્પર્શી અરે ! શાખાના આંશિક બધિર બાળકો, મંદબુધ્ધિ બાળકો વેશભુષા અને ચિત્રસ્પર્ધામાં તેમની વિકલાંગતા છતાં વિજયી બન્યા જેણે આવા વિકલાંગ બાળકોના શિક્ષણની વિકાસ યાત્રા શરૂ કરવા, દૃઢ કરવા અમને પ્રેર્યા એક કરતાં વધુ ક્ષતિ ધરાવતો ભાઈ અશોક ત્રણ ત્રણ ખોડ છતાં શિક્ષણ ઝંખે શાખા તેને તે આપે સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડીયા બહુવિકલાંગ શિશુ શિક્ષણને ટેકો આપે તે અમારા શિક્ષણ યક્ષની પરાકાષ્ટા કહેવાય.
શાખાના એક કર્મચારીથી શરૂ થયેલા કર્મચારી વર્ગને આજે ૧૦5 સુધીનો જોઇને અને તે પણ સૌ જે તે ક્ષેત્રની તાલીમ પામ્યા બાદ સેવા કાલીન તાલીમથી પણ સુસજજ બનેલ હોય સમર્પિત હોય, વિક્લાંગ બાળકો અને સંસ્થાને પોતાની માની અવિરત પણે કામ કરતા હોય ત્યારે સંસ્થા પણ વર્તમાન કળિયુગની પરંપરા તેમની નિમણુકમાં, વેતન ચૂકવણીમાં, વિકાસમાં બાજુએ મુકે તે માત્ર સ્વાભાવિક નહી આવશ્યક છે. તેમના સુખમાં સુખી અને દુ:ખમાં દુ:ખી રહેવાની સંસ્થાની નેમ તેમને સંસ્થા માટે વધુ કામ કરવા પ્રોત્સાહિત કરે અમદાવાદ, મુંબઇ, હૈદ્રાબાદ, બંગ્લોર, દિલ્હી, દેહરાદુન વગેરે સ્થળોએ યોજાતાં શૈક્ષણિક કાર્યક્રમોમાં સંસ્થાના ખર્ચે અઘ્યાપકો જાય તો તેનો લાભ સંસ્થા અને બાળકોને જ થાય આવા સમર્પિત કર્મચારી વર્ગનું શાખા તો બહુમાન કરે નવાજે, કિંતુ ચરમસીમાતો ત્યારે આવે છે. જયારે શાખાના અંધ બાળકોના વરિષ્ઠ અઘ્યાપક વિષ્ણુભારથી કે.સ્વામીનું ભારતના નામદાર રાષ્ટ્રપતિ માનનીય અબ્દુલકલામ સાહેબે શિક્ષક દિને વિજ્ઞાન ભવનમાં અંધ બાળકોના શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ તાળીઓની ગડગડાટ વચ્ચે અર્પી અભિવાદન કરે કેવી પ્રેરક પળો આ હતી આપણા માટે તથા કર્મચારી વર્ગ માટે ! સમર્પિત કર્મચારીના અકસ્માત, માંદગી આદિ પ્રસંગોએ તથા શુભ પ્રસંગોએ પણ સંસ્થા સંચાલક વર્ગ સહભાગી બની પરિવાર ભાવનાને પોષે છે. જેનું ઉદાહરણ સ્વ. કાંતી બી .
રાવળની કીડની સારવારમાં જોઇ શકાય .
તમે પુરસ્કાર પાછળ જાઓ તેના કરતાં પુરસ્કાર તમને શોધતો આવે તો તે સતયુગની પ્રતિતિ છે. શાખાના માન અ સામાન્ય મંત્રીશ્રીને ભારતમાં સૌથી નાની વયે આર.એન. આલ્પાઇવાલા એવોર્ડ મુંબઇમાં મળે કે પછી પાછળથી અંધત્વનો ભોગ બનેલ હાલમાં ગુજરાતીના અધ્યાપિકા તરીકે સેવા આપતાં જયશ્રીબેનને નીલમ કુરશીત કાંગા પારિતોષિક મળે. કુ .વિશ્લેષા જાનીને અખિલ ભારત અંધ મહિલા નેતૃત્વ શિબિરમાં પ્રથમ સ્થાન મળે ત્યારે દોડમાં પાછળથી આવેલું સાબરકાંઠા આગળ નીકળવાનો આનંદ કોને ન હોય ?
મુંબઇ, દિલ્હી, ગોવા, દેવલાલી, દેહરાદુન, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર તથા અમદાવાદની પરિષદોમાં ભલે પછી તે જિલ્લા રાષ્ટ્ર એશિયા કે આંતરરાષ્ટ્રીય સ્તરની હોય તેમાં શાખાના પ્રતિનિધિઓ ગાજી ન ઉઠે તેવું ન બને બેંગકોક, થાઇલેન્ડ, ઢાકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડની તથા કોલંબો શ્રીલંકામાં યોજાયેલ આંતર રાષ્ટ્રીય અંધજનોની પરિષદોમાં શાખા પ્રતિનિધિઓએ તે પણ પ્રજ્ઞાચક્ષુ મિત્રોએ શોધપત્રો રજુ કરી. ચર્ચામાં ભાગ લઈ સાબરકાંઠાને ત્યાં જીવંત કર્યું . તે પણ ત્યાંના પૈસે. ધન્ય છે, અમદાવાદીને ટપી જાય તેવી અને વાણિયાને પણ વિસરાવે તેવી શાખાની આ માનવ વ્યાપાર વૃત્તિને ?
વિકલાંગોના પ્રશ્નોને યોગ્યસ્તરે વાચા આપવામાં શાખા કચારેય પાછી નથી પડી. હાલના ભારતમાં સૌથી મોટા વિકલાંગ બાળકોની સંકલીપ્ત શિક્ષણ યોજનામાં ગુજરાત રાજયમાં થયેલા વિકાસ પ્રચાર પ્રસારની ઇમારતની પાયાની ઇંટ ફ્રેં પણ શાખા અને તેના પ્રતિનિધિઓ છે. ગુજરાતને અંધજનોની સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં સતત ગતિસીલ રાખવાનું કામ તે શાખાના સૌ મિત્રોએ કર્યુ. વિકલાંગ ધારાના અમલીકરણ, આર.સી.આઇ એકટનું અમલીકરણ કે પછી હમણાં આવેલ નેશનલ ટ્રસ્ટ કે જેમાં સ્વલીનતા મગજનો લકવો, બહુ વિકલાંગતા અને ગંભીર મંદબુધ્ધિથી પીડાતા લોકોના પુનવર્સનની વાત આવે છે તેના અમલીકરણમાં શાખા સજાગ રહી છે. શાખાએ જરૂર પડે ત્યાં સ્નેહ સમાધાનનો માર્ગ લેવા સાથે કયાંક સંઘર્ષને શંખ પણ વિકલાંગોના ન્યાયિક હકક માટે ફેંકયો છે . અખબારો અને પ્રચાર માધ્યમોને શાખાએ સતત ટેકો કર્યો છે. બદલામાં આ સૌએ પણ શાખાની સિધ્ધિ ગાથાને આમ જનતા સુધી લઇ જઇ ઋણ ચુકવ્યું દૂરદર્શન અમદાવાદ પરથી બ્રેઇલ લિપિમાં સમાચાર વાંચવાનું કામ શાખાના ચાર ચાર અંધસભ્યોને ફાળે આવ્યુ તે આ મિત્રોની સફળતા | કરતા પ્રચાર માધ્યમની આપણા પ્રત્યેની પ્રીતિનું પ્રતિક છે. દિલિપરાણપુરા જીએ શાખાના બે-બે પ્રજ્ઞાચક્ષુ સભ્યો વિષે અખબારોમાં વિસ્તૃત લેખો લખ્યા. આકાશવાણી અમદાવાદે સમાચારોને વાચા આપ, અઝીઝ અજમેરીએ તો ફિલ્મ પણ બનાવી . શાખા માટે “તિમિર બને જયોતિ” ગામડું જાગે છે ' કાર્યક્રમમાં ડી ડી ૧૧ પરથી પ્રસિધ્ધ થતા જિલ્લા સમાચાર પત્રોમાં ઇ.ટી.વી.માં શાખાની પ્રગતિ ગાથાને મળેલું સ્થાન એક વિનમ્ર સિધ્ધિ જ છે.
‘નારી તુ નારાયણી’ જે દેશમાં પ્રચલિત છે તે દેશની અંધ અપંગ નારી સાબરકાંઠામાં સમાન હકક તક વગરની જે થોડી રહે ! સામાન્ય શિક્ષણ સહ અભ્યાસ પ્રવૃત્તિઓ સાથે ગૃહ સંચાલન, રસોઇ વગેરેની તાલિમ વિકલાંગ મહિલાને સક્રિય અને જીવંત મહિલા બનાવે વાલીઓ આવી વિકલાંગ બહેનોને આવી તાલીમ આપતાં ગભરાય, ખચકાય અને વિરોધ પણ કરે પરંતુ શાખાના વિકલાંગ મહિલા ગૃહમાં સંચાલન તાલિમ કેન્દ્રમાં આવીને આ બધા જ કામો તાલિમ પછી અંધ અપંગ બહેનોને ભણવા ગણવા સાથે કરતાં જોઇ આશ્ચર્યચકિત થઇ આટલું જ બોલે છે ‘અમે આટલુ કર્યુ હોય તો' ભણી ગણી ઘરમાં રહેતી નોકરી કરતી કે સાસરે જતી અંધ-અપંગ બહેન આ તાલિમ વિના એકડા વગરના મીંડા જેવી છે આ વાત શાખાને સમજાઇ સરકારી અનુદાન વિના કોઇપણ જાતની ફી વિના ૩5 બહેનોનું પાંચ વર્ષથી ચાલતું આ સેન્ટર શાખાનું ભૂષણ અને સમાજનું તીર્થ બન્યુ છે.
રાજયકક્ષાના અઢારમી અખિલ ગુજરાત અંધજન ક્રિકેટ ટુર્નામેન્ટ જેવા મુસીબત ભર્યા આયોજનો પણ વિકાસ માટે અત્યંત જરૂરી શાખાની ગળથુથી માં જ તેને મળ્યા અખિલ ગુજરાત એન.એ.બી. જિલ્લા શાખા સંમેલનઇડર,
અખિલ ગુજરાત બેલવાંચન સ્પર્ધા ઇડર, અખિલ ગુજરાત અંધજન ગણિત, વિજ્ઞાન શિક્ષક તાલિમ વર્ગ, ઇડર અ.ગુ. અંધજન ચેસ ટુર્ના હિંમતનગર અ . ગુ . અંધજન ક્રિકેટટુર્ના . હિંમતનગર, તેમજ ગાંધીનગર, અંબાજી, મોડાસા, હિંમતનગર, સપ્તેશ્વર, ઇડર ખાતે યોજાયેલા સફળ શિક્ષણ શિબિરો વિકલાંગ બાળકોને લાભકર્તા સાથે સંસ્થાના કીર્તિ ક્ળશો બન્યા. સાબરકાંઠા જિલ્લા વિકલાંગ મહિલા સંમેલન ઇડર આવી જ શાખાએ યોજેલી પ્રવૃત્તિની યશકલગી છે . ભવિષ્યમાં શાખા અ.નુ. અંધ મહિલા લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરી તેના માટે સ્વરોજગારનું એક નવું બારણું ખોલવા ઇચ્છે છે.
શાખાએ સફળ દૃષ્ટિહિનોના લગ્ન જીવન માટે પણ અનઔપચારિક કોશિશ કરી જેનું પરિણામ અ.સો.ચિ. મનોજબા, ખોડમ, ઇડર દરશથસિંહ ચૌહાણ, પલવાડા આણંદમાં જોવા મળે છે. શાખા એ કન્યાદાનની જવાબદારી ઉપાડી અલબત્ત આર્થિક બોજ ટ્રસ્ટીનો પરંતુ સદૃષ્ટિ સંતાન ધરાવતા આ પ્રજ્ઞાચક્ષુ યુગલે જે ઉત્તમ અદાથી પોતાની કમાણી માંથી પરિવારનું ઋણ અદા કરવાની બેનમુન કોશિશ કરી તે જોઇ શાખા ઉન્નત મસ્તકે કહે છે. “વિકલાંગો આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ”
વિકલાંગ ક્ષેત્રમાં પ્રાદેશિક ભાષામાં સાહિત્યની અછતની સમસ્યાને પણ શાખા સ્પર્શી હાલમાં સાબરકાંઠા, ગુજરાત અને ભારતના ગામે ગામની શાળાઓમાં, ઘરોમાં ભીંતે લટકતા બ્રેલ ચાર્ટને જોઇ સૌ કોઇ સામાન્ય જન પણ બ્રેઇલ શીખવા પ્રેરાય છે આ પ્રકાશન માટે શાખા ને ગૌરવ છે ગણિત જેવા અઘરા વિષયના બે ઇન્કપ્રિન્ટ પ્રકાશનો અને તેની બે બ્રેઇલ આવૃત્તિઓ શાખાએ આદરણીય હર્ષદભાઇ જોશીની લેખન સુઝથી પ્રકાશિત કર્યા જેનો ઉપયોગ સમગ્ર ગુજરાતમાં આજે થાય છે . શાખાના પ્રવાસી અઘ્યાપક રાજેન્દ્રસિંહ ઠાકરે તૈયાર કરેલ અંધ લો વિઝન અને બાકીના સૌ સાથે રમી શકે તેવી અવાજ અને આંકડાયુકત સાપ સીડી સંસ્થાના સંશોધન ક્ષેત્રનું પ્રત્યક્ષથી ઉદાહરણ છે. સંસ્થાના અત્યંત સુસજજ રિસોર્ટ રૂમ ગુજરાતના શિક્ષણ પ્રેમી વિકલાંગ જગત માટે દિવા દાંડીનું કામ કર્યુ રોજ વપરાશમાં આવતી શાખાની અંધજન વિજ્ઞાન પ્રયોગ શાખા અનુપમ છતાં આવશ્યક પ્રવૃત્તિ બની ગઇ શાખાનું અલ્પકાલીન ફિઝીયોથેરાપી સેન્ટર, આજે કીડી વેગે ચાલતુ લો વિઝન સેન્ટર આવતી કાલે પ્રગતિના પંથે જઇ લાગતા વળગતા વિકલંગોની વિકાસનું અચુક વિટામીન બનશે ‘ ડેફ બ્લાઇન્ડ સેન્ટર ’ ઉત્તર ગુજરાતનું બધિરાંધોને શિક્ષણ આપતું એક માત્ર કેન્દ્ર શાખાના ભૂષણ હોવા ઉપરાંત બહુ વિકલાંગો માટે જ્ઞાન પરબ બન્યુ જ્ઞાન પરબની વાત નીકળે છે ત્યારે શાખાનું અંધજન બેલ પુસ્તકાલય સાચા અર્થમાં સંકલિત પુસ્તકાલય બન્યુ સૌ વિકલાંગો ઉપરાંત કર્મચારીઓ, તેમના પરિવાર શાખાના આજીવન સભ્યોને તેમનો ભરપેટ લાભ ઉઠાવતાજોઇ કંઇક કર્યાનો સંતોષ થાય. બ્રેઇલ પુસ્તક નિર્માણ દ્વારા રોજી નું નિર્માણ તથા જ્ઞાન વૃધ્ધિનો પ્રયાસ આજે રૂ।.૧5 લાખના વિવિધ ભાષાઓના પુસ્તકોની સતત કાર્યરત પરબ બન્યુ . અંદાજે ૫,૦૦૦ જેટલી ઓડિયો કેસેટ ધરાવતું કેસેટ પુસ્તકાલય વૃધ્ધો માટે તો આશીર્વાદ બન્યુ પણ તાજા વિકલાંગો માટે તો હતાશા દુર કરનાર ઔષધ બન્યુ .
લાર્જ પ્રિન્ટ સામગ્રીના નિર્માણે લોવિજન ધરાવતા લોકોને ફરજિયાત બ્રેલ શિક્ષણમાંથી મુકત કરવા સાથે તેમની બચેલી દૃષ્ટિના સદઉપયોગને પ્રેરવા સાથે તેમની મુંઝવણ હળવી કરી વળી આમે સંપૂર્ણ અંધમિત્રોની વસ્તી દિન- પ્રતિદિન દેશમાં ઓછી થાય છે ત્યારે આવી સામગ્રી વધતા લોવિઝન ધરાવતા વર્ગ માટે એક આવશ્યકતા બનશે વિકલ્પ નહીં.
વિકલાંગતાની રોક ઠામ ક્ષેત્રે અને નિયંત્રણ ક્ષેત્રે શાખાએ તેના શૈશવથી જ પદાર્પણ કર્યુ છે. આંખ વિભાગ હિંમતનગર હોસ્પિટલ, પી.વી. મહેતા નેત્ર હોસ્પિટલ ઇડર, આત્મવલ્લભ હોસ્પિટલ ઇડર, ગોધમજી, હોસ્પિટલ ગોધમજી, સદ્વિચાર પરિવાર સાબરકાંઠા અને અંગીરા આશ્રમ કડિયાદરાની સાથે રહી અઢળક લોકોની નેત્ર તપાસ, જરૂરી સારવાર અને શસ્ત્રક્રિયાઓ હાથ ધરવા સાથે સાથે પ્રાંતિજના બાળકોની આંખો બદલી દ્રષ્ટિ પાછી મેળવવાના કામને ભારતનીસર્વોચ્ચ અદાલતે ચુકાદા દ્વારા મહોર મારી સાથે સાથે ટ્રાયસિકલ, ઘોડી, બુટ, કૃત્રિમ
હાથપગ શ્રવણયંત્રો જેવી સાધન સહાય જિલ્લાના જે વિકલાંગો મળ્યા તેને વિના વિલંબે અને વિના મુલ્યે પુરા પાડવાનું ભગીરથ કાર્ય શાખાએ હાથ પર લઇ અંધજન મંડળ અમદાવાદનો અનુપમ સહયોગ મેળવ્યો આનાથી વિકલાંગનો વિકાસ સરળ અને ઝડપી બન્યો. તેના અકળામણના આંસુ આનંદના આંસુમાં બદલાયા પ્રસન્ન વિકલાંગ તેના પ્રસન્ન વાલીને જોઇ શાખાના સીએ આત્મ સંતોષની અનુભુતિ કરી.
‘નાણા વિના નાથિયો નાણે નાથાલાલ' આ કહેવત અનુસાર વિત્ત વિનાનો વિકલાંગ પરિવારનો બોજો બને. ભણતી વખતે શિષ્યવૃત્તિ કે સ્પોન્સરશીપ, ભણી રહ્યા પછી સ્વરોજગાર લોનની જરૂર વિકલાંગને રહે આ દિશામાં પણ શાખાએ પદાર્પણ કર્યું તમામ વિકલાંગ બાળકો માટે શિષ્યવૃત્તિ, નિર્વ્યાજ સ્વરોજગાર લોન રૂા, ૫૦૦૦/- ની મર્યાદામાં પ્રતિવ્યકિત નેશનલ હેન્ડી કેપ ફાયનાન્સ ડેવલપમેન્ટ કોર્પો . ની માઇક્રોફાઇનાન્સ ક્રેડિટ સ્કીમનો ૨૦ વિક્લાંગોને લાભ, વિકલાંગ સંચાલિત ૧5 એસ.ટી.ડી. બુથનું જિલ્લામાં આયોજન શાખામાં વિકલાંગ કર્મચારીઓની નિમણુંક ખુલ્લા ક્ષેત્રમાં વિકલાંગોની રોજગારીમાં ટેકો વગેરે શાખાના આર્થિક પુનર્વસનના આધાર સ્તંભો બન્યા છે . અંદાજે દોઢ હજાર વિકલાંગોએ તેનો લાભ લીધો. આથી દોઢ હજાર વિકલાંગ પરિવારોમાં વિકલાંગ કમાણીના દિપાવલી દીપ પ્રગટ્યા .
સમગ્ર જિલ્લાના વિકલાંગોને પુનર્વસનના પ્રવાહમાં આવરી લેવાના શ્રી ગણેશ ગ્રામીણ વિકલાંગ પુનર્વસના કાર્યક્રમ થી શાખાએ કર્યા અંધજન મંડળ અમદાવાદ, ઓકસ ફાર્મ ઇન્ડીયા, અમદાવાદ શ્રી ટી.યુ. ચાવલા મુંબઇ વગેરેના સહકારથી વિકલાંગોના પુનર્વસન સાથે સરકારી તંત્રની આંખો ખોલવાનું કામ શાખાએ કર્યુ તાજેતરમાં અમલમાં આવેલી મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય આધારિત વિકલાંગ પુનર્વસન કાર્યક્રમની શરૂઆત શાખાએ ઇડરમાં કરી. સાથે સાથે ઇડર, હિંમતનગરના ઉમેદવારોને આ માટેની એક માસની સઘન તાલિક અમદાવાદને બદલે ઇડર મા અપાઇ વાત સમાજમાં વહતી થઈ પરિણામે પાલનપુર, બનાસકાંઠા, હારીજ, પાટણ અને ચાણસ્માના ઉમેદવારોની પણ તાલીમ શાખાએ ઇડરમાં હાથ ધરી ઘરે ઘરે જઇ વિકલાંગ શોઘી જરૂરી સવલતો અપાવી શિક્ષણ અને રોજગારના માર્ગે તેને સંચરતો કરવાનું કામ સામાન્ય લાગતા પણ તાલીમ પામેલા કાર્યકરોએ કર્યુ, અકસ્માતે અપંગ બનેલ અને પેઇન્ટરનો ધંધો ગુમાવી બેઠેલ હતાશ ગોધમજીનો કેશાભાઇ વણકર પ્રૌઢ મહિલા કાર્યકર મધુબેન અને પ્રજ્ઞાચક્ષુ રમેશની સહાયથી બ્રેઇલ લખતાં શીખી અત્યંત ટુંકા ગાળામાં પેટિયું રળતો થયો ત્યારે કહેવાનું મન થાય કે .. ‘ ઉંડા અંધારેથી પ્રભુ પરમ તે જે તું લઇ જા ’પંકિતનો' પ્રભુ એટલે મધુબેન અને રમેજ જેવા કાર્યકરો
એન.એ.બી. ઇન્ડીયા મુંબઇ, એન.આઇ.વી.એચ., દેહરાદુન,અંધજન મંડળ અમદાવાદ, એ.આઇ.સી.બી .દિલ્હી, ભારત વેલ્ફેર ટ્રસ્ટ યુ.કે, સોશ્યલ એન્ડ એજયુકેશન કાઉન્સીલ, અમદાવાદ ધી સાઇટ સેવર્સ, મુંબઇ આઇ.ઇ.ડી.સી સેલ, જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર ડાયેટ ઇડર, શિક્ષણ વિભાગ માનવ સંશોધન મંત્રાલય નવી દિલ્હી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર તથા નવી દિલ્હી, જીનેન્દ્ર ફાઉન્ડેશન યુ.કે. અને અસંખ્ય દાતાશ્રીઓ અને માર્ગદર્શકો સંસ્થાની આ વિકાસ યાત્રાના પ્રાણ બન્યા છે આજીવન સભ્ય ડૉ. મહેન્દ્ર શાહ દ્વારા શાખાને બે રીસોર્સ રૂમ સહકારમાં મળ્યા, અમેરિકામાં રહેતા શાખાના પ્રજ્ઞાચક્ષુ કારોબારી સભ્ય બળદેવ પટેલે તેમના માતૃશ્રીના સ્મરણાર્થે બધિરોનો રીસોર્સ રૂમ આપ્યો તો મુક કાર્યકર પુરૂષોત્તમભાઇ પટેલે પ્રતિવર્ષ કોઇપણ જાતનો ખર્ચ કે વળતર લીધા સિવાય ફરી ફરી શાખાનો આર્થિક સહકાર અપાવ્યો આમ સૌનાઅવિરત પ્રયત્નો ધીરજ મુસીબતનો સામનો કરવાના સ્વભાવથી શાખાની વિકાસ ગાથા કે વિકાસ યાત્રા વણથંભી ચાલી, સૌએ આપેલા યોગદાન માટે વિકલાંગ જગતવતી અને શાખા વતી અભિનંદન સાથે હાર્દિક આભાર,..
શાખાના વિકલાંગો કેવળ લેતા નથી સાથે સાથે ફરજ સમજી પોતાનાથી બનતું યોગદાન આપે છે. ૭૫ પાર કરી ચુકેલા હર્ષદભાઇ જોષી, હર્ષવદનભાઇ મહેતા, શસીવદનભાઇ મહેતા આદિ વડીલ વિકલાંગો યુવાનને પણ શરમાવે તેવો સહકાર શાખામાં આપે છે . વિકલાંગોએ સાબરકાંઠામાં રકતદાન શિબિર યોજયો જેની જયેષ્ઠ રકતદાતા હર્ષવદન ભાઇ મહેતા હતા. લુઇ બ્રેલ સ્મારક નિધિ અમરેલી, સ્વ. કાંતિભાઇ બી, રાવળ ચિકિત્સા નિધિ, ભૂજ ભુકંપ રાહત નિધિ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં યથા શકિત આર્થિક યોગદાન કરી ઋણ અદા કરવાની સફળ કોશિશ કરી અને પ્રતિ પ્રાદિત કર્યુ કે સી પોતાની આજ અમને વિકલાંગને વિકાસ કાજે આપશે આજ અમે અમારી તો નહીં. કાલ પણ સમાજને વિનમ્ર ભાવે આપીશું.
વણથંભી વિકાસ ગાથાનું સૌએ સ્વીકારેલું રહસ્ય છે પ્રવૃત્તિ - સૌથી મહાન છે, વિકલાંગ વિકાસ આ મહાન પ્રવૃત્તિથી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે. કર્મચારી તેનું પ્રધાન સાધન છે, અને અમે સૌ સંચાલકો સ્વ, ગાંધીજીએ કહ્યુ છે, તેમ તેના માત્ર અને માત્ર ટ્રસ્ટીઓ છીએ. ઉપભોગકતા કે માલિક કયારે પણ નહીં.
આપણે ઉપર જોયેલ વણથંભી વિકાસયાત્રાની કેટલાક સુત્રધારોને પણ આ તબકકે સ્મરી કૃતાર્થતા અભિવ્યકત કરવાની આ તક છે, સ્વ, ડૉ, પદ્મશ્રી જગદીશ પટેલ આ વિકાસ યાત્રાની કહો કે ઇમારતની પ્રથમ પાયાની ઇંટ બન્યા. પદ્મશ્રી ડૉ. રાજેન્દ્ર ટી. વ્યાસે આ વિકાસયાત્રામાં અહરનીશ પ્રાણ પુરી તેને મહેન્દ્ર એન્ડ મહેન્દ્રમાંથી એમ કહો ભેટ સ્વરૂપે અપાવેલ એસી, આરમેડાને કારણે વેગીલી બનાવી. આરંભમાં રહેમત ફાઝબોય મુંબઇ, મધુકર ચૌધરી મુંબઇ ત્યારબાદશ્રી એ.એસ. આથલેકરે અતિવિશાળ એવી વિકલાંગ બાળકોની સંકલિત શિક્ષણના આધારસ્તંભો બની માર્ગદર્શન સાથે સાધન સહાય પણ કરી. આ ઉપરાંત સંસ્થા પ્રમુખશ્રી જયંતિભાઇ એ સંચાલનનો મુકત દોર અમને આપી કયાંય બાધક ન બનતાં કાર્ય સાધક બની સંસ્થાના વડપણને શોભાવ્યા છે. ઉપપ્રમુખ અંબાલાલભાઇએ ભોળે ભાવે સંસ્થાના વિકાસમાં અદ્વિતીય યોગદાન આપ્યુ. અધિકારી વર્ગ, આચાર્ય વર્ગ, અધ્યાપક વર્ગ સતત અમારી સાથે રહ્યો અને જિલ્લાના આ વિકલાંગ પ્રવૃત્તિ વટવૃક્ષના આધારમાં જિલ્લાનો પ્રજ્ઞાચક્ષુ અમારો સાથી દોસ્ત અને સહમંત્રી જયંતિ પટેલ રહ્યો સાથે સાથે નિવૃત્તિ વડીલો જી.જી.સુથાર, એ.એમ. ભટ્ટ, ઓ.જી. વ્યાસ, ડૉ.હાસ્યદા પંડ્યા, ભરત પંડ્યા, આર.એ.રાણા અમારી સક્રિય સાથી યાત્રાળુઓ બન્યા.
સાબરકાંઠાનો જ શા માટે વિશ્વના સૌ વિકલાંગો આપણા સૌના પ્રયત્નથી પુનર્વસનની પવિત્ર ગંગામાં સ્નાન કરી વિકલાંગતાને અવગણી વિકાસના શિખરો સર કરે અને કરાવે તેવી શુભ કામના સાથે આ વિકાસયાત્રા હરહંમેશ વણથંભી રહે તેવી પ્રભુને પ્રાર્થના,...
પ્રા . ભાસ્કર વાય . મહેતા
માનદ્ સામાન્ય મંત્રીશ્રી
રાષ્ટ્રીય અંધજન મંડળ સા . કાં . જિલ્લા શાખા