નાટકમ્ લેખ

ચતુર્થ અખિલ ગુજરાત અંધજન એકાંકી સ્પર્ધા – વિજેતાઓ (સાફલ્ય)

સ્પર્ધાનું સાફલ્ય :

‘બંધ દરવાજા’ નાટક અંધ કલાકારો માટે પ્રમાણમાં અઘરું નાટક હતુ . જેમાં સમય- સૂચકતા , ચોકકસ કેન્દ્રોના ઉપયાગ અને સતત ગતિશીલ રહી ઊર્ધ્વગામી બનતી કથા હતી . દિગ્દર્શકે ચતુરાઇપૂર્વક સજાવેલુ રાચરચીલું અને તેનાથી ડગલે ને પગલે કલાકારોને મળેલી દિશાસૂઝ કલાકારેને દિશા અને ગતિ સાંપડતા પ્રયેજાયેલ સવાદો નાટ્યતત્વ - કથાની જિજ્ઞાસાના તંતુને જાળવી પાણા કલાકના મૂળ નાટકને લાઘવતાથી રજૂ કરવું . આભાસ (રાકેશ બારૉટ ) અત્યંત સ્વાભાવિક અભિનયથી શ્રેષ્ઠ અભિનેતા અન્યાતા અનત (પ્રવીણ ગુરવ) પ્રેત્સાહક ઇનામને વર્યા. સ્પર્ધાનું શ્રેષ્ઠ દિગ્દર્શન નરેશ કાપડીયાનુ રહ્યુ . દ્વિતીય વિજેતા ‘હુકમ માલિક’ અને ‘ચારસ દુનિયા’ રહ્યાં . બંને જાણીતી સ્ક્રીપ્ટ . બંનેમાં કથાનક મચના અમૂક ભાગ પર સ્થગિત રહ્યું . બંને નાટકોને માનવમૂલ્યો સાથે નિસ્બત હતી ‘હુકમ માલિક’ ના મહાવર ઘોધાલાલ શ્રેષ્ઠ અભિનેતા બન્યા અને મહેન્દ્ર ઝગડ પ્રોત્સાહન ઈનામ મેળવી ગયા . દિગ્દર્શક મધુભાઈ પટેલ આ બંને સારા કલાકારોના સદુપયાગ કરી શકયા હૈાત . ‘ચોરસ દુનિયા ' ની દૃશ્ય રચના , ગૂથણી સારી રહી . તેના દિગ્દર્શિકા શર્મીષ્ઠા મહેતાને પ્રેત્સાહક દિગ્દર્શકનું તથા સ્વાભાવિક અભિનય માટે રાજેન્દ્ર પ્રજાપતિને પ્રેત્સાહક અભિનેતાના ઈનામા પ્રાપ્ત થયાં .

તૃતીય વિજેતા ક્રમે આવે છે. એન.. બી. સા. જી. શાખા ઇડરનું ‘ગુલાબનું ફુલ’ રંગનમંચની દૃષ્ટિ હતી. દિગ્દર્શક વિષ્ણુ સ્વામી પાસે શ્રેષ્ઠ અભિનેતાના પુરકાર રમેશ ચેનવા તથા શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર લઈ જાય છે વિશ્લેષા જાની, પરંતુ વાર્તા ધસાઈ ગયેલી. અનેક પળે ! એવી ગઈ જે નાટકીય હોવા છતાં નાટક બની ન શકયું, છતાં પ્રયત્ન સારો.

ચોથા ક્રમે આવે છે ‘શ્વેત કીકી ' દિગ્દર્શિકા ઉષાબહેન વ્યાસ કીકીના પાત્રમાં રાધા પટેલ અભિનયનું પ્રોત્સાહક ઈનામ મેળવી ગયા, શ્રેષ્ઠ અભિનયના નામો ક્રમ વિના સરખે હિસ્સે અપાયાં.

વિજેતાઓને ઈનામે લિમ્કા દ્વારા અપાયા, વર્ષાવર્ષ વારવાર કરવા જેવી પ્રવૃત્તિ છે એમ સોને લાગ્યું, અને ૧૯૯૧ ના અખિલ ગુજરાત અધજન નાટયોત્સવ ખીજીવાર મુરત ખાતે જ

અંધજન શિક્ષણ મંડળ અને લાયન્સ કલબ ઓફ ખટોદરાના સહયોગથી ઉંજવાયો, એ જ સ્પર્ધ કોની પ્રતિભાનું પરિણામ છે.

સ્પર્ધાનું સાફલ્ય :

૧. શ્રેષ્ઠ નાટક

પ્રથમ

સેકન્ડરી સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ

અમદાવાદ

‘સંકેત’

દ્વિતીય

અંબાબહેન મગનલાલ અંધજનશાળા

સુરત

‘રીફંડ‘

તૃતિય

૧. પ્રજ્ઞાચકક્ષૃવિદ્યાલય

પાલનપુર

લોટરી લાગી

૨. એડલ્ટ ટ્રેનીંગ સેન્ટર

અમદાવાદ, ગોવેરા

એવોર્ડ

૨. શ્રેષ્ઠ દિગ્દર્શન

૧. શ્રી માનજીભાઈ પટેલ

'સંકેત'

૨. શ્રી નરેશભાઈ કાપડિયા

'રીફંડ’

૩. શ્રેષ્ઠ અભિનય

પ્રથમ

શ્રી મહેન્દ્ર ઝગડ

મૃત્યુના પાત્રમાં

સંકેત

દ્વિતીય

શ્રી ધોધાલાલ મહાવર

પ્રતિબંધના પાત્રમાં

સંકેત

તૃતિય

૧. શ્રી મોહનસિંહ

શેઠ છગનલાલના પાત્રમાં

જીવનરસ

૨. શ્રી રાજેશ બારોટ

નચિકેતાના પાત્રમાં

રીંફંડ

૪. શ્રેષ્ઠ અભિનેત્રી

પ્રથમ

કુ. વર્ષા તુરી

શબરીના પાત્રમાં

શબરીના બોર

દ્વિતીય

કુ. દેવ્યાની ઠાકોર

ભૂગોળ શિક્ષિકા

રીફંડ

પ. નાડકદીઠ એક અભિનયનુ પ્રોત્સાહક પારિતાષિક :

વિજેતાનું નામ

પાત્રનું નામ

સ્થળ

નાટક

૧. શ્રી પ્રદીપભાઈ મહેતા

વર્તમાનકુમાર

અમદાવાદ

એવોર્ડ

૨. શ્રી પુનિત પટેલ

નેતા

દાહોદ

જીવનરસ

૩. શ્રી બટુકભાઈ જવીયા

માધવ

અમદાવાદ

સંકેત

૪. શ્રી અનિલ મોદી

ગટુ

ઈડર

સુધીમાં મોત

૫. શ્રી મિનેષ પટેલ

મનિયો

અમદાવાદ

નિરવ પડધા

૬. શ્રી હરખુજી ઠાકોર

રામ

વિસનગર

શબરીના બોર

૭. શ્રી રમેશ સોલંકી

મનસુખ મારવાડી

પાલનપુર

લોટરી લાગી

૮. શ્રી જુવાનસિંહ ડાભી

દિપુ

મહેમદાવાદ

તો આ ઘર નથી

૯. શ્રી પ્રવીણ ગુરવ

ગણિત શિક્ષક

સુરત

રીફંડ

૧૦. શ્રી ઉમરાબહેન નારાયણ

લુંટારાની પત્ની

રાયધણપુર-કુંડ

હૃદય પરિવર્તન

નિર્ણાયકા હતા : –

૧. ડે . વિપીન કિકાણી

૨. પ્રિ . એ . એસ . કસીવાળા

૩. શ્રી અનંગ મહેતા

આ બંને સફળ પ્રયત્ન પછી આશ્ચર્ય થશે કે લાગલગાટ ત્રીજીવાર આ નાટ્યાત્સવ સુરત ખાતે જ યાજવાના સચાલકાના ઉપગ વચ્ચે .

૧૯૯૨ - ’૯૩ માં આ સ્પર્ધા અટક સ્થાન પર રહી અને તા . ૧૦ , ૧૧ , ૧૨ ફેબ્રુઆરી ૧૯૯૪ માં ફરી અંધજન શિક્ષણ મડળ , સુરત દ્વારા આ નાટયેાત્સવ જીવનભારતીના રંગભવનમાં ઉજવાયો. વાતાવરણ એવા આનંદથી કલાવી ચુ હતુ` કે ત્યાં સ્પર્ધા નહીં પણ ઉત્સવ ઉજવાતો હોય એમ લાગતું હતું . અગાઉની બંને સ્પર્ધા અન્ય સેવાકીય સંસ્થાઓના સહયાગથી યોજાતી હતી . આ વર્ષે આ સ્પર્ધા અંધજન શિક્ષણ મંડળે પાતાની ચતુર્દશાબ્દી નિમિત્તે યોજેલ કાર્યક્રમો અંતર્ગત યોજી હતી એના ઉમંગ પણ કાર્ય કરામાં વર્તાતા હતો.

આ નાટય સ્પર્ધામાં કુલ દશ અંધજન શિક્ષણ સંસ્થઓએ ભાગ લીધે હતો પરંતુ બે સંસ્થાએ ઉપસ્થિત નહાતી તેથી આઠ સંસ્થાએ એ પાતાના એકાંકીએ રજૂ કર્યો .

રંભાબહેન ગાંધીના ફારસ નાટક 'હતા ત્યાં ને ત્યાં ' માં કંજૂસ પિતા લેભીાયને તેનાં જ સંતનો હસતાં - હસાવતાં ઠેકાણે લાવે છે. એ વાત મજાની રીતે કહેવાઈ. પંચમહાલ જિલ્લાનું ‘જય કનૈયાલાલ કી' વ્યંગ નાટકમાં કનૈયાના પૃથ્વી પર પુનઃ અવતરણની દચ્છિા અને પૃથ્વી પર તેની થતી કઢંગી હાલત અને દેવલોકમાં જતાં પત્નીઓ સમક્ષ ચૂગલીખેર નારદની ચાડીથી થતી કફોડી હાલત જૂની રંગભૂમિની છાંટ સાથે રજૂઆત પામી.

તા. ૧૧ મી એ ચાર નાટકો રજૂ થયાં ‘પ્રમાણિકતાનુ મૂલ્ય’ સામાજિક સમસ્યાને વ્યક્ત કરંતુ ભજવાયુ, જેમાં અપ્રમાણિક વેપારીને છેવટે પ્રમાણિકતાનું મૂલ્ય સમજાય છે. શ્રી ઉમાશંકર જોષીનું પ્રસિધ્ધ એકાંકી ‘ઊડણ ચરકલડી' રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડરે પ્રસ્તુત કર્યુ, ગદ્યમય કવિતાનું આ નાટક છે, પ્રતીકોના વિનિયેાગથી પ્રગટતું જાનપદી વાતાવરણ તરૂણ મુગ્ધ કન્યાના મનોભાવોની કથા વ્યથાના તાણાવાણા, અને નાયિકા ચંદનીનો સહજ - શાનદાન – સ્વયંભૂ પ્રગટ થતો અભિનય આ એકાંકીના સમૃદ્ધતા હતાં. મુગ્ધ વયની કુમારિકાના ખીજવર સાથે નકકી થતા લગ્ન અને તે કારણે અરમાનોનો લેવાતો ભોગ આ એકાંકીમાં ધારદાર સંવાદોમાં છતાં કાવ્યમય- બાનીમાં કહેવાય છે. પશ્ચાદ્ભૂમાં ગવાતા લગ્નગીતોએ વાતવરણ જમાવી આપ્યું. અંધ કન્યા પ્રકાશ ગૃચ, મેમનગરની બાળાઓએ શ્રી ચદ્રકાન્ત કર લીખિત ‘જીવનજ્યાત' રજૂ કર્યુ ફટાકડાની એક વઈ ચકરીએ જ્યોતની આંખેાનુ તેજ બુઝાવી નાખ્યું પણ અનાથ જ્યોતને જીવનનો આધાર મળી ગયો. લાચાર માશીબાએ ચોરીનુ માળ ચડાવ્યું પણ પ્રકારાબાબુને સત્ય હકીકતનું જ્ઞાન થતાં માશીભાનો ફિયાસ્કો થયા બદલામાં શીવુ મત મળ્યુ

પરંતુ ચક્ષુદાનથી તેણે માતને સુધારી લીધુ. આમ એકાંકીના માધ્યમથી જીવનના આદર્શન ચીંધવાના પ્રયત્ન થયા.

ત્રીજા દિવસે બે એકાંકીઓ રજૂ થયા. સુરતની અંધજન શાળા દ્વારા ‘પાનખરમાં વસંત રજૂ થયુ. શિસ્તના ચૂસ્ત આગ્રહી મેજર આનંદના વજાદષિ કઠોર હૃદયને કુસમાદિષ્ટ કોમળ બનાવવા ભત્રિજો અજય પ્રેમભરી યુક્તિઓ પ્રયુક્તિઓ અજમાવે છે અને અંતે મેજરના સખ્ત કડક પાનખરિયા ચહેરા પર વસતના બેસણાં થાય છે. તેનું દર્શન આ એકાંકીમાં થયુ. અંતે પ્રા, જ્યેાત્તિ વૈદ્ય લખેલુ ભારતના ભ્રષ્ટ સરકારીકરણ - રાજકારણ પર તાતાં તીર અને ભ્રષ્ટાચારના બીજમાંથી ઊગતુ વિષવૃક્ષ વિવિધ શૈલીમાં વિવિધ પરિમાણુાને વિસ્તારતું અને પ્રધાનતઃ કલાકારોના સમૂહગાન – સવાદરૂપે પ્રસ્તુત થયું. ત્રિરંગી પહેરવેશથી માંડીને પ્રસ્તુતી સુધી સર્વત્ર તીખો વ્યંગ્ય કળાતો હતા. પાત્રોના નામાભિધાનમાં પણ વ્યંગ પરોક્ષરૂપે ડોકાતો રહ્યો. જાબુના વૃક્ષની પરિકલ્પના અને સામુહિક અભિનયથી તેને તાદેશ કરવાના પ્રયત્ન પશુ સરાહનીય હતા.

મંચન પામેલા આઠ નાટકોમાં પુરસ્કૃત થાય તેવી કૃતિથ્યા ઓછી હતી. પરંતુ અહીં આવેલા કલાકારોમાં પુરસ્કાર પામવા કરતાં પુષ્કૃત કરવાની ખેલદિલી વિશેષ દેખાતી હતી કલાકારામાં વિખવાદનાં વિષ પ્રસર્યા નહેાતાં, વ્હાલના તરંગો હિલેાળા દેતા હતા. એકબીજાને બિરદાવવાની ભાવના હતી. આ નાટયસ્પર્ધા આત્મવિશ્વાસ ડૅળવવાની સ્પર્ધા હતી.

તૃતીય સ્પર્ધાનું સાફલ્ય –

પ્રત્યેક નાટકનું ઉત્તમ પાત્ર : -

૧.

હતા ત્યાં ને ત્યાં

શ્રી ભરત ઠાકોર

૨.

જય કનૈયાલાલ કી

શ્રી શાંતિલાલ સોલંકી

૩.

પ્રમાણિકતાનું મૂલ્ય

શ્રી જયરાજ કિશન

૪.

ઊડણ ચરકલડી

શ્રી મીનળ મુનારા

૫.

જીવન જ્યોત

શ્રી વિદ્યા પૂત

૬.

કલંક

શ્રી ચંદુભાઈ રોહિત

૭.

પાનખરમાં વસંત

શ્રી પાયુલ મિસ્ત્રી

૮.

વિષવૃક્ષ

શ્રી મિનેશ પટેલ

શ્રેષ્ઠ સ્ત્રી પાત્રો: -

પ્રથમ

કુ. વિશ્વેશયા ભની

ચંડાળી

ઊડણ ચરકલડી

દ્વિતીય

દાડીમા

પ્રમાણિકતાનું મૂલ્ય

તૃતિય

કુ. દેવ્યાની ઠાકોર

કસ્તૂરી

વિષવૃક્ષ

શ્રેષ્ઠ પુરુષ પાત્રો :-

પ્રથમ

શ્રી સંદીપ જૈન

શેઠ

વિષવૃક્ષ

દ્વિતીય

શ્રી હેમંત પંચાલ

અજય

પાનખરમાં વસંત

તૃતિય

શ્રી રમેશ મેડવા

કેશુ

ઊડણ ચરકલડી

પ્રસ્તુત નાટકો :-

પ્રથમ

વિષવૃક્ષ

રાષ્ટ્રીય અંધજન મંડળ

સુરત

દ્વિતીય

ઊડણ ચરકલડી

રાષ્ટ્રીય અંધજન મંડળ

ઈડર

તૃતિય

પાનખરમાં વસંત

અ. મ. અંધજન મંડળ

સુરત

દિગ્દર્શન:-

પ્રથમ

વિષવૃક્ષ

ડૉ. પરેશ પંડિત, મિનેશ શાહ

દ્વિતીય

ઊડણ ચરકલડી

શ્રી રાજેન્દ્રસિંહ ઠાકર

સાથે સાથે આ તૃતીય સ્પર્ધાના ભાગરૂપે પ્રથમ નાટયસ્પર્ધાના નિર્ણાયકશ્રીના સૂચન અનુયાર એક સર્વ સલગ્ન પક્ષોનો પરિસંવાદ યોજાઈ ગયો. જેમાં ઊંડી રસપ્રદ અને મુદ્દાસરની ચર્ચાઓને આધારે સ્પર્ધાને વધુ અસરકારક અને ધ્યેયલક્ષી બનાવવાસારું નીચેના નિર્ણચો લેવાયા.

હવેની સ્પર્ધા સુરત સિવાય અન્યત્ર યાજવાનું બીડુ કોઇએ અવશ્ય ઝડપવું.

અંધ બાળ નાટ્ય કલાકારો તેની આગેકૂચ આ ક્ષેત્રમાં પ્રેત્સાહિત થઇ જારી રાખી શકે તે માટે સ્પર્ધાનું પ્રાથમિક વિભાગ અને ખુલ્લા વિભાગમાં હવેથી આયેાજન અવશ્ય કરવું.

અનુભવના આધારે સંચાલકો, દિગ્દર્શકો, નેત્રહીન કલાકારો તેમને મૂઝવતા પ્રશ્નોનુ માર્ગદર્શનાંત્મક, સમાધાન નાટ્યવિદે, નિર્ણાયકો પાસેથી પ્રાપ્ત કરી શકે અને સ્પર્ધાને સાચાઅર્થમાં સાર્થક બનાવી શકે તે માટે પિરસવાદનુ આયોજન સ્પર્ધાના દિવસેમાં સવારે જે તે સ્થળે ગોઠવવું.

નાટ્યસ્પર્ધાના સ્થળની આસપાસના સ્થળે જોવાનું આયેાજન પણ આયાજકો પાસે અપેક્ષિત રખાય.

પ્રજ્ઞાચક્ષુ હિમાંશુ પંડયા, રણછોડ સોની, સદૃષ્ટિ હરિકૃષ્ણુભાઈ જોશી તથા સુરતના સાથી મિત્રોઓ આર સેલ આ અવનવા નાયયજ્ઞનું આયેાજન પૂર્વ સુરીઓના આભાર અને અભિનંદન સાથે N. A. B. સાબરકાંઠા જિલ્લા શાખા ઈડરે કરવાનું બીડુ ઝડપ્યું. તે પણ નવા નિર્ણિત થયેલ સુધારાઓ સાથે, તે તૃતીય સ્પર્ધાનુ અંતિમ છતાં મહત્વનું સ્મૃતિચિહન બની ગયું. જેનાં મધુર ફળો આ દિવસો દરમિયાન આપ સૌ માણશો.