શ્રદ્ધા સુમન લેખ

સ્વ. કાન્તીભાઈ ભીખાભાઈ રાવળ

સ્વ કાંતીભાઈ ભીખાભાઈ રાવળ

બુઢેલી નામનું ઈડર તાલુકાનું ગામ ત્યાં શ્રી ભીખાભાઈ પુંજાભાઈ રાવળ અને હીરાબેન નો પરિવાર વસે ખેતી, ખેતીની સંભાળ અને છૂટક મજુરી કરી જીવે. પ્રથમ પુત્ર જન્મ્યો નામ પડ્યુ કાંતી. આંનદ ફેલાવો પણ કાંતી ની આંખ કાંની વિનાની હતી તે જાણ થઈ ત્યાં સુધી આ આનંદ ટકયો. સ્વ. કાંતીએ પ્રાથમિક શિક્ષણ સ્થાનિક સ્તરે મેળવ્યું. તેને નડતી દ્રષ્ટી ની ખામી હવે ચિંતા કરાવવા લાગી. તબીબોનો સંપર્ક થતાં પરિવારનો રામ કાંતી પ્રજ્ઞાચક્ષુ છે તેવી જાણ ડોકટરોએ સંસ્થા મારફતે પરિવારને કરાવી.

રાઈટર વગેરેની સુવિધાઓ, પરીક્ષા કેન્દ્ર ઈડરમાં હોય ત્યારે પરીક્ષા દરમિયાન રહેવાની સુવિધાની ઉભી થયેલી જરૂરત અને ઉત્સાહી પ્રજ્ઞાચક્ષુ કાંતીનો મિલનસાર સ્વભાવ વગેરેને કારણે સંસ્થાનું કાર્યાલય ઘેર હોય સ્વ. કાંતી સાથે ગાઢ પરિચય કેળવાયો. તેના કોલેજ શિક્ષણ દરમિયાન પણ માર્ગદર્શન આપવા સાથે કયારેક બે શિષ્યવૃત્તિ લેવાની બાબતમાં વિવાહ પણ થયો. અંતે સ્વ. કાંતીના સાચી વાત સ્વીકારી એક શિષ્યવૃત્તિ લીધી. અપ ટુ ડેટ તૈયાર થઈ બસમાં અપડાઉન કરતા કાંનીના અંધત્વનો કોઈને ખ્યાલ નહીં અને અંધ કાંતી પોતાની ચાલવાની ગતીને અંકુશમાં ન લઈ શકતા વિવાદો પણ પેદા થયા ત્યારે સ્વ. કાંતી ના અંધત્વની જાણ થતા તેનું શમન થયું.

કાંતી એમ.એ. થયો પણ આ દરમિયાન અંધ કાંતીના વ્યવસાયિક પુનર્વસન માટે તેના પિતા ધો. ૧૦ થી સંસ્થાના સંપર્કમાં હતા. અમે તેને સમજાવ્યા કે સુશિક્ષિત બિન વિકલાંગ વ્યકિતઓને નોકરી મળવામાં તકલીફ પડે છે. તો તમારી એક વાલી તરીકે પ્રજ્ઞાચક્ષુ અલ્પ શિક્ષિત કાંતી પાસે કમાણીની અપેક્ષા કેટલી વ્યાજબી. સ્વ.કાંતીને અંધ બાળકોના શિક્ષણનો ડીપ્લોમાં કોર્ષ કરવા સંસ્થાએ સ્પોન્સર કર્યો. કાંતી સફળ થયો. તેનામાં હિંમત તો હતી. અંધ કલ્યાણ ટ્રસ્ટ ધોરાજી ખાતે તેણે જોડાઈ પોતાની બ્રેઈન લીપીનો પાયો તેણે મજબૂત કર્યો. સંસ્થામાં અંધ બાળકો માટેના પ્રવાસી અધ્યાપકની જરૂર ઉભી થતાં સ્વ. કાંતીએ પોતાની આવડતના જોરે નિમણૂંક મેળવી આ નિમણુંક પણ માલપુર જેવા વિસ્તારમાં પરંતુ કાંતી કયાંય અનિયમિત ન હોય. ભલે તે અંધ હોય.

સ્વ. કાંતીમાં નેતૃત્વનો ગુણ સ્વાભાવિક હતો. અને તેનો લાભ તેની સ્વાભાવિકતા સાથે કેવળ બિનવિકલાંક વ્યકિતઓને નહોતો મળ્યો. કિંતુ વિકલાંગ વ્યકિતઓ માટે પણ તેણે સચોટ રજુઆત સ્પષ્ટ વાદિતા સાથે વિનમ્ર રીતે રજુ કરી બહુ વિકલાંગો માટે હાંસલ કર્યું.

માનાપમાન થી પર કેવળ વિકલાંગ પુનર્વસનને કેન્દ્રમાં રાખતો. ઘડિયાળ ન જોતો અને વધારે કામ આપતો સ્વ.કાંતી રવિવારે કે રજાના દિવસે પણ તેના કે અમારા ઘરવાળાઓના બોલવાને ધ્યાનમાં લીધા સિવાય આવતો પણ ખરો, કરકસર પૂર્વક કામ કરી સૌના દીલ જીતતો.

આમ તો સ્વ.કાંતી સ્વ.રામનારાયણ પાઠક જેવો થયો. પોતે જ જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીને ભણાવવા જાય તેના પ્રણયમાં પડી આરંભે બાળવય અને તે માટેના ખુદ મારા વિરોધને ધ્યાનપર લઈ ધીરજથી તેણે પ્રજ્ઞાચક્ષુ કન્યા ઉષા સાથે પ્રભુતામાં પગલા પાડ્યા. સૌની ઉપસ્થિતિ અને આનંદના વાતાવરણમાં તેની જાનમાં જવાનો લ્હાવો પણ વિકલાંગ વ્યકિતઓ એ માણ્યો. રસીક અને શોખીન સ્વ.કાંતી પ્રસન્ન દાંપત્ય જીવન સાથે જીવવા લાગ્યો. બે પુત્રી રત્નો થયા. છતાં કાંતી સંતુષ્ટ હતો. કારણ તે માનતો હતો. “ લડકા લડકી એક હી સમાન ”

ભીખાભાઈ પરિવારનો કાંતી મોતી હતો. અને પરિવારને થાળે પાડવામાં પણ કાંતીના આપેલ યોગદાનને ભીખાભાઈ આજે પણ પ્રશંષે છે. તેજ તેનું કુલદિપક હોવાનું જીવતુ જાગતુ ઉદાહરણ છે.

એક નાટકના અદાકાર તરીકે જે રોલ કોઈના લે અને સફળતાપૂર્વક અદા કરે. વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સાથે ભાગ લેવાનો પણ સ્વ.કાંતી માનતો હતો કે જે થાળીમાં જમીએ તેમાં છેદ ન થાય. માનદ્ સામાન્ય મંત્રી ના એટલે કે મારા સમકક્ષ તરીકે નું બિરૂદ લોકોએ તેને આપ્યું છતાં તે સાચા અર્થમાં વિકલાંગ પુનર્વસન ના કામમાં મારો સશકત પ્રજ્ઞાચક્ષુ હનુમાન બન્યો. નાટયક્ષેત્રે સંસ્થાએ પ્રાપ્ત કરેલી સિધ્ધિમાં પ્રવાસી અધ્યાપક પ્રજ્ઞાચક્ષુ સ્વ.કાંતીનું પ્રદાન પાયાની ઈંટનું કામ | કરે છે.

જીવન ચક્રની ઉપલી દિશા આપણે જોઈ એક મિત્રના સ્વજન જતાં દિલાસો પાઠવવા જતાં સ્વ.કાંતીના પગે સોજા જોતાં આરંભમાં મેડીકલ ચેકઅપ માટેની હળવી સૂચનાનો આજ્ઞાંકિત સ્વ.કાંતીએ બે - ત્રણ દિવસમાં એનો અમલ કર્યો. કિંતુ અમલનું પરિણામ કેવલ તેના માટે નહિં સૌ કોઈ માટે સાંભળવું આઘાતજનક હતું. આરંભમાં કીડનીના સંકોચાવવાનું નિદાન અને ત્યારબાદ બન્ને કિડની ફેલ થયેલ નિદાન એક તબક્કે સહુને હતાશાના સાગરમાં જાણે ડૂબાડતું હોય તેમ લાગે. પણ અમદાવાદની કિડની હોસ્પિટલમાં જતાં અને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ મળતાં તથા સ્વ. કાંતી ના પિતાજીની કિડની દાન માટેની સંમતી મળતાં અને તબીબી ચકાસણી પ્રમાણે તે સ્વ.કાંતીની જરૂરીયાત મુજબની કીડની જણાતાં ખર્ચાળ ઓપરેશનનો નિર્ણય ભગવાનમાં શ્રધ્ધા રાખી લેવાયો. હોદ્દેદારો અને કર્મચારીઓ આ વાત જાણી કોઈપણ ભોગે પોતાના સ્વજન કાંતીને બચાવવા તૈયાર થયા. થોડોક પરિવારની સ્વચ્છતા અને આંગતુકોના ખબર પૂછવાના ઘસારાને ચેપ ના ભયે ખાળવો પડયો સમાજના ઔદાર્ય, દવા, ઓપરેશન અને અન્ય ખર્ચ માટે પુરતો માર્ગ મોકળો કરી આપ્યો. ઓપરેશન સફળ થવાની આશા જાગી. આડત્રીસ બોટલ રકત સૌએ હસતે મોઢે સ્વ.કાંતીના સ્વાસ્થય માટે સૌ કોઈ સ્વ.કાંતીને મળતા આદરણીય ત્રિવેદી કાકા અડધી રાતે કીડની હોસ્પિટલમાં આવે અને તબીબોને સારવારનું માર્ગદર્શન આપે. સ્વ.કાંતી આ બધુ હોવા છતાં પોતાના મોતને જાણે જાણી ગયો હોય તેમ સહુને પુત્રીઓને ભણાવવાની સતત બોલતો રહ્યો ત્યાં સુધી ભલામણ કરતો રહ્યો.

જયારે વાણી બંધ થઇ ત્યારે ગરજ ગાંઠે અને વિદ્યા સાથે ના ન્યાય મુજન કાંતી ચાદર પર અને અને પોતાની હથેળી પર પોતાનો સંદેશ સૌ વાંચે તેવો લખતો. રાતદિવસ છે. જા કે જયારે વાણી બંધ થઈ ત્યારે ગરજ ગાંઠે અને વિદ્યા સાથે ના ન્યાય મુજબ તી.. શ્રીમતી પ્રવિણા મહેતાની સાથે સમગ્ર કર્મચારી પરિવાર એકબાજુ કાંતી માટે તેનો સ્વાસ્થ્ય માટે તન, I મહેનત કરે. તો બીજી બાજુ એક ટીમ ભંડોળ એકત્રીકરણ અને તેના લાભાર્થી લક્ષી ઉપયોગ માટે બહાર ગઈ. અને અંતે આધેડ વયે પહોંચેલા સ્વ.કાંતીની વિદાયની વેળા આવી અને તે પળ તેની મચી પડ્યુ. એકદમ આધુનિક સારવાર આત્મીય કાંતીને અપાઈ. પણ પરિસ્થિતિ દિવસે દિવસે : નિકટથી સેવા કરનાર સૌ સ્વજનોની ઉપસ્થિતિમાં નિધનનો આઘાત પચાવવો ઘણુ કઠીન હતું. મૃતદેહ - અમદાવાદથી બુઢેલી લવાયો સૌના ગળા રૂંધાયેલા હતા. આંખો આંસુથી ભરેલી હતી અને જેણે અમારા જેવા વડીલોની પાલખી ઉપાડવી પડે તેવા અમે સૌએ ભારે હૃદયે ચિ.કાંતીની પાલખી ઉપાડી. અને તે તેને જે માટી માંથી તે આવ્યો હતો તે ઘરતી માતાને કાયમ માટે અર્પણ કર્યો.

સુખ અને દુઃખના ચક્રમાં ફસાયેલા આપણે સૌ આજે કાંતીની દીકરીઓને કોલેજ અને * શિક્ષણમેળવતી જોઈએ ત્યારે તેના પરિવાર માટે નતમસ્તક થઈ પ્રસંશા કર્યા વિના આપણા માટે કોઈ વિકલ્પ રહેતો નથી. અને આપણે કહી ઉઠીએ પરિવાર હોતો ઐસા.

વ્યક્તિગત રીતે રૂદ્ર તો સ્વ. કાંતીના નિધનથી મને અને સંસ્થાને જે ખોટ પડી અને સંસ્કૃતનાં અધ્યાપક હોવા છતાં મે જે આંસુ સાર્યા છે તે કોઈપણ પ્રસંગે સાર્યા નથી અને પડેલી ખોટ ભગવાન ધારે તો પણ પૂરી શકે તેમ નથી. જેવી મારી દશા તેવી તેની અદર્નીશ પ્રીતી કરનાર અને સેવા કરનાર બાકી સ્વાજન વર્ગની પણ કાંતી જીવી ગયો જીતી ગયો. હા, તેને મરતાં ન આવડયું પણ તે તેના તાબામાં ન હતું. કાંતી તેના ઉત્તમ કાર્યો તેની રસીકતા, તેની પ્રેમાળ, પ્રકૃતિ, તેની તત્પરતાને કારણે અમર બની ગયો. તે મને ગુરૂ કહેતો એટલે તેના બાકીના કાર્યો પૂરા કરવા ઈશ્વર જીવાડે ત્યાં સુધી જીવીશું પણ તેવું જીવવું તેના ગયા પછી ગમતું નથી. એનો નિખાલસ દિલે સ્વીકાર કરવો રહ્યો ધન્ય છે. સ્વ. કાંતીના માતા પિતા જ કે જેને ત્યાં આવુ પુત્ર રત્ન પ્રાપ્ત થયું. અને ભાગ્યશાળી છીએ આપણે કે તેનો આપણને સદેહ સહવાસ મળ્યો અને આજે પણ આત્માથી આપણા સૌમાં જીવે છે. અને ઉંચે અવાજે બોલે છે. “ કરો સૌ જરૂરીયાત મંદોનું કલ્યાણ વિકલાંગ ગુરૂ હશે સૌ જરૂરીયાત મંદોનું કલ્યાણ. ”

દાનસિંહ વી. ડાભી

પ્ર. અધ્યાપક

પ્રો. ભાસ્કર યોગેન્દ્ર મહેતા

મો. ૦૯૪૨૬૦૬૦૬૫૯