સ્વ. અરૂણ સીમનલાલ સુથાર
અધ્યાપક પરિવારમાં અજ્ઞાત વિકલાંગતા ધરાવતા પુત્રનો જન્મ આનંદ પ્રસરાવે તે સ્વાભાવિક
શિક્ષણ મેળવવા સાથે વિકલાંગતાની ગંભીર અસર નીચે મુસીબતો અનુભવે પણ તે અધ્યાપક
હોય તેનો રસ્તો કાઢે. તે બીજું કોઈ નહીં પણ બેરણા હિંમતનગરના ચીમનલાલ સુથારનો પ્યારો
પુત્ર સ્વ. અરુણ સુથાર
અરૂણાના જન્મ બાદ તંદુરસ્તી છતાં ઘણાં લાંબા સમયે તેના અંધત્વની ઓળખાણ થઈ. કોલેજ
કણ સુધી મનોવિજ્ઞાન જેવો વિષય લઈ અરૂણ આગળ વધ્યો. બી.એડ. માં અંધત્વની અડચણ
પ્રવેશમાં તેને અચૂક આડી આવી. પણ તેના અને સંસ્થાના પ્રયાસથી તેણે બી.એડ.માં કેવળ પ્રવેશ
મળ્યો એટલું જ નહીં તે સૌનો પ્રીય પ્રજ્ઞાચક્ષુ તાલીમાર્થી બન્યો. સંસ્થાના પરિચયમાં આવતા અરૂણે
સ્વરોજગાર રૂપે ટ્યુશન પણ ચાલુ કર્યો. આજથી ત્રણ દાયકા પૂર્વે કોઈ વિકલાંગ વ્યકિતઓ માટેનુ
કાયદો નહી હોવાથી તેને રોજગાર મેળવવામાં તકલીફ થઈ. અંધજન ક્રિકેટ અને અંધજન ચેસ માં
તેકો રસ લીધો. અરે ! સૌ મિત્રો તેની વૈવાહિક ગોઠવણી કરી મજા પણ માણી.
આ પ્રસન્નતા લાંબી ટકી નહી. સ્વ.અરૂણની બંન્ને કિડનીઓ ફેલ થતા અને સારવાર કરવા
છતાં સારવાર માં જોડાયેલા તબીબો, સ્વજનો અને સંસ્થા અરૂણને ભર યુવાન વયે પણ બચાવી
ન શકતાં ઉધ્ધ પામેલા અરૂણનો આવો કરૂણ અસ્ત થતાં સૌ અશ્રુભીની આંખે જોઈ પણ ન શકયા
પણ દુખથી અચૂક સખેદ માણવા મજબુર બન્યા.
સ્વ.અરૂણ હસમુખો, મિલનસાર, શાંત પ્રકૃતિનો એક સ્નેહાળ વ્યકિત હતો. તે હંમેશા
મસ્તીથી જીવતો આવી યુવાસ્થામાં તેની જવાની ઘટનાએ પરિવાર અને સંસ્થા પરિવાર ૫૨ એક
અંધકાર ઠાલવી સૌને વિચારતા કરી મુકવા પ્રભુએ આ શુ કર્યું? દુઃખનું ઓસડ દહાડા ના ન્યાયે
અરૂણની વિદાય નું દુઃખ ઓછું થતાં સૌ યુવાનો અને તેમાં પણ વિકલાંગ યુવાનો વિચારતા થયા
કે તેઓની જીંદગી મજાથી જીવવી પ્રગતિ માટે અંતિમશ્વાસ સુધી સ્વ. અરૂણની જેમ હસતા હસતા
લાગ્યા રહેવું અને સતત અનુભવવું કે કેવળ ઈશ્વરની ઈચ્છા જ બળવાન છે. સમય સમય બલવાન
હી ઈન્સાન. સ્વ. અરૂણ સૌ કોઈ માટે પ્રેરણા સ્થાન બન્યો પ્રભુ કોઈ પરિવારની જીંદગીમાં અરૂણના
પરિવાર જેવી દુઃખદ ઘટના ન સર્જે અને કદાચ સર્જે તો તે સહન કરી આગળ વધવાની શક્તિ આપે
એવી પ્રાર્થના. અરુણ અમર છે. તેનું શરીર મરે પણ તેનો આત્મા હંમેશ આપણી સાથે અમર છે.
શ્રી આશિષ જી.જોષી
પ્ર.અધ્યાપક
રા.અં.મં. અરવલ્લી - સા.કાં.જિ. શાખા
ઈડર.
સર્વાનંદ અશ્વિનકુમાર ભટ્ટ
ઉપપ્રમુખ,
એન.એ.બી. અરવલ્લી - સા.જી.શાખા, ઈડર
ફોન. ૦૯૮૫૧૫૪૫૧૮